પ્રેસિડેન્શિયલ કન્ટ્રી બાનથી મુશ્કેલીઓ આવી હતી, પણ તે પ્રતિબંધો દૂર થયા પછી કેટલીક વીઝા કેટેગરીમાં ફાયદો થશેઃ ખાસ કરીને ભ્-વીઝા ગ્રુપને. આ વીઝા હેઠળ જો વેક્સિન પૂરી લઈ લેવામાં આવી હોય તો ખેલાડીઓ, કલાકારો, મનોરંજન ગ્રુપ વગેરેને અમેરિકા આવી પરફોર્મન્સ કરવાની છૂટ મળે છે.
P-વીઝા ગ્રુપ હેઠળ ચાર કેટેગરીમાં વીઝા મળે છે. NPZ ગ્રુપના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સ આ દરેક વિશે વિગતે નીચે પ્રમાણે સમજણ આપી રહ્યા છે.
P-1A અને P-1B વીઝા શું છે?
P-વીઝા ગ્રુપની બધી જ કેટેગરીમાં કામચલાઉ નોન-ઇમિગ્રન્ટ વીઝા મળે છે. અમુક કાર્ય માટે અમેરિકા આવવા વ્યક્તિ કે સમૂહને વીઝા મળે છે. P-1A કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત એથ્લિટને વીઝા મળે છે. એ જ રીતે મનોરંજનના ક્ષેત્રમાં જાણીતા બનેલા ગ્રુપને P-1B હેઠળ વીઝા મળે છે.
P-2 વીઝા શું છે?
મનોરંજનકાર અથવા કલાકારને વ્યક્તિગત રીતે કે સમૂહના હિસ્સા તરીકે P-2 વીઝા મળે છે. એક્સચેન્જ પ્રોગ્રામના ભાગરૂપે અમેરિકામાં કાર્યક્રમો આપવા માગનારાને આ વીઝા મળતા હોય છે.
P-3 વીઝા શું છે?
સાંસ્કૃતિક રીતે અનોખો કાર્યક્રમ આપવા, તે શીખવવા કે તાલીમ આપવા માટે કોઈ મનોરંજનકાર કે કલાકાર અમેરિકા આવવા માગે તો તેને P-3 વીઝા આપવામાં આવે છે.
P-3 વીઝા માટે કોણ લાયક ગણાય?
સાંસ્કૃતિક રીતે અગત્યના પરંપરાગત, પ્રાચીન, લોકસાહિત્ય, નાટ્ય અથવા સંગીતના અનોખા કાર્યક્રમ માટે, તેને વિકસિત કરવા, તેનું વિવેચન કરવા, તાલીમ આપવા માટે જે વ્યક્તિ લાયક હોય તે ભ્-૩ વીઝા માટે લાયક ગણાય છે. પોતાના કાર્યના સંબંધમાં એકથી વધારે કાર્યક્રમમાં તે વ્યક્તિએ ભાગ લેવો જરૂરી ગણાય છે.
P-3 વીઝા કેવી રીતે મેળવવા?
P-3 વીઝાને સ્પોન્સર કરનાર સંસ્થા કે કંપનીએ એક કલાકાર માટે કે કલાકારોના સમૂહ માટે પિટિશન ફાઇલ કરવાની હોય છે. પિટિશનની સાથે જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરવાના હોય છે, જેમ કેઃ
કરાર થયા હોય તે
યોગ્ય શ્રમ સંસ્થા સાથે લેખિતમાં કન્સલ્ટેશન
કાર્યક્રમો અને પ્રવૃત્તિઓની વિગતો, જેમાં દરેકની અલગથી ટૂંકી વિગતો આપવાની રહે
વ્યક્તિ કે તેના સમૂહ પાસે રજૂઆત, પરફોર્મ, તાલીમ, શિક્ષણ આપવાની ક્ષમતા છે તેનું સ્પેશ્યલિસ્ટ દ્વારા અપાયેલું સર્ટિફિકેટ તથા પત્રો
આ કાર્યક્રમો કે પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક રીતે અનોખા હશે તે સાબિત કરતું સાહિત્ય અને પુરાવા.
આ રીતે P-3 વીઝા મેળવી શકનારા કલાકારો તેમના જીવનસાથી અને ૨૧ વર્ષથી ઓછી ઉંમરના સંતાનો માટે નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ સાથેના વીઝા મેળવી શકે છે, જે P-4 કેટેગરી હેઠળ આપવામાં આવે છે.
અમેરિકા અને કેનેડાના આ પ્રકારના વીઝા મેળવવા માટે વધારે માહિતી માટે તમે NPZ લો ગ્રૂપના અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટીના જાણકાર લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com
Gujarat Times: https://gujarattimesusa.com/what-you-must-know-about-the-return-of-the-p-3-visa-an-overview-by-the-npz-law-group/