H-1B લૉટરીમાં વીઝા ના મળે તો વિકલ્પો શું છે?

ગયા વર્ષે 2022 માટે USCISને 3,08,613 H-1B પિટિશન્સ મળી હતી. આટલી મોટી સંખ્યામાં અરજીઓ મળે પછી તેમાં પોતાને લૉટરી લાગશે અને H-1B મળશે કે કેમ તેની અનિશ્ચિતતા હોય છે. તેથી અમેરિકામાં ટેમ્પરરી બેઝ પર કામ કરવાની અને રહેવાની મંજૂરી મળે તે માટેના બીજા વિકલ્પો વિચારવાનો સમય પાકી ગયો છે. 2023 માટેની લૉટરીમાં નંબર ના લાગે તો બીજા કેવા વિકલ્પો ઉપલબ્ધ છે તેની ચર્ચા અહીં કરી છે.

કેપ-એક્ઝમ્પ્ટ H-1B વીઝા:

H-1B કેપ-એક્ઝમ્પ્ટ સિવાયના વીઝા મેળવવા માટે એક કેટેગરી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની નોકરીની છે. નોનપ્રોફિટ ઉચ્ચ શિક્ષણ સંસ્થાની ઓફર હોય અથવા નોનપ્રોફિટ કે સરકારી રિસર્ચ ઇન્સિટ્યૂશનમાં જૉબ મળતી હોય તો વીઝા મળી શકે છે.

વીઝા માટે આવી સંસ્થાઓમાં સીધી નોકરીની પણ જરૂર નથી, કેમ કે આવી સંસ્થા દ્વારા નોકરીએ રાખવામાં આવેલી વ્યક્તિ ભલે સીધી ત્યાં કામગીરી ના કરતી હોય, પરંતુ અન્ય નોનપ્રોફિટ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં અથવા નોનપ્રોફિટ કે સરકારી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મહત્ત્વની જૉબ બજાવવાની હોય તો પણ વીઝા મળી શકે છે.

દાખલા તરીકે કોઈ આઈટી કંપની અમેરિકાની કોઈ યુનિવર્સિટી સાથે કરાર કરે કે યુનિવર્સિટીના સોફ્ટવેર ડેવલપ માટે કે કસ્ટમાઇઝ કરવા માટે આઈટી કન્સલ્ટન્ટ્સની ભરતી અને નિમણૂક તે કરશે. આ આઈટી કંપની એન્જિનિયરને નોકરીએ રાખે, પણ તેણે યુનિવર્સિટીમાં જઈને કામગીરી કરવાની હોય તો તેને વીઝાનો લાભ મળી શકે. યુનિવર્સિટી માટે જરૂરી સોફ્ટવેર વગેરેની કામગીરી વર્કરે પાર પાડવાની હોય તો તેને H-1B cap-exempt કર્મચારી ગણી શકાય, ભલે તે યુનિવર્સિટીમાં સીધી નોકરી ના કરતી હોય.

પ્રોફેશનલ અને સ્પેશ્યાલિટી વર્કર માટે H-1B1, TN અને E-3 વીઝા:

H-1B જેવી બીજી ત્રણ નોન ઇમિગ્રન્ટ વીઝા કેટેગરીઝ છે. અમેરિકા સાથે જે દેશોના સ્પેસિફિક ટ્રેડ એગ્રીમેન્ટ થયા હોય તેના નાગરિકોને આ વીઝાનો લાભ મળે છે. આ કરાર આધારે HR પ્રોફેશનલ્સ પોતાની કંપનીની ભરતીની પ્રક્રિયાને ગોઠવીને કુશળ વર્કર્સ મેળવી શકે છે.

‘H-1B1’ વીઝા પ્રોગ્રામ ચીલી અને સિંગાપોરના નાગરિકો માટે છે, જેમાં 6,800 (ચીલી 1400, સિંગાપોર 5400) વીઝા મળે છે. H-1Bના 65,000 વીઝામાંથી આ વીઝા અલગ રખાય છે. ચીલી અને સિંગાપોરના નાગરિકો અમેરિકન ઍમ્બેસીને અરજી કરીને વીઝા મેળવી શકે છે. એ જ રીતે કેનેડા અને મેક્સિકોના પ્રોફેશનલ્સને TN ક્લાસિફિકેશન હેઠળ વીઝા અપાય છે. અમેરિકા – મેક્સિકો – કેનેડા ટ્રેડ એગ્રીમેન્ટ (USMCTA) હેઠળ આ વીઝા અપાય છે.

