ફૂડ અને ડ્રગ ઇન્ડસ્ટ્રીમાં વીઝા માટે કેવા વિકલ્પો છે

અમેરિકામાં ફૂડ અને ડ્રગ ઇન્ડસ્ટ્રીમાં ભારે સ્પર્ધા છે અને વિદેશથી પણ પ્રતિભાઓને આવકારે છે. આ ક્ષેત્રના કેવા પ્રકારના વીઝા મળે છે તે જાણી લેવું ઉપયોગી થશે. આ ક્ષેત્રની કંપનીઓ પણ સ્પર્ધામાં આગળ રહેવા માટે કઈ કેટેગરીમાંથી ટેલેન્ટ આકર્ષી શકાય તેની સ્ટ્રેટેજી ઘડી શકે છે.

નોન-ઇમિગ્રન્ટ (ટેમ્પરરી) વીઝા હેઠળ H-1B – સ્પેશ્યાલિટી ઑક્યુપેશન

સ્પેશ્યાલિટી ઑક્યુપેશન ગણાય તેના માટે આ વીઝા છે. તેના માટે નીચેની બાબતો જરૂરી છે:

– વિશેષ જ્ઞાનની જરૂર પડતી હોય તેવા ક્ષેત્રમાં થિયરી અને પ્રેક્ટિકલ રીતે કામ કરી શકનારા
– તે માટે કમસે કમ બેચલરની ડિગ્રી કે તેનાથી ઊંચી ડિગ્રી જોઈએ (અથવા તેને સમકક્ષ કાર્યાનુભવ જોઈએ)

વિદેશી ટેલેન્ટ માટે મોટા ભાગે H-1B વીઝાનો આધાર લેવાતો હોય છે. અહીં કોઈને નોકરી આપવામાં આવે ત્યારે કંપનીએ દર્શાવવું પડતું હોય છે કે પ્રવર્તમાન પગાર આપવામાં આવે. આ કેટેગરીમાં નીચેના ક્ષેત્રમાં વીઝા મળી શકે છેઃ

– જુદા જુદા ફિલ્ડમાં એન્જિનિયર્સ
– સપ્લાય ચેઈનના પ્રોફેશનલ્સ
– ફૂડ અને ડ્રગ વિજ્ઞાની અને રિસર્ચર્સ
– વેટરનેરિયન્સ

પ્રોફેશન્લસ માટેના H-1B વીઝાની જોકે વાર્ષિક મર્યાદા 65,000 વીઝાની છે અને માસ્ટર્સ કે તેનાથી ઊંચી ડિગ્રી માટે વધારાના 20,000 વીઝા સહિત કુલ 85,000 વીઝા જ દર વર્ષે આપવામાં આવે છે.

અમેરિકામાં H-1B વીઝા પર કામ કરનારા કંપની બદલી શકે છે. પરંતુ તે માટે નવી કંપનીએ કર્મચારી વતી પિટિશન કરવાની હોય છે. સાથે જ કામનો પ્રકાર બદલાવાનો હોય તો તે દર્શાવવું પડે અને પ્રવર્તમાન પગાર અપાશે તેની પણ ખાતરી આપવાની હોય છે.

H-1B1 – ચીલી અને સિંગાપોર માટે

સિંગાપોર અને ચીલીના નાગરિકો H-1B માટે લાયક હોય ત્યારે H-1B1 સ્ટેટસ મેળવી શકે છે.

E-3 – ઓસ્ટ્રેલિયા માટે

ઓસ્ટ્રેલિયાના નાગરિકો H-1B માટે લાયક હોય ત્યારે E-3 સ્ટેટસ મેળવી શકે છે.

TN – મેક્સિકો અને કેનેડા માટે

ચોક્કસ ક્ષેત્રોમાં કામ કરી રહેલા મેક્સિકો અને કેનેડાના નાગરિકોને અમેરિકામાં વર્ક ઑથોરાઇઝેશન મળી શકે છે. આ નાગરિકોને ફૂડ અને ડ્રગ ઇન્ડસ્ટ્રીમાં વિશેષ તકો રહેલી છે. તેની એક ટૂંકી યાદી નીચે આપી છે. આના માટે બેચલરની ડિગ્રી જોઈએ અને અમેરિકામાંથી કોઈ કંપની નોકરી આપવા માટે તૈયાર હોવી જોઈએ.

