પ્રેસિડન્ટ બાયડેને ૨૫ ઑક્ટોબરે અમેરિકામાં પ્રવાસ માટેના નવા નિયમો ૮ નવેમ્બરથી લાગુ પડશે તે માટેનું પ્રોક્લમેશન જાહેર કર્યું હતું. પ્રવાસ પરના પ્રતિબંધો દૂર કરાશે, પરંતુ પ્રવાસીએ અમેરિકા આવતા પહેલાં સંપૂર્ણપણે રસી લઈ લેવી જરૂરી હશે. તેમાં બહુ ઓછા અપવાદો રાખવામાં આવ્યા છે.
જમીન અને ફેરી બોર્ડર પરના નોન-ઇશેન્શિયલ ટ્રાવેલ પરના પ્રતિબંધો પણ ૮ નવેમ્બરથી દૂર થશે. ઇશેનિ્શ્યલ સર્વિસ માટે વેક્સિન ના લીધેલી વ્યક્તિઓને પણ જમીન અને ફેરી બોર્ડર મારફતે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી પ્રવેશની મંજૂરી મળશે. ત્યાર બાદ બધા જ પ્રવાસીઓ માટે રસી ફરજિતાય થઈ જશે.
ફુલ્લી વેક્સિનેટેડનો અર્થ શું કરાશે?
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અથવા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તરફથી મંજૂરી મળી હોય તે રસી લીધેલી હોવી જોઈએ. આવી રસીમાં હાલમાં જેન્સન/જ્હોન્સન એન્ડ જ્હોન્સન (સિંગલ ડોઝ), ફાઇઝર-બાયોનટેક, મોડેર્ના, એસ્ટ્રાઝેનેકા, કોવિશિલ્ડ, BIBP/સિનોફાર્મ અને સિનોવેકનો સમાવેશ થાય છે.
એકથી વધુ ડોઝ હોય તે રસીના છેલ્લા ડોઝ લીધા પછી બે અઠવાડિયા બાદ વ્યક્તિને પૂર્ણ રસી લીધેલી વ્યક્તિ ગણાશે. માન્ય એક જ ડોઝ રસીનો હોય તેના પણ બે અઠવાડિયા બાદ ફુલ્લી વેક્સિનેટેડ ગણાશે. જુદી જુદી બે રસીના ડોઝ લીધેલા હોય તેને પણ માન્ય ગણાશે.
શું પ્રૂફ આપવાનું રહેશે?
પુખ્ત વયના નોન ઇમિગ્રન્ટ ટ્રાવેલરે અમેરિકા માટેનું વિમાન પકડતા પહેલાં વેક્સિન લીધાના પુરાવા આપવા પડશે. તે માટે
– વેરિફાઇ કરી શકાય તેવા ડિજિટલ અથવા પેપર રેકર્ડ્ઝ, જેમાં વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા ક્યુઆર કોડથી અપાયેલા ડિજિટલ પાસ પણ ગણાશે (યુકેનો NHS COVID Pass અને યુરોપિયન યુનિયનનું ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ).
નોન-વેરિફાઇબેલ પેપર રેકર્ડઝઃ રાષ્ટ્રીય કે સબ-રાષ્ટ્રીય કક્ષાની એજન્સી અથવા આધારભૂત વેક્સિન કેન્દ્રનું સર્ટિફિકેટ (જેમ કે સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનનું વેક્સિનેશન કાર્ડ).
નોન-વેરિફાઇબેલ ડિજિટલ રેકર્ડઃ વેક્સિન કાર્ડ અથવા રેકર્ડના ડિજિટલ ફોટો અથવા સત્તાવાર એજન્સીની (જેમ કે સરકારના આરોગ્ય વિભાગ વગેરે)ની સાઇટ પરથી ડાઉનલોડ કરેલું સર્ટિફિકેટ. અથવા ક્યુઆર કોડ વિના મોબાઇલ ફોનમાં જોવા મળતો રેકર્ડ.
