મેડિકલ અંગેના Form I-693ની વેલિડિટીમાં કામચલાઉ વધારો કરાયો

મેડિકલ તપાસ અને વેક્સિનેશન રેકર્ડ માટેના Form I-693ની વેલિડિટીનો સમયગાળો ૧૨ ઑગસ્ટ ૨૦૨૧થી બે વર્ષના બદલે ચાર વર્ષનો કરાયો છે. કોવીડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખીને યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝે (USCIS) આ નિર્ણય લીધો છે.

જો નીચેની શરતો પૂર્ણ થતી હશે તો USCIS Form I-693ને માન્ય ગણશેઃ

અરજદારે Form I-485, કાયમી વસાહત માટેની અથવા સ્ટેટસ એડજસ્ટ માટેની અરજી કરી હોય તેના પર ૬૦ દિવસ પહેલાંથી વધુની તારીખે સિવિલ સર્જનની સહી હોય;

સિવિલ સર્જનની સહીની તારખથી ચાર વર્ષથી વધારે સમય વિતિ ના ગયો હોય; અને

અરજદારના Form I-485 અંગે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ કે તે પહેલાંની તારીખે નિર્ણય લેવાઈ ગયો હોય.

કોવીડ-૧૯ને કારણે પ્રોસેસિંગના દિવસોમાં વિલંબ થયો હોવાથી અને અરજદાર જરૂરી મેડિકલ તપાસ કરાવી ના શક્યા હોવાથી આ નિર્ણય લેવાયો છે. સિવિલ સર્જનની સહી થઈ હોય તે પછી USCIS પૂર્ણ Form I-693ને બે વર્ષ માટે વેલિટ ગણતું હતું. સહી ૬૦ દિવસથી વધુ જૂની ના હોવી જોઈએ.

USCIS હાલમાં રોજગારી આધારિત સ્ટેટસ એડજસ્ટમેન્ટ માટેની FY 2005 પછીની સૌથી મોટી સંખ્યામાં અરજીઓ માન્ય કરવા માટેની કાર્યવાહી કરી રહ્યું છે USCISએ રોજગારી આધારિત સ્ટેટસ એડજસ્ટમેન્ટને પ્રાયોરિટી આપી છે, જેથી રોજગારી આધારિત વીઝા વણવપરાયેલા ના રહે અને તે માટે કાર્યવાહી પર ધ્યાન અપાઈ રહ્યું છે.

ગ્રીન કાર્ડ તરીકે ઓળખાતી સ્ટેટસ એડજસ્ટમેન્ટ માટેની અરજી તમે કરી રહ્યા હો, કાયમી વસાહત અથવા સ્ટેટસ એડજસ્ટ માટેનું Form I-485 ભરી રહ્યા હો તો તમારે સાથોસાથ Form I-693, મેડિકલ તપાસ અને વેક્સિનેશન રેકર્ડનો અહેવાલ ભરી દેવો જોઈએ. તેમ કરવાથી રિક્વેસ્ટ ફોર એવિડન્સ નહીં આવે અને વિલંબ ટાળી શકાશે.

ઇમિગ્રેશન અને નેશનાલિટી લોઝની પ્રોસેસ વિશે તમારા મનમાં પ્રશ્નો હોય અથવા વધુ જાણકારી ઇચ્છતા હો અને તમને, તમારા પરિવારને કેવી રીતે તે અસર કરે છે તે જાણવા માગતા હો તો અમારા NPZ Law Group ના ઇમિગ્રેશન અને નેશનાલિટીના જાણકાર લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (x104) . વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ www.visaserve.com

Gujarat Times: https://gujarattimesusa.com/uscis-temporarily-extending-validity-period-of-form-i-693/