H-1B વીઝાની અરજી કરવાની મોસમ, કંપની અને કર્મચારી માટે શું તૈયારીઓ

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS)એ ૬ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ જાહેરાત કરાઈ હતી કે H-1B માટે કેપ-સબ્જેક્ટ્સ પિટિશન કરતાં પહેલાં સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એડવાન્સ્ડ ડિગ્રી એક્ઝમ્પશન માટે લાયક હોય તેમણે પણ ૧૦ ડોલરની ફી સાથે ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ૧૪ દિવસના સમયગાળામાં રજિસ્ટ્રેશન કરાવી લેવાનું હોય છે. પિટિશનર અથવા તેના અધિકૃત પ્રતિનિધિએ જેમના માટે H-1B વીઝાની પિટિશન કરવાની હોય તેમના નામે, દરેક માટે અલગથી ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે.

પૂરતા પ્રમાણમાં રજિસ્ટ્રેશન થાય તો USCIS તેમાંથી રેન્ડમ સિલેક્શન કરીને જરૂરી પ્રમાણમાં અરજીઓ અલગ તારવશે. રજિસ્ટ્રેશન પૂરું થયા પછી અથવા મોડામાં મોડું ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જેમના નામનું રજિસ્ટ્રેશન પસંદ થયુ હશે તેમના નામે જ પછી કેપ-સબ્જેક્ટ પિટિશન કરી શકાશે.

વેલીડ રજિસ્ટ્રેશન વિનાની પિટિશન ધ્યાને લેવાશે નહીં. એક અરજદાર એકથી વધુ વ્યક્તિઓ માટે એક સાથે રજિસ્ટ્રેશન કરાવી શકશે, પરંતુ એક જ વ્યક્તિના નામે એ જ નાણાકીય વર્ષ માટેનું ડુપ્લીકેટ રજિસ્ટ્રેશન કરાવાયું હશે તો તે રદી કરી દેવાશે.

આ નિયમો H-1B વીઝા મેળવવા ઇચ્છુક કર્મચારી, નોકરીદાતા, પ્રોફેશનલને કેવી રીતે અસર કરશે? આ લેખમાં H-1B માટેના અગત્યના મુદ્દાઓ સમાવી લેવામાં આવ્યા છે.

મર્યાદિત વીઝાઃ ૬૫,૦૦૦ નહિ, માત્ર ૫૮,૨૦૦ રેગ્યુલર H-1B વીઝા હોય છે

H-1B વીઝાની વાર્ષિક મર્યાદા ૬૫,૦૦૦ છે, પણ બધા જ H-1B વીઝા આ મર્યાદા હેઠળ આવી જતા નથી. દર વર્ષે ૬,૮૦૦ જેટલા વીઝા ચીલી અને સિંગાપોરના નાગરિકો માટે H-1B1 પ્રોગ્રામ હેઠળ અલગ રખાય છે. H-1B1 હેઠળના વીઝા જે તે વર્ષે પૂરા ના થાય તો બીજા નાણાકીય વર્ષે ણ્-૧ગ્ માટે તેનો ઉપયોગ થાય છે. આ રીતે દર નાણાકીય વર્ષે માત્ર ૫૮,૨૦૦ H-1B વીઝા જ આપવામાં આવે છે.

આ ઉપરાંત અમેરિકન કોલેજ કે યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કે તેનાથી ઊંચી ડિગ્રી મેળવનારા માટે વધારાના ૨૦,૦૦૦ H-1B વીઝા અનામત રાખવામાં આવે છે. આગામી લેખમાં આપણે વિગતવાર જોઈશું કે શું દરેક અમેરિકન માસ્ટર્સ ડિગ્રી H-1B માસ્ટર્સ કેપ માટે લાયક ઠરે છે કે કેમ.