વ્યક્તિના નામ અને જન્મતારીખ વગેરે સર્ટિફિકેટ પર નોંધાયેલા હોય તે અન્ય ઓળખના પુરાવા સાથે મળે છે કે નહીં તેની ચકાસણી એરલાઇન્સ કરશે. દેશમાં માન્ય સરકારી વેક્સિન કેન્દ્રમાંથી રસી લીધાનું પણ તે ચકાસશે. જો તે અંગ્રેજીમાં ના હોય તો એરલાઇન્સને પૂછીને ટ્રાન્સલેશનની જરૂર પડશે કે કેમ તેની પૂછપરછ કરી લેવી જોઈએ.
આ જ રીતે જમીન અને ફેરી મારફતે પ્રવેશ માટે પણ આ રીતે પુરાવા આપવાના રહેશે.
કોને રસી લેવામાં અપવાદ આપવામાં આવશે?
કેટલીક વ્યક્તિઓ રસીના પુરાવા વિના પણ અમેરિકાનું વિમાન પકડી શકે. તેમાં હાલમાં નીચે પ્રમાણેની વ્યક્તિઓનો સમાવેશ થાય છેઃ
અમેરિકન નાગરિક
કાયમી કાયદેસરના વસાહતી (ગ્રીન કાર્ડ ધારક)
૧૮ વર્ષથી નીચેના બાળકો
સીડીસી દ્વારા માન્ય ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેનારા
કોવિડ-૧૯ની રસી લેવાથી અન્ય તબીબી સમસ્યા થઈ શકે તેમ હોય તેવી વ્યક્તિને, માન્ય તબીબીના નિર્ણય પ્રમાણે
સીડીસીના ડિરેક્ટર તરફથી માનવતાના ધોરણે કે તાકિદના સમયે આપવામાં આવેલી છૂટ
૧૦ ટકા કરતાંય ઓછું રસીકરણ થયું હોય તેવા દેશના નાગરિકો, જેમણે નોન ઇમિગ્રન્ટ વીઝા માટે અરજી કરી હોય (B-1/B-2) ટ્રાવેલર્સનો સમાવેશ આમાં થતો નથી)
અમેરિકાની સેનાના કર્મચારીઓ અને તેમના જીવનસાથી અને સંતાનો
યોગ્ય સત્તાધીશ દ્વારા રાષ્ટ્રીય હિતમાં જેમની એન્ટ્રી જરૂરી ગણાય હોય તેમને
ડિપ્લોમેટ્સ અને સરકારી સત્તાવાર પ્રવાસીઓ
યુનાઇટેડ નેશન્સ સી ક્રૂ દ્વારા આમંત્રિત
એરલાઇના ક્રૂ મેમ્બર્સ
કોરોના નેગેટિવ ટેસ્ટ જરૂરી અને ક્વોરેન્ટાઇન થવું પડશે?
બે વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ માટે ફ્લાઇટ પકડતા પહેલાં નેગેટિવ કોરોના ટેસ્ટ હોવો જરૂરી છે. ફુલ્લી વેક્સિનેટેડ હોય તેમણે પણ પ્રવાસના ત્રણ દિવસ પહેલાં કરાવેલો નેગેટિવ રિપોર્ટ દેખાડવો જરૂરી છે. વેક્સિન ના લીધેલી હોય ત્યારે એક દિવસ અગાઉ થયેલો ટેસ્ટ દેખાડવો જરૂરી છે. છેલ્લા ૯૦ દિવસમાં કોવિડ-૧૯માંથી સાજા થયા હો તો તે માટેના યોગ્ય ડોક્ટરી સર્ટિફિકેટ બતાવવા જરૂરી છે.
રસી લીધેલી ના હોય તેવા કિસ્સામાં, નીચે પ્રમાણેની શરતો પાળવી પડશેઃ
છેલ્લા ૯૦ દિવસમાં કોવિડ-૧૯માંથી સાજા ના થયા હો તો અમેરિકા આવ્યા પછી ત્રણથી પાંચ દિવસમાં ટેસ્ટ કરાવવાનો રહેશે.
છેલ્લા ૯૦ દિવસમાં કોવિડ-૧૯માંથી સાજા ના થયેલા હો તો સાત દિવસ સુધી સેલ્ફ-ક્વોરેન્ટાઇન રહેવું પડશે. અને
આગમન પછી ટેસ્ટ થાય તેમાં પોઝિટિવ આવે અ