ખર્ચને પહોંચી વળવા ઇમિગ્રેશન ફાઇલિંગ ફી વધે તેવી શક્યતા

ગૃહ વિભાગે જાહેર કરેલા આખરી નિયમો અનુસાર ખર્ચને પહોંચી વળવા માટે યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) અમુક ઇમિગ્રેશન સેવાઓ માટેની ફી વધારી શકે છે. અન્ય સરકારી વિભાગોથી વિપરિત USCIS કામકાજ ફીની આવકમાંથી ચાલે છે, જે તેના બજેટના લગભગ ૯૭્રુ% જેટલું છે.

ફેડરલ લો પ્રમાણે USCIS તરફથી દ્વિવાર્ષિક ધોરણે ફીના માળખાની ચકાસણી કરી હતી, જેથી વિભાગનો ખર્ચ નીકળી શકે. ઓપરેશનલ કોસ્ટને પહોંચી વળવા ફીમાં ૨૦્રુ ટકા સુધીની શક્યતા છે, કેમ કે વર્તમાન ફીના માળખા પ્રમાણે વિભાગને વર્ષે ૧ અબજ ડોલરની ખાધ પડે તેમ છે.

USCIS આવક અને ખર્ચની ગણતરી કરીને તે પ્રમાણે ફેરફારો કરતી હોય છે. લાંબા સમયથી ફી વધારો કરવો જરૂરી બન્યો છે, જેથી અમેરિકનોની સુરક્ષા માટે ઇમિગ્રેશન સિસ્ટમ કામ કરતી રહે,’ એમ USCIS ડેપ્યુટી ડિરેક્ટર જોસેફ એડલોએ કહ્યું હતું.

સરળતા માટે ઓનલાઇન ફાઇલિંગને પ્રોત્સાહન અપાય છે અને તે માટે ફીમાં ૧૦ ડોલરની રાહત અપાય છે. USCISએ છેલ્લે ડિસેમ્બર ૨૦૧૬માં સરેરાશ ૨૧% દરે ફી વધારો કર્યો હતો. ફીનું માળખું શું છે અને ફાઇનલ ફી તથા ફાઇનલ રૂલ માટે અહીં માહિતી મળશે – https://s3.amazon.com/public-inspection.federalregister.gov/2020-16389.pdf

ફાઇનલ રૂલ બીજી ઓક્ટોબર, ૨૦૨૦થી અમલમાં આવશે અને ત્યારથી એપ્લિકેશન, પિટિશન કે અન્ય સેવાઓ માટે નવી યોગ્ય ફી ભરવાની રહેશે.

ઇમિગ્રેશનના કાયદા અંગેની આવી કોઈ પણ માહિતી તમે તમારા માટે કે સગા અને મિત્રો માટે મેળવવા માગતા હો અમારા NPZ Law Group-VISASERVE ઇમિગ્રેશન અને નેશનાલિટી એટર્નીઝ તમને માર્ગદર્શન આપશે. સંપર્ક કરો ઇમેઇલથી – info@visaserve.com અથવા કોલ કરો આ નંબર પર 201-670-0006 (x107). વધુ માહિતી માટે જુઓ ફર્મની વેબસાઇટ www.visaserve.com

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 Source: https://gujarattimesusa.com/080620-immigration-fee/ (Gujarat Times)