અમેરિકા પ્રવાસ માટેની પોલિસીમાં ફેરફાર : ઇન્ટરવ્યૂ અને વેઇટિંગ પિરિયડમાં શું પરિવર્તન?

કોરોના ફેલાવા લાગ્યો ત્યારે લોકડાઉન લગાવાયું હતું અને તેના કારણે વીઝા પ્રોસેસિંગની કામગીરી પણ લગભગ ઠપ થઈ ગઈ હતી. ત્યારબાદ ગૃહ વિભાગે ધીમે ધીમે તે પ્રક્રિયા ફરી શરૂ કરી હતી, પરંતુ કામના ભરાવાના કારણે ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. આ સમસ્યાના નિવારણ માટે ગૃહ વિભાગે કેટલીક પોલિસીમાં ફેરફાર કરીને વીઝા પ્રોસેસને ઝડપી બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

AILAની સમિતિના સભ્યો સાથે હાલમાં જ ગૃહ વિભાગની બેઠક મળી હતી અને તેમાં અમેરિકાના પ્રવાસ માટેના નિયમોમાં ફેરફાર અંગેની, વીઝા વેઇવર અને પ્રોસેસિંગ ટાઇમ વગેરેની ચર્ચા ધઈ હતી.

અમેરિકા પ્રવાસની પોલિસીમાં પરિવર્તન

સૌથી અગત્યનો ફેરફાર એ થયો છે કે રાષ્ટ્રીય હિતમાં કે તાકિદની સ્થિતિમાં કેટલીક વ્યક્તિઓ માટે CDC છૂટછાટ આપશે. આવા દરેક કેસ અંગે જે તે એમ્બેસીએ CDCને સીધી જાણ કરવાની રહેશે અને CDC છૂટછાટ અંગે નિર્ણય લેશે.

અમુક રસી લીધેલી વ્યક્તિઓને પ્રવેશ નહોતો મળતો, પરંતુ હવે તેમાં ફેરફાર કરાયો છે. તમે એમ્બેસીનો સંપર્ક કરીને હવે તમે લીધેલી રસી બાબતમાં જાણ કરીને શક્ય હોય તો છૂટછાટ મેળવી શકો છો.

જોકે દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી આવતા લોકો માટે હજુ નિયંત્રણો રહેશે અને બહુ અનિવાર્ય હોય ત્યારે જ છૂટ આપવામાં આવશે.

આ બેઠકમાં એમ પણ જણાવાયું હતું કે અગાઉ NIE છુટ જાહેર થઈ હતી તે હવે ચાલશે નહીં. NIE માટે વેક્સિનમાં શું છૂટ છે તે માટે જરૂરી માહિતી એકઠી કરીને CDCને આપવાની રહેશે. CDC આખરી નિર્ણય લેશે કે છૂટ આપવી કે નહીં.

વીઝા પ્રોસેસિંગ, વેઇટિંગ ટાઇમ, વેઇવર્સ

કોવીડ -૧૯ના કેસો ફરી વધી રહ્યા છે છતાં વીઝા પ્રોસેસિંગને રાબેતા મુજબ કરવા માટેના પ્રયાસો ગૃહ વિભાગે આગળ વધાર્યા છે . જોકે જુદા જુદા દેશોમાં સ્થિતિમાં ફેર હોય છે. તેથી તે પ્રમાણે નિયમો લાગુ પડશે . જેમ કે કેટલાક દેશોમાં ઇન્ટરવ્યુ વેઇવર માટેની વધારે છૂટ આપવા માટેનો નિર્ણય લઈ શકાય છે, વીઝા એપોઇન્ટમેન્ટના વેઇટિંગ ટાઇમ બાબતમાં સ્થાનિક એમ્બેસીની વેબસાઇટ જોતા રહેવા માટેની સલાહ આપવામાં આવે છે. જોકે કેટલીક વેબસાઇટ અપડેટ નથી હોતી તેવું જોવા મળ્યું છે. તેથી ઝડપથી એપોઇન્ટમેન્ટ મેળવવા માગનારા અરજદારે જરૂરી બધા દસ્તાવેજો સાથે, ઝડપ શા માટે કરવી જોઈએ તેના કારણો સાથે ગૃહ વિભાગનો સીધો સંપર્ક કરવાનો રહેશે. જોકે કામના ભારણના કારણે કેટલીક વીઝા કેટેગરીમાં ઝડપી એપોઇન્ટમેન્ટ શક્ય બનતી લાગતી નથી.

અન્ય મહત્ત્વના ફેરફારો

દરેક પ્રકારની ભરતી પરના પ્રતિબંધો હવે ગૃહ વિભાગ હટાવી રહ્યું છે તેથી વીઝા પ્રોસેસિંગ અને એપોઇન્ટમેન્ટ પર તેની અસર પડી શકે છે. નવી ભરતી માટે પ્રયાસોને કારણે કામકાજ વધશે અને તેથી ઇમિગ્રન્ટ વીઝાને પ્રયોરિટી આપવામાં આવશે. જોકે ભારત અને ચીન જેવા દેશોમાં B વીઝા એપોઇન્ટમેન્ટ્સ પણ હવે ધીમે ધીમે ખૂલી રહી છે.

વીઝા એપોઇન્ટમેન્ટ પેજને વારંવાર અપડેટ કરાશે, જેથી અરજદાર પોતાનો સ્લોટ બૂક કરી શકે છે. જોકે સાચી માહિતી માટે એમ્બેસીનો સીધો સંપર્ક કરવા માટે પણ સલાહ આપવામાં આવી છે.

અમેરિકામાં ઇમિગ્રેશન, પ્રવાસ પોલિસી તથા ઇમિગ્રેશન લો વિશે આ પ્રકારની વિશેષ માહિતી તમે મેળવવા માગતા હો તો NPZ લો ગ્રુપના લોયર્સનો તમે સંપર્ક કરી શકો છો. આ માટે તમે અમને info@ visaserve.com પર ઇમેઇલ કરી શકો છો અથવા આ નંબર પર કોલ કરી શકો છો – ૨૦૧-૭૦ ૮૦૦૬ (X૧૦૪), વધારે માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.viaserve.com

Source: Gujarat Times