25 જુલાઈ, 2022ના રોજ USCIS તરફથી જાહેરાત થઈ છે કે દરેક ફોર્મ્સ અને ડૉક્યુમેન્ટ્સમાં મૂળ સહી થઈ હોય તેની નકલોનો સ્વીકાર ચાલુ રાખવામાં આવશે. કોરોના રોગચાળો ફેલાયો ત્યારે આ રીતે મૂળ સહીની નકલ ચલાવી લેવા માટેની નીતિ માર્ચ 2020માં લાગુ કરાઈ હતી. આ જાહેરાત સાથે હવે તે પૉલિસી કાયમી લાગુ પડશે.
દરેક પ્રકારના બેનિફિટ ફોર્મ્સ અને ડૉક્યુમેન્ટ્સમાં મૂળ સહીની નકલને હવે USCIS સ્વીકારી લેશે. આવા ફોર્મ્સમાં અસલ સહી એટલે કે હાથે પેનથી કરેલી સહી (“wet” signature) જરૂરી ગણાતી હશે ત્યાં પણ હવે નકલ ચલાવી લેવામાં આવશે. તેનો અર્થ એ થયો કે હવે મૂળ દસ્તાવેજમાં પેનથી જાતે સહી કરેલી હોય તેની સ્કેન કરેલી, ફોટોકોપી કરેલી કે ફેક્સ કરેલી કોપીને હવે માન્ય ગણી લેવામાં આવશે. આ રીતે તમે જે મૂળ પેનથી કરેલી સહીનો દસ્તાવેજ હોય તેની નકલ મોકલી હોય ત્યારે મૂળ દસ્તાવેજ સાચવી રાખો અને USCIS જોવા માગે ત્યારે બતાવવો.
આ નિયમ માત્ર સહી કરવાની બાબતને લાગુ પડે છે. ફોર્મ્સ ભરવા માટે જરૂરી અન્ય સૂચનાઓનું પાલન યથાવત રહે છે.
આનાથી શું ફાયદો થશે
કોરોના વખતે CIS ઓમ્બૂસમેન સામે રજૂઆત થઈ હતી કે ફોર્મ્સ પર પેનથી જાતે સહી કરવાની બાબત એટલી જરૂરી નથી. આ રજૂઆતને ધ્યાને લેવાઈ હતી અને તેથી હવે ઇમિગ્રેશન માટે અરજી કરવાનું થોડું સુગમ પડશે.
સહી સિવાયની બાબતોમાં USCISના નિયમો વેબસાઇટ પરથી જાણી શકો છો અને કોરોના વખતે કેવી છુટછાટ અપાઈ હતી તેની માહિતી પણ કોવીડ-19 પેજ પર ફોર્મ્સ એન્ડ રિસ્પોન્સ વિભાગમાંથી જાણી શકાશે.
અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લૉઝના આવા નિયમો વિશે વધુ માહિતી જાણવા માગતા હો અથવા માર્ગદર્શન ઈચ્છતા હો તો અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.