બાયડન-હેરિસના શાસનમાં ઇમિગ્રેશનમાં શું ફેરફારો થઈ શકે

રિજવૂડમાં આવેલા NPZ law Groupના જણાવ્યા અનુસાર બાયડન અને હેરિસના શાસનમાં ઇમિગ્રેશનમાં કેટલાક મહત્ત્વના સુધારાઓ આવી શકે છે. ૨૦ જાન્યુઆરીએ જો બાયડન પ્રમુખપદ ધારણ કરે તેના ૧૦૦ દિવસમાં કેટલીક મહત્ત્વની જાહેરાત થવાની શક્યતા NPZના નિષ્ણાત લોયર્સ માની રહ્યા છે.

H1-B વીઝામાં પરિવર્તન ઃ વધુ કુશળ કર્મચારીઓ વીઝા મેળવી શકે તે માટે દરેક દેશ માટે ક્વોટા નક્કી કરવામાં આવેલો છે તે કદાચ હટાવી દેવાશે.

ફેમિલી આધારિત ઇમિગ્રેશનમાં પરિવર્તન – ગ્રીનકાર્ડ ધારકોનાં જીવનસાથીઓ અને અપરિણીત બાળકોને નીકટના સગાઓ તરીકેની ઓળખ અપાય તેવી શક્યતા છે.

મુસ્લિમ રાષ્ટ્રોના પ્રવાસીઓ પરનો પ્રતિબંધ હટી શકે – મુસ્લિમ દેશોના પ્રવાસીઓ પર પ્રતિબંધથી રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો થયો તેવા કોઈ પુરાવા ના હોવાથી તે પ્રતિબંધ હટી શકે છે

શરણાર્થીઓની સંખ્યા પરની મર્યાદા દૂર – રેફ્યુજીને પ્રવેશની સંખ્યા વધારીને ૧૨૫,૦૦૦ થઈ શકે.

CBP, ICE, અને ઇમ્રિગેશન કોર્ટની કામગીરીમાં સુધારો – ઇમિગ્રેશન સાથે જોડાયેલા કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) અને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) વિભાગ વધારે પ્રોફેશનલ ધોરણે કામ કરે કોઈ સાથે અમાનવીય વર્તન થાય તો તે માટે કર્મચારીને જવાબદાર ગણવા સુધીના પગલાં લઈ શકાય છે. એકમો પર પડાતાં દરોડા અને નફા સાથેના ડિટેન્શન સેન્ટરો બંધ થઈ શકે છે.

DACA ના ફરી અમલ – ઓબામા સરકાર વખતે લાગુ કરાયેલા ડિફર્ડ એકશન ફોર ચાઇલ્ડહૂડ અરાઇવલ્સ (DACA)ને ફરી અમલમાં મૂકાશે.

આ બધા સુધારાઓ વટહુકમથી આવે છે કે પછી તેના માટેના કાયદા સંસદમાં પસાર કરાય છે તે જોવાનું રહે છે.

દરમિયાન, સંભવિત ફેરફારોથી તમારા ઇમિગ્રેશન સ્ટેટસમાં શું અસર થઈ શકે છે તેની ચિંતા હોય તો માર્ગદર્શન માટે NPZ Law Groupના લોયર્સ સહાયરૂપ થઈ શકે છે. NPZ Law Group VISASERVEના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સના માર્ગદર્શન માટે ઇમેઇલ કરો info@visaserve.com અથવા ફોન કરો – 201-670-0006 (x104). અમારી વેબસાઇટ www.visaserve.com પણ માહિતી માટે જોઈ શકો છો