ફોરેન ટેલેન્ટને આકર્ષવા અને ટકાવી રાખવા માટે USCISની પહેલ

અમેરિકામાં સાયન્સ, ટેક્નોલૉજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM) ટેલેન્ટને આકર્ષવા અને તેને જાળવી રાખવા માટે લેવાયેલા પગલાંની એક ઝલક અમેરિકાની સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS)એ 28 જુલાઈ, 2022ના રોજ ઓનલાઇન મૂકી હતી. આ ક્ષેત્રોમાં કુશળ લોકો અમેરિકા આવે અને ટકી જાય તે માટે શું પગલાં વિચારાયા છે તેની આ વિગતોનો સાર અહીં રજૂ કરીએ છીએ

વધુ 22 ક્ષેત્રોમાં STEM F-1 સ્ટુડન્ટ્સ માટે વધુ તકો આપવામાં આવી છે. STEM માટેના આ વિશેષ ફિલ્ડમાં ડિગ્રી મેળવનાર F-1 સ્ટુડન્ટ્સ STEM OPT પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં વધુ 36 મહિના માટે રહી શકે છે. ઓપ્શન પ્રેક્ટિકલ ટ્રેનિંગ પૂરી કરવા માટે આટલા મહિના વધારે મળશે.

નવા મલ્ટિડિસિપ્લિનરી અને ઇમર્જિંગ ફિલ્ડ્સ ઉમેરવામાં આવ્યા છે, તેના કારણે વિદેશની ટેલેન્ટ અમેરિકા તરફ આકર્ષાશે અને અમેરિકાના અર્થતંત્ર તથા ટેક્નોલૉજી ક્ષેત્રને વધારે સ્પર્ધાત્મક બનાવશે એમ વહિવટીતંત્ર માને છે.
J-1 યુનિવર્સિટી સ્ટુ઼ડન્ટ્સ માટે ડૉક્ટરેટ મેળવતા પહેલાંની STEM એકેડેમિક ટ્રેનિંગ લેવાની હોય છે તેનો સમયગાળો 18 મહિનાથી વધારીને 36 મહિનાનો કરવામાં આવ્યો છે.

આ ટ્રેનિંગ એક્સટેન્શન કામચલાઉ ધોરણે લાગુ પડાયું છે (2021-2022 અને 2022-2023ના શૈક્ષણિક વર્ષ માટે જ છે). 36 મહિના અથવા કોર્સનો સમયગાળો કેટલો છે તે બેમાંથી ઓછું હોય તેટલો સમય અમેરિકા રહી શકાશે.

એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી હેઠળ કરાતી અરજી O-1 માટે કેટલીક સૂચના જાહેર થઈ છેઃ

● O-1A માટેના ક્રાયટેરિયા પોતે પૂર્ણ કરી શકશે તેના પુરાવા પિટિશનરે આપવાના રહેશે
● પોતાના ક્ષેત્રમાં અમુક ક્રાયરેટિયા લાગુ પડતા નથી તેવું પિટિશનર દર્શાવે ત્યારે તેની ખરાઈ થઈ શકે તેવા પુરાવા આપવાના રહેશે
● કોઈ વિશેષ લાયકાતની બાબતમાં દાવો થયો હોય ત્યારે તેના સ્કીલ સેટ, એક્સપર્ટાઇઝ અને જ્ઞાનની ચકાસણી ઓફિસર્સ કરશે
● STEM રિસર્ચ માટે ગ્રાન્ટ મેળવવાની હોય ત્યારે તેના લાભાર્થી પોતાના ફિલ્ડમાં ટોપ પર છે તેવું દર્શાવવું પડશે.

નેશનલ ઇન્ટરેસ્ટમાં વેઇવર માટેની પિટિશન્સ માટે પણ STEM અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જે પ્રમાણેઃ

● નિશ્ચિત ફિલ્ડમાં પ્રગતિ કરી શકાય છે તેવું Ph.D. ડિગ્રી પરથી સાબિત થતું હોવું જોઈ.
● વેઇવર માટે સરકારી કે અર્ધ સરકારી એજન્સી માટે ભલામણ પત્ર હોય તેનાથી નિર્ણય લેવામાં હકારાત્મક અસર પડી શકે છે.
● અન્ય ક્ષેત્ર કરતાં એન્ટ્રપ્રન્યોરશીપમાં અલગ પ્રકારના સંજોગો છે અને Matter of Dhanasar ફ્રેમવર્ક કેવી રીતે લાગુ પડશે તે પણ જણાવાયું છે.

આઉટસ્ટેન્ડિંગ પ્રોફેસર અથવા રિસર્ચર અને એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી વીઝા માટેની માર્ગદર્શિકા જોઈએ તોઃ

● આ પ્રકારની વિશેષ લાયકાત સાથે વીઝા માટે અરજી થાય ત્યારે પ્રોફેસર કે રિસર્ચરના અભ્યાસ લેખો છપાયા જ હોય તેવું જરૂરી નથી. તેના બદલે આવી વ્યક્તિની વિશેષતા અને સિદ્ધિઓ વિશે વીડિયો કે ઓડિયો સમાચાર હોય તેની ટ્રાન્સસ્ક્રિપ્ટ પણ ચાલે.
● વિશેષ કુશળતા માટે વીઝાની અરજી થાય ત્યારે અમુક સંસ્થા કે વિભાગોમાં અગત્યની ભૂમિકા વિશેની પોતાની લાયકાતને દર્શાવી શકાય છે.

આ પ્રકારના અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લૉઝ તમને તથા તમારા મિત્રો અને પરિવારને કઈ રીતે અસરકર્તા બની શકે છે તે વિશે માર્ગદર્શન માટે તમે અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.