અમેરિકાના વિદેશ મંત્રાલયે (૨૦૨૧ના વર્ષનું પ્રથમ) ઑક્ટોબર ૨૦૨૦નું વીઝા બૂલેટીન બહાર પાડ્યું છે. બૂલેટીનમાં નોકરી આધારિત અને ફેમિલી આધારિત એ બે કેટેગરીમાં ગ્રીન કાર્ડમાં બેકલોગ જણાય આવે છે.
એમ્પ્લોયમેન્ટ આધારિત, ફર્સ્ટ પ્રેફરન્સ EB-1
ચીન અને ભારત માટે EB-1ની કટ ઓફ ડેટને લંબાવીને ૧ જૂન, ૨૦૧૮ કરાઇ છે. ફાઇલિંગ માટેની ડેટ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ હતી.
એમ્પ્લોયમેન્ટ આધારિત, સેકન્ડ પ્રેફરન્સ EB-2
EB-૧ની જેમ જ EB-2 પણ બીજા દેશો માટે કરન્ટ છે, જ્યારે ચીન અને ભારત માટે તે આગળ લંબાવીને ૧ માર્ચ, ૨૦૧૬ કરાઈ છે. ચીન માટે EB-2ની કટ ઓફ ડેટ ૧ ઓક્ટોબર, ૨૦૧૬ હતી. ભારત માટે આગળ વધારીને ૧ સપ્ટેમ્બર, ૨૦૦૯ થઈ છે. ભારત માટે eb-2ની કટ ઓફ ડેટ ૧૫ મે, ૨૦૧૧ છે.
એમ્પ્લોયમેન્ટ આધારિત, થર્ડ પ્રેફરન્સ EB-3
ચીન અને ભારતના સિવાયના દેશો માટે કરન્ટ છે. ભારત માટે EB-3 કટ ઓફ ડેટ ૧૫ જાન્યુઆરી, ૨૦૧૦ થઈ છે.
એમ્પ્લોયમેન્ટ આધારિત, ફોર્થ પ્રેફરન્સ EB-4
મેક્સિકો ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને અલસાલ્વાડોર સિવાય બાકીના દેશો માટે કરન્ટ છે.
એમ્પ્લોયમેન્ટ આધારિત, ફિફ્થ પ્રેફરન્સ EB-5
ભારત સહિત સૌ દેશો માટે કરન્ટ છે. જોકે ચીનની કટ ઓફ ડેટ ૧૫ ઓગસ્ટ, ૨૦૧૫ યથાવત રહી છે.
આ રીતે જોઈએ તો કટ ઓફ ડેટ બહુ ઝડપથી એડવાન્સ થઈ રહી છે. ૨૦૨૧ના વર્ષ માટે સૌથી ઊંચી લિમિટ ગઈ છે – અંદાજે ૨૬૧,૫૦૦. વિદેશ મંત્રાલયના અંદાજ અનુસાર ભારત અને ચીનની કટ ઓફ ડેટ EB-1, EB-2, અને EB-3 હજીય આગળ વધી શકે છે.
અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનલિટી લોઝ તમને કે તમારા મિત્રો, સગાઓને કેવી રીતે અસર કરી કે છે તેની વધુ માહિતી માટે NPZ & B Law Groupના લોયર્સનું માર્ગદર્શન મેળવી શકો છો. આ માટે ઇમેઇલ કરો – info@visaserve.com અથવા સંપર્ક કરો 201-670-0006 (x1060 વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ https://www.visaserve.com