સિવિલ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અને રિમૂવલ પોલિસીઝ માટેનું વચગાળાનું ગાઇડન્સ

યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) તરફથી ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ વચગાળાની ગાઇડલાઇન જાહેર થઈ હતી, જેના આધારે કસ્ટડી વિશેનો નિર્ણય, ખર્ચનો નિર્ણય, એન્ફોર્સમેન્ટનું પ્લાનિંગ, સ્ટ્રેટેજિક પ્લાનિંગ અને ફાઇનલ ઓર્ડર ઑફ રિમૂવલ નક્કી થઈ શકે. બાદમાં ૨૭ મે, ૨૦૨૧ના રોજ અૅક્ટિંગ જનરલ કોન્સલ જોસેફ મેહરે મેમોરેન્ડમ જાહેર કર્યું તેમાં આ મુદ્દાઓને વધારે વિસ્તૃત્ત રીતે લઈ લેવાયા છે. આ બંને મેમોરેન્ડમના આધારે ત્ઘ્ચ્ પ્રોસેક્યુશન અંગે નિર્ણયો કરી શકે છે અને અમેરિકામાં ઇમિગ્રેશન કોર્ટ્સમાં પણ તેને ધ્યાનમાં લેવાશે.

ગાઇડન્સમાં ગૃહ મંત્રાલયની વ્યાપક સિવિલ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ પોલિસીને આવરી લેવાઈ છે. કેટલાક રિમૂવલમાં ૧૦૦ દિવસ મોકૂફી શક્ય બની છે અને કેટલીક વર્તમાન પોલિસીઝને દૂર કરાઈ છે.

કેટલો સમય ડિટેન્શનમાં રાખવા, એન્ફોર્સમેન્ટ પર્સોનેલનો ઉપયોગ કેવી રીતે કરવો અને રિમૂવલ એસેટ્સ વગેરેનો રિવ્યૂ કરવામાં આવશે. ડિટેન્શન, અદાલતી કાર્યવાહીમાં ડિસ્ક્રેશન, સ્થાનિક કાયદા પાલન સાથે સંકલન વગેરે બાબતોનો પણ રિવ્યૂ થશે.

વચગાળાની સિવિલ એન્ફોર્સમેન્ટ ગાઇડલાઇન્સ

રિસોર્સના અભાવના કારણે ઇમિગ્રેશન લોના બધા ભંગને ગૃહ વિભાગ પહોંચી વળી શકતું નથી. તેથી રાષ્ટ્રીય હિત અને સરહદી તથા નાગરિકોની સલામતી માટે બદલાતા સંજોગો અનુસાર કામ કરવું પડે. તેથી નીચેની બાબતોને અગ્રતા આપવામાં આવશેઃ

૧. રાષ્ટ્રીય સુરક્ષા

હિંસા કે ત્રાસવાદના કૃત્યમાં સંડોવાયેલા હોય કે શંકાસ્પદ હોય તેમને ધ્યાને લેવા.

૨. સરહદ સુરક્ષા

ગેરકાયદે અમેરિકાની સરહદમાં કે બંદરો પર ૧ નવેમ્બર ૨૦૨૦ પછી ઘૂસેલા અને અટકાયતમાં હોય તેવા લોકો.

૩. નાગરિક સુરક્ષા

જાહેર સલામતીનો ભંગ કરવાની શક્યતા હોય તેવી વ્યક્તિઓ અથવા (૧) ગુના સાબિત થયા હોય અથવા; (૨) સ્ટ્રીટ ગેંગની લડાઈમાં સંડોવાયેલા હોય; અથવા (૩) ૧૬ વર્ષથી મોટા હોય અને ઇરાદાપૂર્વક ક્રિમિનલ ગેંગમાં જોડાયેલા હોય.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય અગ્રતાક્રમ નક્કી કરશે. પ્રિન્સિપલ લીગલ એડવાઇઝર્સની ઓફિસ કાનૂની કાર્યવાહીની બાબતમાં ડિસ્ક્રેશન નક્કી કરશે. તે માટે આ માર્ગદર્શિકાને ધ્યાને લેવાશે. તેમાં ઇમિગ્રેશન કોર્ટની કાર્યવાહી કેવી રીતે ચાલતી હોય છે તેને ધ્યાને રાખીને નિર્ણયો લેવાશે.

મિલિટરી સર્વિસ આપી હોય, તેમના સગા હોય, કામચલાઉ કે કાયમી રાહત મળવાની શક્યતા હોય, અનિવાર્ય એવા માનવીય કારણો હોય, લાંબા ગાળાના કાયમી રહેવાસી વગેરે બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. ડિસ્ક્રેશન દ્વારા ઇમિગ્રેશન કોર્ટ્સમાં મુકદ્દમાની ફેરબદલી વગેરે પણ શક્ય બનશે અને કેસ આગળ વધારવા માટે વ્યક્તિને રિમૂવલ પ્રોસિડિંગ્ઝની તક પણ મળશે.

H-1B ઇમિગ્રેશનને લગતા આ પ્રકારના નિયમો અને વિકલ્પોની જાણકારી માટે અને વધુ માહિતી માટે NPZ Law Groupના ઇમિગ્રેશન લોયર્સના સંપર્ક કરી શકો છો. તે માટે ઇમેઇલ કરો info@visaserve.comઅથવા કોલ કરો 201-670-0006 (x 104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com