ગ્રીન કાર્ડ મેળવવામાં કેટલો સમય લાગે?

અમેરિકાના કાયમી વસાહતી બનવાનું ભારે આકર્ષણ હોય છે, પણ તેની પ્રોસેસ લાંબી અને અઘરી છે. કેટલાંક પગલાં લઈને તમે ગ્રીન કાર્ડ મેળવવામાં લાગતો સમય ઓછો કરી શકો છો. જેમ કે અરજી યોગ્ય રીતે ફાઇલ કરવી અને પ્રોસેસ માટેની બધી ફોર્માલિટી પાળવી. જોકે તો પણ અમુક સમય લાગતો જ હોય છે. ઘણી વાર તેમાં વર્ષો લાગી જાય છે. ખાસ કરીને કયા પ્રકારના ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે અને કયા પ્રોસેસિંગ સેન્ટરમાં અરજી થઈ તે બાબતોના આધારે સમયમાં ફેર પડી જતો હોય છે.

અરજીની પ્રોસેસને ઝડપી બનાવવાના ઉપાયો

તમારી અરજી શક્ય એટલી ઝડપી પ્રોસેસ થાય તેવાં પગલાં તમે લઈ શકો છો. જેમ કે તમે લાયક બનો તે પછી જ અરજી કરો. અરજી માટે કોણ લાયક ગણાય અને ગ્રીન કાર્ડ માટે વ્યક્તિ ક્યારેય એલિજિબલ થાય તે માટેના શ્લ્ઘ્ત્લ્ના નિયમો એકદમ કડક છે. વહેલા અરજી કરવાથી નાહકનો ખર્ચ થાય છે અને સમય વેડફાય છે.

અરજી માટેનું એકાદ પગલું સ્કીપ કરવાથી પણ વિલંબ થાય છે, તે ટાળવું જોઈએ. ખાસ કરીને તમે કયા ટાઇપના ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે તેના આધારે જ નિર્ણય થવાનો છે. દાખલા તરીકે લગ્ન આધારિત ગ્રીન કાર્ડની અરજી કરો ત્યારે તમે ક્યાં રહો છો તે આધારે એકાદ વર્ષ લાગી જતું હોય છે. દર વર્ષ લગ્ન આધારિત ગ્રીન કાર્ડ કેટલા આપવા તેની કોઈ મર્યાદા નથી. તેથી આ ગ્રીન કાર્ડ મેળવવા માટે ‘લાઈન’માં રહેવું પડતું નથી. જોકે તે માટેની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરવી જરૂરી છે.

તેની સામે નોકરી આધારીત ગ્રીન કાર્ડમાં વધારે સમય લાગે છે, કેમ કે જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરી માટે વાર્ષિક કેપ નક્કી કરેલી છે. તેથી જે કેટેગરીમાં સૌથી વધુ અરજીઓ આવી હોય ત્યાં વધુ વર્ષો રાહ જોવી પડતી હોય છે.

એક વાર તમારી ગ્રીન કાર્ડની એપ્લિકેશન એપ્રૂવલ પ્રોસેસમાંથી પસાર થઈ જાય તે પછી પણ ગ્રીન કાર્ડ હાથમાં આવતા કેટલાક અઠવાડિયા લાગતા હોય છે. એ પણ યાદ રાખો કે કન્ડિશનલ સિવાયના ગ્રીન કાર્ડમાં તમારે દર ૧૦ વર્ષે તેને રિન્યૂ કરાવવાનું હોય છે.

ઇમિગ્રેશન લો એટર્નીઝ

ગ્રીન કાર્ડ તથા અન્ય ઇમિગ્રેશનને લગતી કોઈ પણ મુંઝવણ હોય તો માર્ગદર્શન માટેNPZ law Group લોયર્સ સહાયરૂપ થઈ શકે છે. ના અમેરિકા તથા કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સ માર્ગદર્શન માટે ઇમેઇલ કરો info@visaserve.comઅથવા ફોન કરો – 201-670-0006 (x104) અમારી વેબસાઇટ www.visaserve.comની પણ મુલાકાત લઈ શકો છો

Source: https://gujarattimesusa.com/how-much-time-to-get-greencard/