મર્યાદિત સંખ્યામાં H-1B વીઝા અપાતા હોવાથી કંપનીઓએ આગોતરી રીતે કયા કર્મચારી માટે H-1B સ્પોન્સરશીપ આપવી પડશે તે નક્કી કરી લેવું જોઈએ. આગોતરી તૈયારીથી પિટિશન તૈયાર કરવા માટેનો તથા લેબર કન્ડિશન એપ્લિકેશન (LCA) અને Form ETA 9035 ભરીને તેનું સર્ટિફિકેટ મેળવી લેવા માટેનો પૂરતો સમય મળી રહે.

કેટલા સમય સુધી USCIS H-1B પિટિશન સ્વીકારશે?

H-1B માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન માર્ચની શરૂઆતમાં શરૂ થશે, તે પછી પૂરતી સંખ્યામાં રજિસ્ટ્રેશન મળશે તો USCIS રેન્ડમ રીતે જરૂરી પ્રમાણમાં રજિસ્ટ્રેશન પસંદ કરી લેશે, જેની જાહેરાત મોડામાં મોડી ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધીમાં થઈ જશે. આ માટેનું માર્ગદર્શન USCIS તરફથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં આપવામાં આવશે.

એક જ કર્મચારી માટે એકથી વધુ H-1B રજિસ્ટ્રેશન કરાવશો નહિ

એક નાણાકીય વર્ષ માટે એક કર્મચારીનું એક જ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. એક જ કર્મચારી માટે જુદી જુદી નોકરી કે હોદ્દા માટેનું રજિસ્ટ્રેશન પણ કરાવી શકાશે નહિ. જોકે સબસિડિયરી કંપની કે પેરેન્ટ કંપની કે એફિલિયેટ કંપની માટે જે તે કર્મચારીનું અલગથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. તે માટે વાજબી કારણ દર્શાવવાનું રહેશે. જો તેમ નહિ થાય તો તે કર્મચારીની વતી દાખલ કરાયેલી બધી અરજીનો નકારી કઢાશે.

સૂચિત નોકરી તથા સંભવિત H-1B કર્મચારી બંને લાયક ઠરવા જોઈએ

સંભવિત કર્મચારીની લાયકાત ઉપરાંત જે જોબ આપવાની હોય તે પણ H-1B વીઝા હેઠળ લાયક ઠરવી જરૂરી છે. દાખલા તરીકે સૂચિત જોબ ‘સ્પેશ્યાલિટી ઓક્યુપેશન’ની વ્યાખ્યા હેઠળ આવવી જોઈએ. ‘સ્પેશ્યાલિટી ઓક્યુપેશન’ હેઠળ આવતી જગ્યાઓ માટે જરૂરી છેઃ (૧) થિયરી તથા પ્રેક્ટિસમાં વિશેષ જ્ઞાનની જરૂર પડે તેવી જગ્યા; અને (૨) અમેરિકામાં વ્યવસાય માટે જરૂરી લઘુતમ લાયકાત સાથેની સ્પેશ્યાલિટી માટે લાયક બેચરલની કે તેનાથી ઊંચી ડિગ્રીની જરૂર.

H-1B નિયમો હેઠળ સ્પેશ્યાલિટી ઓક્યુપેશન ગણાવવા માટે બીજા પણ કેટલાક માપદંડ જરૂરી છેઃ (૧) બેચલર કે તેનાથી ઊંચી ડિગ્રી અથવા જોબ માટેની લઘુતમ લાયકાત પ્રમાણેની ડિગ્રી હોવી જોઈએ; (૨) એક જ ઉદ્યોગમાં સમાન કક્ષાની કંપનીઓ માટે ડિગ્રીની જરૂરિયાત સમાન રહેશે; (૩) જગ્યા માટે જરૂરી લાયકાતની ડિગ્રી કે સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ; (૪) આ કામ એવી વિશેષતા સાથેનું અથવા સંકુલ હોવું જોઈએ કે તેને બજાવવા માટે બેચલર કે તેનાથી ઊંચી ડિગ્રીની જરૂર પડતી હોય.

તેથી ‘સ્પેશ્યાલિટી ઓક્યુપેશન’ સાબિત કરવા માટેઃ (૧) વિશેષ પ્રકારના જ્ઞાનની પ્રેક્ટિસમાં અને થિયરીમાં જરૂર પડતી હોવી જો