યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) તરફથી પરમેનન્ટ રેસિડન્ટ કાર્ડ (ગ્રીન કાર્ડ)ની વૅલિડિટી આપોઆપ 24 મહિના માટે લંબાવવા માટેનો નિર્ણય કરાયો છે. ગ્રીન કાર્ડ રિપ્લેસમેન્ટ માટે કાયદેસરના વસાહતીઓએ Form I-90 ભરીને અરજી કરી હોય છે, તેની મુદતમાં 24 મહિનાનો વધારો 26 સપ્ટેમ્બરથી લાગુ કરાયો છે.
કાયદેસરના પરમેનન્ટ રેસિડન્ટ હોય અને તેમણે ગ્રીન કાર્ડની મુદત પૂર્ણ...