USCIS ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ જાહેરાત કરી છે કે પહેલી માર્ચ ૨૦૨૧થી શરૂ થનારા નેચરલાઇઝેશન સિવિસ્ટ ટેસ્ટ ફરીથી ૨૦૦૮ના વર્ઝન પ્રમાણે જ થશે. પહેલી ડિસેમ્બર ૨૦૨૦ના રોજ USCIS નવા ટેસ્ટ (2020 civic test)ની જાહેરાત કરી હતી, પણ તેનો અમલ હવે નહીં થાય.
નવી પદ્ધતિના ટેસ્ટના કારણે નેચરલાઇઝેશનની પ્રક્રિયામાં અવરોધ આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. લિગલ ઇમિગ્રેશન સિસ્ટમ્સને ફરી વિશ્વસનીય બનાવવાના હેતુ સાથે નવી સરકારે વટહુકમ બહાર પાડ્યો હતો તેને અનુસંધાને જૂની પદ્ધતિ ફરી અપનાવાઈ છે. અવરોધો ઊભા ના થાય અને સૌ લાયક ઉમેદવારને લાભ મળે તેવા સુધારા કરવા માટે વટહુકમમાં જણાવાયું હતું.
૨૦૦૮માં તૈયાર થયેલો સિવિક્સ ટેસ્ટ ૧૫૦ સંગઠનો, નિષ્ણાતો, શિક્ષણશાસ્ત્રીઓ, ઇતિહાસકારો વગેરે સાથે ચર્ચાવિમર્શ કરીને વર્ષોના પ્રયાસ પછી તૈયાર કરાયો હતો. તેથી પ્રેસિડન્ટ બાયડનની વિનંતી પ્રમાણે પ્રોસેસને ફરી સૌ માટે સુલભ બનાવવા ફેરફાર કરાયો છે.
સિટીઝનશીપ માટે અરજી કરે તેણે સિવિક્સ ટેસ્ટ આપવાનો હોય છે. અરજદારે અમેરિકાનો ઇતિહાસ, તેના સિદ્ધાંતો, સરકારનું સ્વરૂપ વગેરે બાબતોની પાયાની સમજ હોવી જોઈએ. નાગરિક બનવા માગતી વ્યક્તિ આ દેશ સાથે એકરૂપ થઈ જવા માગે છે તે સુનિશ્ચિત કરવા ટેસ્ટ લેવાતો હોય છે.
પહેલી ડિસેમ્બર કે તે પછી અરજી કરી હોય તેમણે ૨૦૨૦ પદ્ધતિએ ટેસ્ટ આપવા માટે તૈયારી કરી હોય; તે શક્યતાને ધ્યાનમાં લઈને તેમને વિકલ્પ આપવામાં આવશે કે તેઓ ૨૦૨૦ પ્રમાણે અથવા ૨૦૦૮ પ્રમાણેનો કોઈ પણ ટેસ્ટ આપી શકે છે. આ રીતે વચ્ચેના સમયગાળામાં બંનેમાંથી કોઈ પણ ટેસ્ટ આપી શકાશે. તે પછી ૧૯ એપ્રિલ, ૨૦૨૧થી ૨૦૨૦ ટેસ્ટને ધીમે ધીમે બંધ કરી દેવાશે. ૧ માર્ચ, ૨૦૨૧ અને તે પછીના દિવસે અરજી કરનારાએ ૨૦૦૮ પ્રમાણે ટેસ્ટ આપવાનો રહેશે.
ઇમિગ્રેશન તથા નેશનાલિટીના કાયદાઓ અંગે તમારા મનમાં કોઈ પણ સવાલો હોય તે માટે તથા તેના વિશે વધુ જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group VISASERVE લોયર્સનો સંપર્ક કરી શકો છો. વધુ જાણકારી માટે ઇમેઇલ કરો info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (x104) અમારી વેબસાઇટ પણ જોઈ શકો છો – www.visaserve.com
Source: https://gujarattimesusa.com/uscis-reverts-naturlization-civics-test-to-2008-version/ (Gujarat Times)