લગ્ન કરીને ગ્રીન કાર્ડ કેવી રીતે મેળવી શકાય

મેરેજ ગ્રીન કાર્ડ એટલે અમેરિકન નાગરિકના જીવનસાથીને કાયમી વસાહત માટે મળતી મંજૂરી. આ કાર્ડના આધારે જીવનસાથી અમેરિકામાં નિવાસ કરી શકે છે અને કામ કરી શકે છે. આ ગ્રીન કાર્ડ મળ્યાના ત્રણ વર્ષ બાદ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી શકાય છે. સામાન્ય રીતે લગ્ન બાદ મેરેજ ગ્રીન કાર્ડ મેળવવામાં 1-2 વર્ષો લાગે છે.

મેરેજ ગ્રીન કાર્ડ એટલે શું?

અમેરિકન નાગરિક અથવા ગ્રીન કાર્ડ હોલ્ડર સાથે લગ્ન કરનાર વ્યક્તિ મેરેજ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. આ કાર્ડના આધારે અમેરિકામાં નિવાસનો અને સત્તાવાર રીતે કામકાજ કરવાનો અધિકાર મળે છે. ગ્રીન કાર્ડ આપવાનું કામ USCIS તરફથી થાય છે અને અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટેનું તે પ્રારંભિક પગલું ગણાય છે. ગ્રીન કાર્ડ નિશ્ચિત મુદત માટે હોય છે અને તેને રિન્યૂ કરાવવું અનિવાર્ય છે.

લગ્ન થયાના બે વર્ષ થઈ ગયા હોય તો તમે IR1 ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકો છે. આ કાર્ડની વેલિડિટી 10 વર્ષની હોય છે. લગ્ન થયાને બે વર્ષ કરતાં ઓછો સમય થયો હોય ત્યારે અરજી કરવાથી CR1 ગ્રીન કાર્ડ પણ મળી શકે છે. આને કન્ડિશનલ ગ્રીન કાર્ડ પણ કહે છે. આ કાર્ડની મુદત બે વર્ષની જ હોય છે. બે વર્ષની મુદત પછી કાર્ડ પરની શરતો દૂર કરવા અને 10 વર્ષ માટેનું ગ્રીન કાર્ડ મેળવવા માટે ફરીથી અરજી કરવી પડે છે.

મેરેજ ગ્રીન કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?

અમેરિકન નાગરિક સાથે લગ્ન કરનારને ‘નીકટના સગા’ તરીકેનો દરજ્જો મળે છે. મેરેજ ગ્રીન કાર્ડ મેળવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવી પડે:

સગા માટે I-130 પિટિશન ફાઇલ કરવી
અમેરિકન નાગરિકે વિદેશમાં રહેતા જીવનસાથી સાથે લગ્નક્રયા હોય તેને કન્ફર્મ કરવા માટે Form I-130 ભરવાનું હોય છે. તેના દ્વારા લગ્નસંબંધો કાયદેસરના અને વાજબી છે તે દર્શાવવાનું હોય છે અને માત્ર ગ્રીન કાર્ડ મેળવવા ખાતર ખોટા લગ્ન નથી તે સાબિત કરવાનું હોય છે.

પ્રાયોરિટી ડેટની રાહ જુઓ
ગ્રીન કાર્ડ મર્યાદિત સંખ્યામાં અપાય છે તેથી જીવનસાથીએ રાહ જોવી પડતી હોય છે. ઘણી વાર બે વર્ષ સુધીનું વેઇટિંગ લિસ્ટ પણ હોય છે. અરજદાર પ્રાયોરિટી ડેટ કઈ છે તે વીઝા બૂલેટિન ચેક કરીને સ્ટેટસ જાણી શકે છે.

કૉન્સ્યુલર પ્રોસેસિંગ અથવા એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસ
અરજીની પ્રોસિજરમાં વિકલ્પો:

વિદેશમાં રહેલા ઇમિગ્રન્ટ્સ કૉન્સ્યુલર પ્રોસેસ પસદં કરી શકે છે. નેશનલ વીઝા સેન્ટરની મુલાકાત લઈને ડૉક્યુમેન્ટ્સ રજૂ કરવાના હોય છે અને બાદમાં સ્થાનિક કૉન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ લેવાતા હોય છે.
અમેરિકામાં જ નિવાસ કરી રહેલા ઇમિગ્રન્ટ્સ અમેરિકા છોડીને દેશમાં પહોંચે અને કૉન્સ્યુલર પ્રોસેસિંગ કરી શકે છે અથવા અહીં રહીને એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસની અરજી કરી શકે છે.
સાર

ઇમિગ્રન્ટ તરીકે તમે કૉન્સ્યુલર પ્રોસેસ પસંદ કરશો તો તમારે ઘણા બધા ડૉક્યુમેન્ટ્સ, મેડિકલ એક્ઝામિનેશન અને ઇન્ટરવ્યૂમાંથી પસાર થવું પડશે. તેની સામે એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસ માટે લાયકાત હોય તો તમારે Form I-130ના એપ્રૂવલની રાહ જોવી પડે. એપ્રૂવલ પછી તમે નોટીસની કોપી તથા Form I-485 અને જરૂરી ડૉક્યુમેન્ટ્સ મોકલી શકો છો. તમે Form I-130 પણ તેની સાથે ફાઇલ કરીને સમગ્ર કાર્યવાહી એક સાથે કરી શકો છો.

મેરેજ ગ્રીન કાર્ડ મેળવવા માટે એ સાબિત કરવું પણ જરૂરી છે કે વ્યક્તિ પોતાના જીવનસાથીનો આર્થિક રીતે નિભાવ કરી શકે તેમ છે.

ગ્રીન કાર્ડ અથવા ઇમિગ્રેશન તથા નેશનાલિટીના કાયદાઓ વિશે કોઈ પણ સવાલો હોય અને તમને, તમારા પરિવાર અને મિત્રોને તે કેવી રીતે લાગુ પડી શકે છે તેની જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Groupના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com.

Gujarat Times: https://gujarattimesusa.com/green-card-through-marriage-how-to-get-a-u-s-marriage-green-card/