USCIS તરફથી શરતી કાયમી વસાહતીઓ (CPR) માટે ઇન્ટરવ્યૂ કરવામાં આવે ત્યારે રિસ્ક બેઝ એપ્રોચ રાખવાની નવી નીતિની જાહેરાત થઈ છે. પોતાના કાયમી વસાહતીના સ્ટેટસ સાથે જોડાયેલી શરતોને દૂર કરવા માટે જેમણે અરજી કરી હોય તેમના ઇન્ટરવ્યૂ વેઇવ કરવા માટે આ નવો એપ્રોચ અપનાવાશે.
નવી નીતિ તાત્કાલિક રીતે અમલમાં આવી છે અને તેના આધારે નવા ધોરણો તૈયાર થયા છે તે પ્રમાણે USCIS અધિકારીઓ CPR અરજદારોના ઇન્ટરવ્યૂ ક્યારે વેઇવ કરવા તેનો નિર્ણય લઈ શકશે. રેસિડન્સ માટેની શરતોને દૂર કરવા માટેની પિટિશન અંગેના ફોર્મ Form I-751 માટે આ નીતિ લાગુ પડશે. અગાઉ આ પ્રકારની અરજી કરનારા દરેકનો, જો તેમણે કૉન્સ્યૂલર પ્રોસેસથી CPR સ્ટેટસ મેળવ્યું હોય તો, ઇન્ટરવ્યૂ કરવામાં આવતો હતો.
USCISના ડિરેક્ટર ઉર એમ જેડૉએ કહ્યું કે “CPR ઇન્ટરવ્યૂ માટે રિસ્ક બેઝ સ્ટ્રેટેજિક એપ્રોચ અપનાવાથી પ્રોસેસિંગનો સમય ઓછો થશે, એજન્સીના સ્ટાફનો વધારે કાર્યદક્ષ ઉપયોગ થશે, કેસનો ભરાવો ઓછો થશે અને સાથે જ ફ્રોડ કે નેશનલ સિક્યુરિટીને જોખમને ટાળી પણ શકાશે. ઇમિગ્રેશન સિસ્ટમમાં અવરોધો છે તેને દૂર કરવાની નીતિના ભાગરૂપે આ સુધારો કરવામાં આવ્યો છે, જેથી લાભ માટે અરજી કરનારા પર બિનજરૂરી બોજ ના આવે અને સ્ટેકહોલ્ડરના ફિડબેક અને નાગરિકોની ચિંતાને સારી રીતે પ્રતિસાદ આપી શકાય.”
અગાઉ ફરજિયાત CPR ઇન્ટરવ્યૂઝ થતા હતા તેના કારણે સ્ટાફ તેમાં રોકાયેલો રહેતો હતો. આ નવી નીતિ હેઠળ USCISના અધિકારીઓને એવું લાગે કે લગ્ન થયા અંગેના યોગ્ય પુરાવા રજૂ થયા છે, સંયુક્ત રીતે અરજી થઈ છે તેમને વેઇવરનો લાભ મળી શકે તેમ છે, અને કોઈ કોમ્પ્લેક્સ ફેક્ટ્સ નથી કે કોઈ મુદ્દાનું નિવારણ લાવવાની જરૂર નથી અને કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી ત્યારે ઇન્ટરવ્યૂ વેઇવ કરી શકાય છે.
નોન સિટિઝન વ્યક્તિ લગ્ન થયા હોય તેના આધારે કાયમી વસાહતી તરીકે સ્ટેટસ મળ્યું હોય તેમને બે વર્ષ માટે શરતી સ્ટેટસ મળ્યું હોય છે. આ શરતો દૂર કરવા માટે અને ફેમિલી આધારિત CPR વ્યક્તિએ સામાન્ય રીતે Form I-751 ફાઇલ કરવાનું હોય છે. લગ્નતિથિને બે વર્ષ થવાના હોય તેના 90 દિવસ પહેલાં આ ફોર્મ ભરવાનું હોય છે.
અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી અંગેના કાયદાઓ તમને અને તમારા પરિવારને કેવી રીતે અસર કરે છે તે વિશે વધુ જાણવા માટે તમે NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક સાધી શકો છો. આ માટે ઇમેઇલ કરો info@visaserve.com પર અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વૅબસાઇટ www.visaserve.com.