ટ્રાવેલ પ્રતિબંધોમાં હાલની સ્થિતિ શું છે

કોરોના ચેપ ફેલાયો તે પછી અમેરિકાના વિદેશ વિભાગે વીઝાની નિયમિત કામગીરી અટકાવી દીધી હતી. માર્ચ ૨૦૨૦થી વિવિધ દેશોમાં આવેલી એમ્બેસીમાં ટ્રાવેલ પ્રતિબંધો લાદવા માટેની પણ જાહેરાત થઈ હતી. તે વખતે માત્ર અમેરિકાના નાગરિકો માટે તેમજ આવશ્યક સેવાઓ માટે જરૂરી હોય તેવી વ્યક્તિઓ માટે જ ડિપ્લોમેટિક કાર્યવાહી ચાલુ રહી હતી.

૨૨ જુલાઈ, ૨૦૨૦ના રોજ વિદેશ વિભાગે જણાવ્યું હતું કે સ્થાનિક પરિસ્થિતિ અને રિસોર્સીઝની ઉપલબ્ધીને ધ્યાનમાં રાખીને સામાન્ય પ્રકારની વીઝા સર્વિસ શરૂ કરી શકાશે. જોકે તે જાહેરાતના એક વર્ષ પછીય બહુ થોડી કોન્સ્યૂલેટમાં વીઝા માટેની સામાન્ય કામગીરી શરૂ થઈ છે.

આ ઉપરાંત હજીય આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટેના જુદા જુદા પ્રતિબંધો અમલમાં છે. તે દરેકમાં અપવાદ અને છૂટછાટ અપાઈ છે, પણ તે સંજોગો અનુસાર જ લાગુ પડે છે. હાલમાં ટ્રાવેલ પ્રતિબંધોમાં ક્યાં શું સ્થિતિ છે તે જાણવા માટે તમે અમેરિકન એમ્બેસીની વેબસાઇટ જોઈ શકો છો અથવા વીઝા વેઇટ ટાઇમ ટૂલમાં જોઈ શકો છો. એમ્બેસીની વેબસાઇટ પર માહિતી વધારે અપડેટ હોય છે.

હાલમાં ક્યાં ક્યાં ટ્રાવેલ પ્રતિબંધો છેઃ

કેટલાક દેશોમાં છેલ્લા બે અઠવાડિયા સુધી કોઈની હાજરી હોય ત્યારે તેના પર કોવીડ-૧૯ને ધ્યાનમાં રાખીને પ્રવાસ પર પ્રતિબંધો છે.

ઈરાનમાંથી ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦થી

ભારતમાંથી ૪ મે, ૨૦૨૧થી

ચીનમાંથી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૦થી

શેન્ઝેન એરિયા, બ્રાઝીલ, આર્યલેન્ડ, યુકે અને દક્ષિણ આફ્રિકામાંથી ૨૬ જાન્યુઆરી, ૨૦૨૧થી

અમેરિકાના નાગરિકો, કાયદેસરના કાયમી વસાહતીઓ, તેમના સંતાનો અને જીવનસાથીઓ, ડિપ્લોમેટ્સ, સગીરના માતાપિતા અને વાલી, અમેરિકાના કાયદેસરના સગીર, તેમના અપરિણિત ભાઈબહેનોને ટ્રાવેલ પ્રતિબંધોમાંથી મુક્તિ મળે છે. અમેરિકાની સેનામાં કામ કરનારા બિનનાગરિકો, તેમના સંતાનો અને જીવનસાથીઓ, નૌકા દળ અને હવાઈ દળના સૈનિકો, અને અમેરિકામાં કોવીડ-૧૯ની કામગીરી માટે જેમને આમંત્રણ અપાયું હોય તેમને પણ પ્રવાસ પ્રતિબંધોમાંથી મુક્તિ મળે છે.

રાષ્ટ્રીય હિતમાં પ્રતિબંધમાંથી મુક્તિઃ

કેટલીક વ્યક્તિઓને નેશનલ ઇન્ટરેસ્ટ એક્સેપ્શન (NIE – રાષ્ટ્રીય હિતમાં મુક્તિ) મળે છે. તે માટેની ગાઈડલાઇન વિદેશ મંત્રાલયને વેબસાઇટ પર આપેલી છે, પણ તે અપવાદોમાં ગમે ત્યારે ફેરફાર થઈ શકે છે તે યાદ રાખવું.

ભારતના ઇમિગ્રન્ટ વીઝાધારકો, અમેરિકન નાગરિકે કે તેમના ડિપેન્ડન્ટના ફિયાન્સે, તથા F અને M વીઝા ધરાવતા કેટલાક વિદ્યાર્થીઓને NIE લાભ મળે છે. ઈરાન, ભારત, બ્રાઝીલ, ચીન અને દક્ષિણ આફ્રિકાના વિદ્યાર્થીઓમાંથી, જેમનો શૈક્ષણિક કાર્યક્રમ ૧ ઑગસ્ટ, ૨૦૨૧ કે તે પછી શરૂ થવાનો હોય તેમને આ પ્રવાસ પ્રતિબંધોમાંથી અપવાદ માટે આનો આશરો લઈ શકે છે. F1 અને M1 વેલીડ વીઝા હોય તે વિદ્યાર્થીઓએ NIE માટે અલગથી પરવાનગીની જરૂર નથી.

J-1 એક્સચેન્જ વિઝીટર્સમાંથી કેટલાક NIE માટે અરજી કરી શકે છે. અમેરિકાના સગીરો અને જેમની સંભાળ લેવી જરૂરી હોય તેવા બાળકો માટે તથા કોવીડ-૧૯ સામે પ્રથમ હરોળમાં કામ કરી શકનારાને આ અપવાદનો લાભ મળી શકે છે. ટ્રાવેલ પ્રતિબંધો માટે વધારે માહિતી નીચેની લિન્ક પરથી મળી શકશે.

https://travel.state.gov/content/travel/en/us-visas/visa-information-resources/covid-19-travelrestrictions-and-exceptions.html-

વીઝા, સ્ટેટસ, ઇમિગ્રેશન માટેની આ પ્રકારની માહિતીની વધુ જાણકારી ઇચ્છતા હો અથવા તો તમને, તમારા પરિવારને તે કેવી રીતે તે અસર કરે છે તે જાણવા માગતા હો તો અમારા NPZ Law Groupના ઇમિગ્રેશન અને નેશનાલિટીના જાણકાર લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com