પહેલી ઑક્ટોબર ૨૦૨૧થી નવું સરકારી નાણાકીય વર્ષ શરૂ થશે. આ વર્ષ રોજગારી આધારિત વીઝા મેળવવા માગતા પ્રોફેશનલ્સ માટે નવીન તકો લઈને આવશે, કેમ કે હાલમાં એમ્પ્લોયમેન્ટ બેઝ ૧૪૦,૦૦૦ વ્યક્તિઓને વીઝા અપાય છે તે બમણા કરીને ૨૯૦,૦૦૦ થશે. ગ્રીન કાર્ડધારકો તથા અમેરિકન નાગરિકોના સગાઓ તરફથી અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ કોવીડ-૧૯ને કારણે તે અટકી પડી હતી તે અરજીઓનો ભરાવો થયો છે. તેનો નિકાલ લાવવા સંખ્યા બમણી કરવામાં આવી રહી છે.
રોજગારી આધારિત ઇમિગ્રેશનનો લાભ કોને મળે
આરોગ્ય ક્ષેત્રમાં અને કમ્પ્યુટર પ્રોગ્રામર્સને સ્પોન્સર્સ કરવા માટે અમેરિકન કંપનીઓ દર વર્ષે મોટી સંખ્યામાં અરજી કરે છે. આ લોકો ગ્રીન કાર્ડ માટે વેઇટિંગમાં છે તેમને સ્પોન્સર કરવામાં આવતા હોય છે. કોરોના સંકટને કારણે ડોક્ટર્સ, નર્સીઝ અને આરોગ્ય કર્મચારીઓની અછત પણ વર્તાઈ હતી. તેથી હેલ્થ પ્રોફેશનલ્સની જરૂર વર્તાઈ છે.
પ્રોફેશનલ્સ માટે એમ્પ્લોયમેન્ટ બેઝ EB-3 કેટેગરીમાં ગ્રીન કાર્ડ મેળવવા માટેનું હાલનું સ્ટેટસ કરન્ટ છે. તેનો અર્થ એ થયો કે સરકાર પેપર વર્ક માટે જેટલો સમય લગાડે તેટલો લાગી શકે છે. રજિસ્ટર્ડ નર્સીઝ માટે અમેરિકન એમ્પ્લોયર Form I-140 ફાઇલ કરે તે સાથે પ્રોસેસ શરૂ થતી હોય છે. અહીં એમ્પ્લોયર પ્રિમિયમ પ્રોસેસિંગ પણ કરાવી શકે છે. ત્યારબાદ USCIS આ પિટિશન ન્યૂ ઇંગ્લેન્ડના નેશનલ વીઝા સેન્ટર (NVC) પર મોકલવામાં આવે છે. NVC સમક્ષ નર્સે ઘણી માહિતી રજૂ કરવાની હોય છે.
NVC અરજી મળ્યા બાદ જે તે દેશોમાં યુએસ કોન્સ્યૂલેટ/એમ્બેસી સાથે સંપર્ક કરીને નર્સ, તેના જીવનસાથી અને સંતાનો માટેના ગ્રીન કાર્ડ ઇન્ટવ્યૂ માટે જાણ કરે છે. ગ્રીન કાર્ડ માટેની અરજી એપ્રૂવ થાય તે પછી આ પરિવાર અમેરિકા આવવા માટે અરજી કરી શકે છે.
નર્સ માટે PERM એપ્લિકેશન
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ લેબર (DOL) તરફથી નર્સના પ્રોફેશનને શોર્ટેજ કેટેગરીમાં મૂકેલો છે. તેથી નર્સની ભરતી માટે અમેરિકન નાગરિકો મળતા નથી તે એમ્પ્લોયરે સાબિત કરવાનું રહેતું નથી.
આ સિવાયના કામકાજ માટે એમ્પ્લોયરે PERM લેબર સર્ટિફિકેશન પ્રોસેસ કરવાની હોય છે. PERM પ્રોસેસ હેઠળ એ ખાતરી આપવાની હોય છે કે ઇમિગ્રન્ટ વર્કર્સને કારણે અમેરિકાના નાગરિકોની રોજગારી, પગારો વગેરે પર અવળી અસર પડવી જોઈએ નહીં.
લાયક અમેરિકન નાગરિકો નોકરી માટે નથી મળતા તેવું એમ્પ્લોયર સાબિત કરે તે પછી જ DDL તરફથી PERM એપ્લિકેશન મંજૂર થતી હોય છે. તેમાં સામાન્ય રીતે ૭થી ૧૦ મહિના લાગતા હોય છે. PERM એપ્રૂવલ પછી વીઝા પિટિશન માટે I-140 ફાઇલ કરવાનું હોય છે.
અમેરિકન એમ્પ્લોયર્સ શું કરી શકે
અમેરિકન કંપનીઓ ગ્રીન કાર્ડ માટે પ્રોફેશનલ્સને સ્પોન્સર કરે ત્યારે મોટા ભાગે તેમને ટેમ્પરરી વર્ક વીઝા મળતા હોય છે. તે પછી NVC અને યુએસ એમ્બેસીને બાયપાસ કરીને અમેરિકા છોડ્યા વિના સ્ટેટસ એડજસ્ટમેન્ટ માટે અરજી કરી શકે છે. જોકે નર્સની જગ્યા માટે ગ્રીન કાર્ડ મેળવવામાં ટેમ્પરરી વીઝા નથી મળતા એટલે નર્સીઝે પોતાના દેશમાં જ યુએસ કોન્સ્યૂલેટ/એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ આપવાનો રહે છે.
ઇમિગ્રેશન તથા વિવિધ કેટેગરીના વીઝા માટેની પ્રોસેસ વિશે તમારા મનમાં પ્રશ્નો હોય અથવા વધુ જાણકારી ઇચ્છતા હો અથવા તો તમને, તમારા પરિવારને તે કેવી રીતે તે અસર કરે છે તે જાણવા માગતા હો તો અમારા NPZ Law Groupના ઇમિગ્રેશન અને નેશનાલિટીના જાણકાર લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com