USCIS તરફથી જાહેરાત કરવામાં આવી છે કે નાણાકીય વર્ષ 2023 માટેના H-1B વીઝા માટેનું પ્રારંભિક રજિસ્ટ્રેશન પહેલી માર્ચથી શરૂ થશે. 18 માર્ચ 2022 (ઇસ્ટર્ન સમય પ્રમાણે બપોર) સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. USCISની ઓનલાઇન સિસ્ટમ પર અરજદાર પોતે અથવા તેમના પ્રતિનિધિ H-1B રજિસ્ટ્રેશન કરી શકાશે.
રજિસ્ટ્રેશન થઈ જાય ત્યારે USCIS તેને કન્ફર્મેશન નંબર આપશે. આ નંબર માત્ર રજિસ્ટ્રેશનને ટ્રેક કરવા માટે છે, તેના આધારે કેસ સ્ટેટસ જાણી શકાશે નહીં.
H-1B કેપ સબ્જેક્ટ પિટિશનર અથવા તેમના પ્રતિનિધિએ myUSCIS ઓનલાઇન એકાઉન્ટનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિકલી રજિસ્ટ્રેશન કરાવવાનું છે. આ માટેની $10 ડૉલરની રજિસ્ટ્રેશન ફી ભરવાની છે. દરેક બેનિફિશયરી માટે આટલી ફી ભરવાની છે. અમેરિકન નોકરીદાતા, તેમના પ્રતિનિધિ જેમને રજિસ્ટ્રન્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે તેઓ જાતે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. 21 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રન્ટન્ટ પોતાનું નવું એકાઉન્ટ ખોલાવી શકશે.
પ્રતિનિધિઓ પોતાના એકાઉન્ટ્સમાં ક્લાઇન્ટ્સને જોડી શકે છે, પરંતુ પ્રતિનિધિ અને રજિસ્ટ્રન્ટન્ટ બંનેએ પહેલી માર્ચ સુધી રાહ જોવી પડશે અને પછી $10ની ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એક જ ઓનલાઇન સેશનમાં એકથી વધુ વ્યક્તિઓ માટે રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ફાઇનલ પેમેન્ટ પહેલાં રજિસ્ટ્રેશનની વિગતોને ચકાસી શકાશે, એડિટ કરી શકાશે અને ડ્રાફ્ટ રજિસ્ટ્રેશન સ્ટોર પણ કરી શકાશે.
18 માર્ચ સુધીમાં USCISને પૂરતા પ્રમાણમાં રજિસ્ટ્રેશન મળી જશે તો પછી રેન્ડમલી રજિસ્ટ્રેશન સિલેક્ટ કરીને પસંદ કરાયેલા રજિસ્ટ્રેશન માટે myUSCIS ઓનલાઇન એકાઉન્ટથી જાણ કરવામાં આવશે. 31 માર્ચ સુધીમાં જાણ કરવામાં આવશે તેવી USCISની ધારણા છે.
અમેરિકાના ઇમિગ્રેશન લૉ તથા વીઝા પ્રોસેસિંગ માટે આ પ્રકારની માહિતી તમે તમારા માટે, તમારા પરિવાર અને મિત્રો માટે મેળવવા માગતો હો કે તેની વિશેષ જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group – VISASERVEના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com.