H-1B કેપમાં રેન્ડમ રિલેક્શનના બદલે પગાર આધારિત પ્રોસેસનું સૂચન

ગૃહ મંત્રાલયે ૨૮ ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે તેણે યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝની H-1B કેપ-સબ્જેક્ટ માટેની અરજીઓ ફાઇલ કરવાની પ્રોસેસ કરવાની પદ્ધતિમાં ફેરફારનું નવું સૂચન ફેડરલ રજિસ્ટ્રરમાં મોકલી આપ્યું છે.

આ સૂચનને સ્વીકારી લેવાશે તો USCIS પ્રથમ એવા રજિસ્ટ્રેશન (અથવા રજિસ્ટ્રેશન પ્રોસેસ અટકેલી હોય ત્યારે પિટિશન)ના પ્રોસેસ માટે નવી પદ્ધતિ અપનાવશે. તેમાં સ્ટાન્ડર્ડ ઓક્યુપેશનલ ક્લાસિફિકેશન કોડને ધ્યાનમાં રાખીને જે નોકરી આપવાની હોય તેના પગાર ધોરણ હોય તેટલા અથવા તેનાથી ઊંચા પગારની ઓફર હશે તેને પ્રથમ સ્વીકારશે. રેન્ડમ સિલેક્શનના બદલે ઊંચા પગારો ઓફર કરનારી નોકરીને પ્રથમ પસંદગી આપીને અમેરિકાના કામદારોને ઓછા વેતન મળે છે તે સમસ્યાને દૂર કરવાની કોશિશ થઈ રહી છે.

પગાર ધોરણના આધારે સિલેક્શન થાય તો તેના કારણે પિટિશનર, H-1B કર્મચારી અને અમેરિકાના કામદારો બધાનું હિત જળવાઇ શકે છે. આ રીતે પસંદગીના ધોરણો વધારે સ્પષ્ટ બનશે અને સાથે જ પોતાની પિટિશન મંજૂર થવાની શક્યતા વધી જાય તે માટે કંપની H-1B કર્મચારીને પ્રવર્તમાન ધોરણ કરતાં વધારે ઊંચું વેતન આપવા કદાચ તૈયાર પણ થઈ જાય.

H-1b કેપ-સબ્જેક્ટમાં વધુ કુશળ અને વધુ પગાર મેળવનારા કર્મચારીઓ પસંદ થાય તેવો હેતુ આની પાછળ રહેલો છે, જે H-1B પ્રોગ્રામ પાછળનો મૂળ હેતુ પણ છે.

આ સૂચન ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થાય તે પછી તેના વિશેના સૂચનો ગૃહ મંત્રાલય મગાવશે. આ ફેરફાર માટે જે પણ કમેન્ટ કે સૂચનો મળશે તેને વિભાગ દ્વારા યોગ્ય રીતે ચકાસવામાં આવશે અને તેના પર યોગ્ય વિચાર કરવામાં આવશે અને તેના આધારે આખરી નિયમો નક્કી થશે.

આ વિશે વધુ જાણવા માટે જુઓ લિન્ક . . .

https://www.uscis.gov/news/news-releases/dhs-trump-administration-protect-american-jobs-from-unfair-international-competition

આ પ્રકારની વધુ માહિતી મેળવવા માગતો હો અથવા અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોઝ વિશે તમારા મનમાં કોઈ સવાલો હોય તો અમારો સંપર્ક કરી શકો છો.NPZ Law Group VISASERVE અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સ તમને માર્ગદર્શન આપી શકે છે. તે માટે ઇમેઇલ કરો info@visaserve.comપર અથવા ફોન કરો – 201-670-0006 (x104) વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com

Sources – https://gujarattimesusa.com/h-1b-cap-random-selection/ [Gujarat Times]