H-1B વીઝાની એબીસીડી – ૨૦૨૧ના વર્ષ માટે અરજી કરવાની કરો તૈયારી

અમેરિકાના હોમલેન્ડ ડિપાર્ટમેન્ટે ૬ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ જાહેરાત કરી હતી કે ઊચ્ચ ડિગ્રી ધરાવનારા સહિતની H-1B વીઝાની અરજી માટે પ્રથમ ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને તે માટે ૧૦ ફી નક્કી કરી હતી. યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) પ્રારંભિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ૧ માર્ચથી ૨૦ માર્ચ, ૨૦૨૧ દરમિયાન ખોલવામાં આવશે.

ઇચ્છુક અરજદાર કે તેમના પ્રતિનિધિએ દરેક અરજદાર માટે તેના નામે અલગથી H-1B cap પિટિશન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

પૂરતા પ્રમાણમાં રજિસ્ટ્રેશન થશે તો USCIS મોડામાં મોડું ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધીમાં તેમાંથી રેન્ડમ સિલેક્શન કરીને જરૂરી પ્રમાણમાં અરજીઓ અલગ તારવશે. રજિસ્ટ્રેશન કરનારામાંથી આ રીતે અરજદારોના નામ પસંદ કરાયા હશે, તેઓ જ કેપ-સબ્જેક્ટ વીઝા માટે પિટિશન કરી શકશે.

વેલીડ રજિસ્ટ્રેશન વિના કેપ-સબ્જેક્ટ પિટિશન ધ્યાને લેવાશે નહિ. એકથી વધુ વ્યક્તિઓ માટે એક સાથે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પિટિશનર્સ કરી શકશે, પરંતુ એક જ વ્યક્તિના નામે ડુપ્લીકેટ રજિસ્ટ્રેશન કરાવાયું હશે તો તે રદી કરી દેવાશે.

H-1B વીઝા મેળવવા માગતા કર્મચારી, કંપનીઓ, પ્રોફેશનલ્સને રજિસ્ટ્રેશનના નિયમો કેવી રીતે અસર કરશે? H-1B કેપ સિઝન માટે અરજી કરતા પહેલાં કર્મચારીઓ તથા નોકરીદાતા કંપનીઓ માટે કેટલાક વ્યવહારુ સૂચન અમે આ લેખમાં જણાવી રહ્યા છીએ.

મર્યાદિત સંખ્યાઃ H-1B વીઝા ૬૫,૦૦૦ નહિ, પરંતુ ૫૮,૨૦૦ આપવામાં આવનારા છે.

હાલમાં વાર્ષિક મહત્તમ મર્યાદામાં ૬૫,૦૦૦ H-1B વીઝા અપાય છે. જોકે બધા જ H-1B વીઝા પર આટલી મર્યાદા નથી. દર વર્ષે ૬,૮૦૦ જેટલા વીઝા ચીલી અને સિંગાપોરના નાગરિકો માટે H-1B પ્રોગ્રામ હેઠળ અલગ રખાય છે, તેથી માત્ર ૫૮,૨૦૦ H-1B વીઝા ઉપલબ્ધ થતા હોય છે.

અમેરિકન કોલેજ કે યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કે તેનાથી ઊંચી ડિગ્રી મેળવનારા લોકો માટે વધારાના ૨૦,૦૦૦ H-1B વીઝા અનામત રાખવામાં આવે છે.

અન્ય લેખમાં વિગતવાર ચર્ચા કરીશું અમેરિકામાંથી મેળવેલી કઈ કઈ માસ્ટર્સ ડિગ્રીH-1B માસ્ટર્સ કેપ માટે લાયક ઠરે છે.

મર્યાદિત સંખ્યામાં H-1B વીઝા અપાતા હોવાથી કંપનીએ કયા કર્મચારી માટેH-1B સ્પોન્સરશીપ આપવી પડશે તે આગોતરું નક્કી કરી લેવું જોઈએ, જેથી તેની પિટિશન તૈયાર કરવા માટેનો પૂરતો સમય મળી રહેશે. આ સમય મળી રહે તેમાં લેબર કન્ડિશન એપ્લિકેશન (LCA) તથા Form ETA 9035 ભરીને તેનું સર્ટિફિકેટ મેળવી લેવાનું રહે છે.

