વીઝા માટેના પ્રમુખીય વટહુકમની નવી ગાઇડલાઇન

ગત ૨૨ જૂન, ૨૦૨૦ના રોજ પ્રમુખીય વટહુકમ બહાર પડાયો હતો તેની ગાઇડલાઇનને ૧૨ ઓગસ્ટે ગૃહ વિભાગે અપડેટ કરીને બહાર પાડી છે. H, L અને અમુક પ્રકારના J વીઝા પર પ્રતિબંધ મૂકતો આ વટહુકમ જાહેર થયો તેના બે મહિના પછી હવે નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

અપડેટેડ ગાઇડલાઇનમાં H-1B, H-4, L-1A, L-1B, L-2, J-1અને J-2 નોનઇમિગ્રન્ટ વીઝા અરજીઓ અને તેમાં રાષ્ટ્રીય હિતમાં કરવામાં આવેલા અપવાદોની માહિતી આપવામાં આવી છે. વટહુકમને કારણે વીઝા મેળવવા મુશ્કેલ છે, પણ નવી ગાઇડલાઇન પ્રમાણે કેટલીક વ્યક્તિઓને અપવાદનો લાભ મળી શકે છે.

આ વટહુકમ છતાં NPZ Law Grioupsના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સે પોતાના ક્લાયન્ટ માટે સફળતાપૂર્વક કેટલાક નેશનલ ઇન્ટરેસ્ટ વેઇવર અને અપવાદોનો લાભ મેળવ્યો છે. અમને આશા છે કે સુધારેલી ગાઇડલાઇન સાથે અમારા ક્લાયન્ટ માટે વધારે વીઝા મેળવવામાં સફળતા મળશે.

NPZ Law Groupsના લોયર્સ સતત બદલાતી ગાઇડલાઇન પર ઝીણી નજર રાખતા હોય છે અને નેશનલ ઇન્ટરેસ્ટ એક્સેપ્શન વેઇવર માટે કોઈ રીતે યુ.એસ. કોન્સ્યુલેટમાં અરજી કરી શકાય છે તેની માહિતી મેળવતા હોય છે.

આવી માહિતી તથા માર્ગદર્શન માટે નચમાન ફૂલવાણી ઝિમોવકેક (NPZ) લો ગ્રુપના નિષ્ણાતો સાથે ચર્ચા માટે સંપર્ક કરો – 201-670-0006. અમારી મુખ્ય ઓફિસ ન્યુ જર્સીના રીજવૂડમાં છે. તે ઉપરાંત ન્યુ જર્સીના રેરીટાન અને ન્યુ યોર્કમાં પણ ઓફિસો આવેલી છે. ભારત અને કેનેડામાં પણ સહયોગીઓ સાથે અમારી ઓફિસ કાર્યરત છે. વધુ જાણકારી માટે જુઓ અમારી વેબસાઇટ https://www.visaserve.com અથવા info@visaserve.com પર ઇમેઇલ કરો અથવા કોલ કરો 201-670-0006 (x104)

Source: https://gujarattimesusa.com/visa-new-guideline/ (Gujarat Times)