ઓસ્ટ્રેલિયાના નાગરિકોને ટેમ્પરરી વર્ક વીઝા E-3 – મહત્તમ વાર્ષિક 10,500 વીઝા – મળી શકે છે. E-3 કેન્ડીડેટે પહેલાં લેબર કન્ડિશન એપ્લિકેશન (LCA) કરવી જરૂરી છે.

આ ત્રણેય H-1B1, TN અને E-3 વીઝા મેળવનારે “સ્પેશ્યાલિટી ઑક્યુપેશન”માં કામ કરવું જરૂરી છે. આ ત્રણેય વીઝા ડ્યુઅલ ઇન્ટેન્ટ સાથેના નથી. એટલે કે આ ત્રણ વીઝા મળ્યા પછી ગ્રીન કાર્ડ માટેની અરજી થઈ શકતી નથી. ગ્રીન કાર્ડ માટે પ્રથમ સ્ટેટસ બદલીને H-1B, L-1 વગેરે કરવું પડે.

ટ્રીટી ટ્રેડર / ઇન્વેસ્ટર વીઝા:

બાઇલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી (BIT), ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA), અથવા ટ્રીટી ઑફ ફ્રેન્ડશીપ, કૉમર્સ એન્ડ નેવિગેશન (FCN) હેઠળ પણ વિદેશી નાગરિકને E વીઝા મળી શકે છે. તેના બે પ્રકાર છે: ટ્રીટી ટ્રેડર વીઝા (E-1) અને ટ્રીટી ઇન્વેસ્ટર વીઝા (E-2). BIT હેઠળ માત્ર E-2 વીઝા મળે છે.

અમેરિકામાં રહીને વિદેશ વેપારનું સારું કામ કરનારને E-1 વીઝા મળી શકે, જ્યારે E-2 વીઝા સારું રોકાણ કરી શકે તેને મળે છે. આવી કંપનીના “ચાવીરૂપ કર્મચારી” તરીકે એક્ઝિક્યુટિવ્ઝ અને સુપરવાઇઝર્સ તથા કામકાજ માટે જરૂરી વ્યક્તિઓને E-1/E-2 વીઝા મળી શકે.

સાયન્સ અને ટેક્નોલૉજી સ્ટુડન્ટ્સ માટેના વીઝા:

સાયન્સ, ટેક્નોલૉજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM)ના F-1 સ્ટુડન્ટ્સને STEM OPTનો લાભ મળે. E-Verify હેઠળ આવતા એમ્પ્લોયર દ્વારા વિદ્યાર્થીઓને જૉબ મળી શકે. તેમને આ ડિગ્રી અનુસંધાન post-completion OPT મળેલું હોવું જોઈએ. ઉમેદવાર મેજર અથવા ડ્યુઅલ-મેજર હોવો જોઈએ. બે નાણાકીય વર્ષ (બે H-1B સાયકલ્સ) સુધી આનો લાભ લઈ શકાય છે.

STEM ડિગ્રી ના હોય તેવા સ્ટુડન્ટ્સ અન્ય બેચલર કે માસ્ટર્સ ડિગ્રીમાં પ્રવેશ લઈ શકે છે. જોકે માસ્ટર્સ ડિગ્રી માટે પ્રવેશ લેતી વખતે તે શૈક્ષણિક સંસ્થા હાયર એજ્યુકેશનની વ્યાખ્યા નીચે આવે છે કે કેમ તેની ખાતરી કરી લેવી જોઈએ.

મલ્ટિનેશનલ કંપનીઓનો L-1 વીઝાનો વિકલ્પ:

મલ્ટિનેશનલ કંપની L-1 વીઝાનો વિકલ્પ અપનાવીને ભરતી શકે છે. મેનેજમેન્ટ, પ્રોફેશનલ અને સ્પેશ્યલાઇઝ્ડ નૉલેજ સાથેના કર્મચારીને વિદેશથી અમેરિકામાં ટેમ્પરરી ટ્રાન્સફર માટે L-1 વીઝા ઉપયોગી છે. તેમાં L-1A વીઝા “એક્ઝિક્યુટિવ્ઝ અને મેનેજર્સ” માટે છે, જ્યારે L-1B “સ્પેશ્યલ