– બાયોલૉજિસ્ટ
– ડેરી સાયન્ટિસ્ટ
– એનિમલ બ્રિડર
– પૉલ્ટ્રી સાયન્ટિસ્ટ
– હોટ્રીકલ્ચરિસ્ટ
– પ્લાન્ટ બ્રિડર
– સૉઇલ સાયન્ટિસ્ટ

L-1 – ઇન્ટ્રાકંપની ટ્રાન્ફસર

વિશેષ લાયકાતના ક્ષેત્રમાં મેનેજર કે એક્ઝિક્યુટિવ તરીકે કામ કરનારા માટે આ વીઝા છે. વિદેશમાં આવું કામ 12 મહિનાથી કર્યું હોય તેમને એફિલિયેટ, પેરન્ટ, સબ્સિડરી કે બ્રાન્ચ ઓફિસમાં મૂકવા માટે આ કેટેરગી છે.

F-1 – ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ

જે વિદ્યાર્થીઓએ F-1 વીઝા મેળવ્યા હોય તે મર્યાદિત રીતે કામ કરી શકે છે. તેઓ ગ્રેજ્યુએશન પછી ઑપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) માટે એક વર્ષ કામ કરી શકે છે. આ કામ તેના અભ્યાસને અનુરૂપ હોવું જોઈએ. STEM સ્ટુડન્ટ્સ 24 મહિના સુધી કામ કરી શકે છે.

B-1 – બિઝનેસ વિઝીટર્સ

મર્યાદિત સમય માટે બિઝનેસ હેતુ સાથે અમેરિકાની મુલાકાત માટે B-1 વીઝા છે. વધુમાં વધુ એક વર્ષ અને બાદમાં જરૂર હોય તે પ્રમાણે જ વીઝા લંબાઈ શકે છે.

ગ્રીન કાર્ડની પ્રોસેસ

ઉપરના વીઝા મર્યાદિત સમય માટે હોય છે, પણ કોઈ કંપની કર્મચારીને લાંબો સમય રાખવા માગતી હોય તો પીઆર એટલે કે ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. જોકે તેમાં વર્ષો લાગી જતા હોય છે – ખાસ કરીને ચીન અને ભારતીયોને બહુ વિલંબ થાય છે.

ગ્રીન કાર્ડ અથવા LPR પ્રોસેસ માટે 3 સ્ટેપ્સ હોય છે.

– અમેરિકાના શ્રમ મંત્રાલયમાં PERM લેબર સર્ટિફિકેટની અરજી

– USCISમાં ઇમિગ્રન્ટ વીઝા માટે I-140 ફોર્મ સાથે અરજી

– એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસ માટેની I-485 એપ્લિકેશન.

કર્મચારીની ભરતી, કામની મંજૂરી અને I-9ની શરતો પૂર્ણ કરવી

કર્મચારીની ભરતી કરતી વખતે કર્મચારીઓને બે પ્રશ્નો પૂછવાના હોય છે.

– તમે અમેરિકામાં રોજગારી માટે લાયક છો?

– ભવિષ્યમાં તમને સ્પોન્સરશીપની જરૂર પડશે?

વિદેશી કર્મચારીની ભરતી પછી કંપનીએ ઓળખનું અને વર્ક ઑથોરાઇઝેશનનું Form I-9 ભરીને રાખવું જરૂરી છે. કંપનીએ કર્મચારીઓ માટેનું I-9 બરાબર ભરાયેલું છે કે નહીં તે ચકાસી લેવાનું હોય છે. તે માટે દસ્તાવેજો રજૂ કરાયા હોય તે સંબંધિત છે તે ચકાસવાનું હોય છે અને દરેક દસ્તાવેજ રિઝનેબલી જેન્યુઇન લાગે છે કે નહીં તેની ખાતરી કરવાની હોય છે.

અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લૉઝ વિશેના આ પ્રકારના કાયદા વિશે તમારા મનમાં પ્રશ્નો હોય તો અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટ