અમેરિકા પ્રવાસ પર પ્રતિબંધોમાં રાષ્ટ્રીય હિતના અપવાદ

કોરોનાને કારણે પ્રેસિડેન્શિયલ પ્રોક્લમેશન ૧૦૦૫૨ જાહેર કરીને અમેરિકામાં પ્રવાસ પર પ્રતિબંધો મૂકાયા હતા, તેમાં કેટલાક અપવાદોની જાહેરાત ૧૨ ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય હિતમાં કેટલાક લોકોને પ્રવાસ માટેની મંજૂરી આપી શકાય છે.

કોરોનાને કારણે ઊભી થયેલી આર્થિક કટોકટીમાં અમેરિકન કામદારોના હિતોને નુકસાન ના થાય તે હેતુ સાથે પ્રમુખીય વટહુકમ ૨૨ જૂન, ૨૦૨૦ના રોજ બહાર પડાયો હતોL-1, H-1B, J-1 and H-2B નોનઇમિગ્રન્ટ વીઝા પર તેની સીધી અસર પડી હતી. તેથી જરૂરી કામદારો અમેરિકામાં આવી શકે તે માટે કેટલાક અપવાદો જાહેર કરાયા છે.

H-1B અરજદારો માટે અપવાદ

* કોરોના વાઇરસમાં ઉપયોગી થાય તેવા આરોગ્ય પ્રોફેશનલ્સ અને સંશોધકો.

* અમેરિકાની વિદેશ નીતિને અનુરૂપ કરારો થયા હોય તેને પૂર્ણ કરવા.

*અગાઉ જે વીઝા પર કામ કરતાં હતાં તેને આગળ વધારીને પૂર્ણ કરવા માટે.

*અમેરિકાના અર્થતંત્રને ફરી બેઠું થવામાં મદદરૂપ થઈ શકે તેવા, ટેક્નિકલ સ્પેશ્યલિસ્ટ, સિનિયર લેવલના મેનેજર વગેરે. આવી કુશળતા માટે નોકરીદાતા કંપનીને ખરેખર જરૂર હોય અને કેટલીક ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાત પૂરી થતી હોય ત્યારે અપવાદરૂપે પ્રવેશ મળી શકે છે.

J-૧ અરજદારો માટે અપવાદ

* વિશેષ જરૂર હોય તેવા બાળકની સંભાળ લેવા. બાળક અમેરિકન નાગરિક, નોનઇમિગ્રન્ટ અથવા LPR કોઈ પણ હોય શકે.

* અમેરિકાના સરકારી વિભાગોના ટ્રેઇની અને ઇન્ટર્ન

*કોવીડ-૧૯નો સામનો કરવાના કે સંશોધનના કાર્યમાં સક્રિય હોય તેવી વ્યક્તિ સાથે સંકળાયેલા વાલીઓના બાળકોને સેવા પૂરા પાડનારા.

*અમેરિકન સરકારી એજન્સીઓના પ્રાયોજિત કાર્યક્રમોના ઇન્ટર્ન કે ટ્રેઇની

*એક્રેડિટેડ એજ્યુકેશનલ ઇનિ્સ્ટટ્યૂટના વિશેષતા ધરાવતા શિક્ષકો.

*અગત્યની વિદેશ નીતિના ભાગરૂપે ચાલતા એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લેનારા.

H-2B અરજદારો માટે અપવાદ

*વિદેશ નીતિના હેતુઓ અને કરારોને પૂર્ણ કરવા માટે જરૂરી હોય તેમને પ્રવેશ મળી શકે.

*અર્થતંત્રને બેઠું કરવામાં મદદરૂપ થઈ શકે તેમ હોય તેવી વ્યક્તિઓ.

*અગાઉ H-2B વીઝા પર અમેરિકામાં કામ કરી ચૂક્યા હોય તેવા કર્મચારીઓ.

* કામદારોની જરૂર છે તેવા ટેમ્પરરી લેબર સર્ટિફિકેટ સાથે પ્રવાસ કરનારા.

*વીઝાની મનાઈને કારણે અમેરિકાના નોકરીદાતાના હિતોને નુકસાન થાય તેમ હોય ત્યારે પ્રવેશની મંજૂરી મળી શકે.

L-1A અરજદારો માટે અપવાદ

*આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કે વાઇટલ બિઝનેસ માટે અનિવાર્ય હોય તેમને.

* કોરોનો વાઇરસ અંગે સંશોધન કરનારા કે સારવારમાં ઉપયોગી હેલ્થકેર પ્રોફેશનલ્સ.

* વિદેશ નીતિને અનુરૂપ તથા કરારોના પાલન માટે જરૂરી.

L-1B અરજદારો માટે અપવાદ

* કોરોનો વાઇરસનો સામનો કરવામાં ઉપયોગી આરોગ્ય કર્મચારીઓ અને તે અંગે સંશોધન કરનારા.

*કરારોનું પાલન કરવા પ્રવેશ આપવો જરૂરી હોય તેમના માટે સરકારી એજન્સીઓની રિકવેસ્ટ પર પ્રવેશ મંજૂરી મળી શકે.

* અગાઉના જ વીઝા પર અમેરિકામાં ફરીથી એ જ કામગીરી કરવાની હોય તેમને.

આ રીતે પ્રવાસ પ્રતિબંધો વચ્ચે પણ કેટલાક અપવાદોમાં પ્રવેશની મંજૂરી મળી શકે છે. કોઈ પાસે વેલીડ વીઝા સ્ટેમ્પ હોય અથવા ESTA ઓથોરાઇઝેશન હોય તો તેઓ ઇમેઇલ મારફત અપવાદરૂપે પ્રવેશની મંજૂરી માટે અરજી કરી શકે છે. આમ ના હોય ત્યારે ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ માટે કોન્સ્યુલેટ કચેરીઓનો સંપર્ક કરી શકાય છે.

કોને અપવાદનો લાભ મળી શકે છે અને કઈ રીતે અરજી કરવી તેની વધુ માહિતી માટે તમે NPZ Law Group લોયર્સનું માર્ગદર્શન મેળવી શકો છો. આ માટે સંપર્ક કરો 201-670-0006 ext 104. વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ – https://www.visaserve.com અથવા ઇમેઇલ કરો -info@visaserve.com

 

Source – https://gujarattimesusa.com/national-interest-exception-to-presidential-proclamation/ (Gujarat Times)