ડિસેમ્બરથી લાગુ પડશે USCISના પબ્લિક ચાર્જ ઇનએડમિસિબિલીટી

અમેરિકાની સિટીઝનશીપ અને ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) તરફથી પબ્લિક ચાર્જ ઇનએડમિસિબિલીટીના નિયમો જાહેર થયા છે તે ડિસેમ્બરથી લાગુ પડશે. તમે અમેરિકામાં પ્રવેશ માટે અથવા કાયદેસરના કાયમી વસાહતી બનવા માટે અરજી કરો ત્યારે જો તમે “પબ્લિક ચાર્જ બનો તેવી શક્યતા છે” એવું USCIS લાગે ત્યારે તે અંગે નિર્ણય કરી શકે છે. પબ્લિક ચાર્જનો અર્થ એ કે તમારે કદાચ સરકારી સહાય પર નિર્ભર રહેવું પડશે એવું USCIS નક્કી કરી શકે છે.

23 ડિસેમ્બર, 2022થી નિયમ લાગુ પડશે અને તે દિવસે કે તેના પછી થયેલી અરજીઓ માટે તેનો અમલ થશે. તે અગાઉની અરજીઓ માટે USCIS 1999ના ઇન્ટરીમ ફિલ્ડ ગાઇડન્સ અનુસાર કામ કરશે, જે 9 માર્ચ, 2021થી અમલમાં છે.

કોઈને અમેરિકામાં પ્રવેશ કે કાયમી વસાહત માટે નિર્ણય કરવાનો હોય ત્યારે તેનો બોજ સરકાર પર ના પડે, રાષ્ટ્રના હિતો સચવાય તે નિર્ણય કરવા આવું જરૂરી છે. સાથે જ કાયદેસર રીતે સરકારી લાભો લેવા માટે લાયક હોય તે લોકો પણ ઘણી વાર પબ્લિક ચાર્જનો નિયમ લાગુ પડશે એ ભયે લાભો લેવા માટે અરજી કરતા નથી.

આ સંજોગોમાં નીચેની બાબતોને USCIS તરફથી ધ્યાને લેવામાં આવશે:

– અરજદારની ઉંમર, સ્વાસ્થ્ય, પરિવારની સ્થિતિ, આર્થિક સ્થિતિ, શિક્ષણ અને કુશળતા;
– શું સ્પોન્સર તરફથી સેક્શન 213A અનુસાર (જરૂર હોય ત્યારે) તમારા માટે Form I-864 ફાઇલ થયું છે કેમ; અને
– શું તમે સપ્લિમેન્ટલ સિક્યુરિટી ઇન્કમ (SSI); ટેમ્પરરી આસિસ્ટન્ટ ફોર નીડી ફેમિલીઝ (TANF) અનુસાર રોકડ સહાય; અથવા જનરલ આસિસ્ટન્સ કહેવાતી રાજ્ય, સ્થાનિક, પ્રાદેશિક કે ટ્રાઇલ રોકડ સહાય મેળવી છે કે મેળવી રહ્યા છો ખરા.

તમે સરકાર પર બોજ નહીં બનો તે નક્કી કરવા USCIS કઈ બાબતોને ધ્યાનમાં નહીં લે પણ જોઈએ:

– તમારા પરિવારને મળી રહેલા બેનિફિટ્સ;
– પોષણ અંગનો SNAP પ્રોગ્રામ કે અન્ય કોઈ પ્રોગ્રામ;
– બાળકોના હેલ્થ ઇન્સ્યોરન્સ CHIP પ્રોગ્રામના લાભ;
– મેડિકેઇડ (લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું હોય તે સિવાય);
– હાઉસિંગ બેનિફિટ્સ;
– ચેપી રોગ અંગેના ટેસ્ટ કે રસી વગેરે; અથવા
– સપ્લિમેન્ટ કે અન્ય કોઈ વિશેષ હેતુ સાથેની સહાય.

કેટલાક અરજદારોને પબ્લિક ચાર્જના નવા નિયમો લાગુ પડવાના નથી, તે જોઈએ તો:

– તમે કાયદેસરના કાયમી વસાહતી બની ગયા હો;
– રેફ્યુજી હો;
– આશ્રય મેળવેલો હોય;
– ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ મારે અરજી કે રિન્યૂઅલ અરજી કરી હોય;
– સ્પેશ્યલ ઇમિગ્રેશન હેઠળ કિશોર હોય; અથવા
– મહિલા વિરોધી હિંસા અંગેનું VAWA સ્ટેટસ મેળવેલું હોય કે અરજી કરી હોય.

ઉપરના સંજોગોમાં પબ્લિક ચાર્જ રૂલ લાગુ પડશે નહીં. સંસદે કેવા કેવા લોકોને બાકાત રાખ્યા છે તેની સંપૂર્ણ માહિતી USCISની વેબસાઇટ પરથી મળી શકશે.

અમેરિકાના સિટીઝનશીપ અને ઇમિગ્રેશન લૉઝ વિશે આ પ્રકારની વધારાની કોઈ માહિતી મેળવવા માગતા હો કે તે વિશેના અન્ય કોઈ પ્રશ્નો હોય તો અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.

અમેરિકાની સિટીઝનશીપ અને ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) તરફથી પબ્લિક ચાર્જ ઇનએડમિસિબિલીટીના નિયમો જાહેર થયા છે તે ડિસેમ્બરથી લાગુ પડશે. તમે અમેરિકામાં પ્રવેશ માટે અથવા કાયદેસરના કાયમી વસાહતી બનવા માટે અરજી કરો ત્યારે જો તમે “પબ્લિક ચાર્જ બનો તેવી શક્યતા છે” એવું USCIS લાગે ત્યારે તે અંગે નિર્ણય કરી શકે છે. પબ્લિક ચાર્જનો અર્થ એ કે તમારે કદાચ સરકારી સહાય પર નિર્ભર રહેવું પડશે એવું USCIS નક્કી કરી શકે છે.  


23 ડિસેમ્બર, 2022થી નિયમ લાગુ પડશે અને તે દિવસે કે તેના પછી થયેલી અરજીઓ માટે તેનો અમલ થશે.