એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસની ઝડપી કાર્યવાહી માટે મેડિકલ ફોર્મ્સ ત્વરિત મોકલો

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) એમ્પ્લોયમેન્ટ આધારિત વીઝાના પ્રોસેસિંગમાં અગત્યની ભૂમિકા ભજવે છે અને નાણાકીય વર્ષ 2022 માટેના નિર્ધારિત કરેલા વીઝા પૂર્ણપણે આપી શકાય તે માટે તે કામ કરવા માગે છે. 30 સપ્ટેમ્બર 2022ના રોજ વીઝાનો ક્વૉટા પૂર્ણ કરવાની મુદત પૂરી થાય છે તે પહેલાં શક્ય એટલા વધુ વીઝાની અરજીઓનો નિકાલ કરવાની USCISની ગણતરી છે.

અમેરિકાની બહાર વસેલા અરજદારોને એમ્પ્લોયમેન્ટ બેઝ ઇમિગ્રન્ટ વીઝા આપવા માટે USCIS અમેરિકાના ગૃહ વિભાગ સાથે મળીને કાર્યવાહી આગળ વધારી રહી છે. દરમિયાન અમેરિકામાં જ હાજર હોય અને એમ્પ્લોયમેન્ટ બેઝ સ્ટેટસ એડજસ્ટમેન્ટ માટે લાયકાત ધરાવતા હોય તેવા અરજદારોને તેમના મેડિકલ રિપોર્ટ ઝડપથી મોકલવા તાકિદ કરાઈ છે. અરજદારોને યાદ કરાવાઈ રહ્યું છે કે મેડિકલ એક્ઝામિનેશન અને વેક્સિનેશનના રેકર્ડ માટેનું Form I-693 ઝડપથી જમા કરી દેવામાં આવે.

– એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસ માટેની અરજી કરવા માગતા હો તો સાથે માન્ય એવું Form I-693 જરૂર જોડશો.

– તમારી એડજસ્ટમેન્ટ ઑફ સ્ટેટસ માટેની અરજીનું Form I-485 પેન્ડિંગ હોય તો માગ્યા વિના સામેથી Form I-693 મોકલશો નહીં. આ માટેની અરજી થઈ હોય અને તેમાં યોગ્ય Form I-693 જોડાયેલું ના હોય તેવા અરજદારોને સીધો સંપર્ક કરીને જાણ કરવામાં આવી રહી છે.

– તમે અગાઉ Form I-485 ફાઇલ કર્યું હોય અને તેની સાથે વેલીડ Form I-693 ના હોય ત્યારે પણ તમારી અરજી માન્ય થઈ શકે છે અને વીઝા ઉપલબ્ધ હશે તો તમને ફાળવણી થઈ શકશે. તે સંજોગોમાં તમારે સિવિલ સર્જનની મુલાકાત લઈને વેલીડ Form I-693 તૈયાર રાખવું જોઈએ, જેથી USCIS તમને આ મેડિકલ ફોર્મ મોકલવા કહે ત્યારે તરત મોકલી શકો.

– સિવિલ સર્જન સહી કરી આપે તે પછીના બે વર્ષ સુધી Form I-693 વેલીડ ગણાતું હોય છે.

અમેરિકાના ઇમિગ્રેશન અંગે આ પ્રકારની માહિતી જાણવા તથા તમને, તમારા પરિવાર અને મિત્રોને ઇમિગ્રેશન અને નેશનાલિટી લૉઝ કેવી રીતે અસર કરી શકે છે તે જાણવા અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.