કેનેડા ઇમિગ્રેશનઃ વારસાથી નાગરિકતામાં હવે માતાપિતાને પણ ગણાશે

કેનેડાના નાગરિકોમાં વૈવિધ્યને ધ્યાનમાં રાખીને ઇમિગ્રેશન, રેફ્યુજીઝ એન્ડ સિટિઝનશીપ મંત્રાલયે નાગરિકતા કાયદા હેઠળ ‘માતાપિતા’ (પેરન્ટ)ની વ્યાખ્યામાં ફેરફાર કર્યો છે. ફેરફાર સાથે હવે નોન-બાયોલોજિકલ (જન્મ સિવાયના સંબંધથી થયેલા) માતાપિતાને પણ વાલી ગણવામાં આવશે. એટલે કે બાળકના જન્મ વખતે કોઈ વાલી તેમના કાયદેસરના વાલી હોય તો તેઓ પ્રથમ પેઢીમાં પોતાના વિદેશમાં જન્મેલા બાળકોને પણ વારસામાં કેનેડાની નાગરિકતા આપી શકશે.

આ નવી વ્યાખ્યાને કારણે અન્ય વ્યક્તિની સહાયથી (સરોગસી વગેરેથી) સંતાન મેળવનારા દંપતિ પણ માતાપિતા ગણાશે. તેમાં ન્ઞ્ગ્વ્મ્ સમુદાયના લોકો તથા વંધ્યત્વની સમસ્યા ધરાવતા દંપતિનો પણ સમાવેશ થશે. અત્યાર સુધી કેનેડિયન માતાપિતાનું વિદેશમાં જન્મેલું બાળક તેમના પોતાથી જન્મેલું હોય અને તેમની સાથે સીધો જિનેટિક સંબંધ હોય તો જ સંતાન ગણાતું હતું. અથવા તો પ્રથમ પેઢીના કેનેડિયન નાગરિકને જન્મેલા બાળકનો જ સમાવેશ થતો હતો.

ક્યૂબેકની સુપિરિયર કોર્ટે પણ ત્ય્ઘ્ઘ્ તરફથી પેરન્ટની નવી વ્યાખ્યા કરવામાં આવી છે તેને સ્વીકારી છે. જન્મ સમયે બાયોલોજિક પેરન્ટ હોય કે લિગલ પેરન્ટ હોય તેમને સમાન ગણાશે અને ચાર્ટર ઓફ રાઇટ્સ એન્ડ ફ્રિડમ્સ હેઠળ આ વ્યાખ્યા માન્ય ગણાશે.

રોજગારી અને ફેમિલી ઇમિગ્રેશનની બાબતમાં ફ્ભ્ક્ષ્ લો ગ્રુપના અમેરિકા અને કેનેડા ખાતેના વકીલો સહાયરૂપ થઈ શકે છે. તમે, તમારા પરિવાર કે મિત્રોને આ બાબતમાં કોઈ પણ સવાલો હોય તો infovisaserve.com પર ઇમેઇલ કરી શકો છો. અમારી ઓફિસનો ૨૦૧-૬૭૦-૦૦૦૬ (x ૧૦૦) નંબર પર સંપર્ક કરી શકો, જેથી અમે તમને સહાયરૂપ થઈ શકીએ.

 Source: https://gujarattimesusa.com/immigration072320/ (Gujarat Times)