આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે કેટલા H-1B વીઝા આપવાના જરૂરી બનશે તે માટેની ગણતરી માંડવાનું USCIS તરફથી શરૂ થઈ ગયું છે. અરજી કરવામાં આવી હોય તેમાંથી સ્વીકારી લેવાયેલી, રદ થયેલી અને આગલા વર્ષોના રિવોકેશનને ધ્યાનમાં રાખીને સંખ્યા નક્કી કરાશે. તેના આધારે લોટરીથી વીઝા નક્કી કરવામાં આવશે.
પ્રારંભિક લોટરીથી સિલેક્શન માટેની વ્યવસ્થા માટે માર્ચ ૨૦૨૧માં અરજી કરનારા H-1B ઇચ્છુકોનું રજિસ્ટ્રેશન કરાયું હતું. રજિસ્ટ્રેશન થયા પછી આગામી વર્ષની પસંદગી માટે પ્રારંભિક રાઉન્ડમાં ચકાસણી કરવામાં આવી હતી. પસંદ કરાયેલા રજિસ્ટ્રેશન પછી અરજદારોની પિટિશન્સ લેવામાં આવી હતી. તે પછી પણ વીઝા ઉપલબ્ધ હતા તે સંખ્યાને ધ્યાનમાં રાખીને અગાઉ ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન થયા હતા તેમાંથી રેન્ડમલી પસંદ કરાયેલા ગ્રૂપમાંથી લોટરી ડ્રો ૨૮મી જુલાઈએ કરવામાં આવ્યો હતો.
આ રીતે H-1B વીઝા માટેની લોટરીનો સેકન્ડ રાઉન્ડ કરવામાં આવ્યો. આ લોટરીમાં પસંદ કરાયેલા અરજદારોનું સ્ટેટસ અપડેટ કરી દેવાશે. myUSCIS એકાઉન્ટમાં સ્ટેટસ અપડેટ કરાશે અને તેમાં અરજદારને જણાવાશે કે રજિસ્ટ્રેશનના નવા રાઉન્ડમાં તમારી પસંદગી થઈ છે. આ રીતે બીજા રાઉન્ડમાં પસંદ થયેલા વધારાના રજિસ્ટ્રેશનના અરજદારોને ૨૦૨૨ના નાણાકીય વર્ષ માટે પિટિશન ફાઇલ કરવા માટે લાયક ગણાશે.
બીજી ઑગસ્ટથી તેની શરૂઆત થઈ ગઈ છે અને ૩ નવેમ્બર સુધી પિટિશન ફાઇલ કરી શકાશે. યોગ્ય પેપર ફોર્મેટમાં રજિસ્ટ્રેશનની કોપીની પ્રિન્ટ જોડવાની રહેશે. પિટિશનરોએ પુરાવા માટેના સ્ટાન્ડર્ડ ફોર્મ્સ ભરવાના રહેશે. એડવાન્સ ડિગ્રી એક્ઝમ્પશન માટે લાયક હોય તેમણે પણ જરૂરી ફોર્મ્સ ભરવાના રહેશે.
H-1B વીઝા, તેની પિટિશન અને અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોઝ વિશે વધુ જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group VISASERVE લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com
Gujarat Times: https://gujarattimesusa.com/h-1b-second-round-lottery-for-the-2022-fiscal-year/