H-1B પિટિશન ક્યાં સુધી સ્વીકારાશે?

પહેલી માર્ચ ૨૦૨૧થી H-1B માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થશે. પૂરતી સંખ્યામાં રજિસ્ટ્રેશન થશે તો USCIS તેમાંથી રેન્ડમ રીતે જરૂરી સંખ્યા પસંદ કરી લેશે. પસંદ થયેલા રજિસ્ટ્રેશનની જાહેરાત મોડામાં મોડી ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધીમાં કરાશે.

એક જ કર્મચારી માટે એકથી વધુ H-1B રજિસ્ટ્રેશન કરાવવાનું ટાળો

એક નાણાકીય વર્ષ માટે એક કર્મચારીનું એકથી વધુ રજિસ્ટ્રેશન કરાવવું ના જોઈએ. એક જ કર્મચારી માટે જુદી જુદી જોબનું રજિસ્ટ્રેશન પણ કરાવી શકાશે નહિ. જોકે સબસિડિયરી, પેરેન્ટ કે એફિલિયેટ કંપની એ જ કર્મચારી માટે જુદી જોબનું અલગથી રજિસ્ટ્રેશન કરાવી શકશે, પરંતુ તે માટે બિઝનેસની વિશેષ જરૂરિયાત છે તે દર્શાવવાનું રહેશે.

સૂચિત જોબ અને તે માટેના H-1B કર્મચારી બંને વીઝા માટેની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

જે હોદ્દા કે જગ્યા માટે અરજી થઈ હોય તેના માટે નિયમ પ્રમાણે વીઝા મળવો જોઈએ અને સંભવિત કર્મચારી તે માટે લાયક હોવો જોઈએ. જેમ કે સૂચિત નોકરી કે જગ્યા ‘સ્પેશ્યાલિટી ઓક્યુપેશન’ની વ્યાખ્યામાં આવવી જોઈએ. ‘સ્પેશ્યાલિટી ઓક્યુપેશન’ ગણાવી શકાય તે જોબ માટે આ બાબતો જરૂરી છેઃ (૧) થિયરી તથા પ્રેક્ટિસમાં વિશેષ જ્ઞાનની જરૂર પડે તેવી જગ્યા; અને (૨) આવા વ્યવસાય માટે કે ચોક્કસ સ્પેશ્યાલિટી માટે જરૂરી બેચરલની કે તેનાથી ઊંચી ડિગ્રીની જરૂરત હોવી જોઈએ.

H-1B નિયમો હેઠળ સ્પેશ્યાલિટી ઓક્યુપેશન ગણાવવા માટે બીજા પણ કેટલાક ધોરણો જોઈએઃ (૧) બેચલર કે તેનાથી ઊંચી ડિગ્રી અથવા તો સૂચિત જોબ માટેની લઘુતમ લાયકાત પ્રમાણેની ડિગ્રી હોવી જોઈએ; (૨) સમાન ઉદ્યોગ અને કક્ષાની કંપનીઓ માટે એકસમાન કક્ષાની ડિગ્રીની જરૂરિયાત રહેશે; (૩) જગ્યા માટે જરૂરી લાયકાત સાથેની ડિગ્રી કે સમાન ડિગ્રી હોવી જોઈએ; (૪) આ જોબ એવી હોવી જોઈએ કે તેને બજાવવા માટે બેચલર કે તેનાથી ઊંચી ડિગ્રીની જરૂર પડતી હોય.

આ રીતે ‘સ્પેશ્યાલિટી ઓક્યુપેશન’ તરીકે જોબ હોય તેના માટેઃ (૧) વિશેષ પ્રકારના જ્ઞાનની પ્રેક્ટિસમાં અને થિયરીમાં જરૂર પડતી હોવી જોઈએ; (૨) તે જગ્યા માટે બેચલર કે તેનાથી ઊંચી ડિગ્રીની જરૂર હોવી જોઈએ; અને (૩) ઉપરની ચારમાંથી કમ સે કમ એક શરતનું પાલન થવું જરૂરી છે.

સૂચિત H-1B માટે કર્મચારીની લાયકાત આવી જોઈએઃ (૧) વ્યવસાય કરવા માટે (જરૂર