અમેરિકાનું લગ્ન આધારિત મેરેજ ગ્રીન કાર્ડ કેવી રીતે મળી શકે

અમેરિકાના નાગરિકના જીવનસાથીને મેરેજ ગ્રીન કાર્ડ મળે તેનાથી કાયમી વસાહત માટેની મંજૂરી મળી છે. આ કાર્ડના આધારે જીવનસાથી અમેરિકામાં ગમે ત્યાં વસવાટ કરી શકે છે અને કામ કરી શકે છે. કાયમી નિવાસનો હક મળ્યા પછી ગ્રીન કાર્ડધારકને ત્રણ વર્ષ બાદ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરવાની લાયકાત મળે છે. લગ્ન બાદ મેરેજ કાર્ડ મેળવવામાં જીવનસાથીને સામાન્ય રીતે ૧-૨ વર્ષો લાગે છે.

મેરેજ ગ્રીન કાર્ડ શું છે?

અમેરિકાના નાગરિક અથવા ગ્રીન કાર્ડધારક સાથે લગ્ન કરનારી વ્યક્તિ મેરેજ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. આ કાર્ડના આધારે અમેરિકામાં વસવાટ કરવાનો અને કાયદેસર રીતે રોજગારી પ્રાપ્ત કરવાનો અધિકાર મળે છે. યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) ગ્રીન કાર્ડ આપતું હોય છે અને અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટેનું તે પ્રારંભિક સ્ટેપ ગણાય છે. ચોક્કસ સમયગાળા માટે ગ્રીન કાર્ડ અપાય છે અને તેને રિન્યૂ કરાવવું અનિવાર્ય છે.

તમે અરજી કરી હોય તેના બે વર્ષ પહેલાં લગ્ન થયેલા હોય તો તમે ત્ય્૧ ગ્રીન કાર્ડ મળી શકે છે. આ કાર્ડની વેલિડિટી ૧૦ વર્ષની હોય છે. જો અરજી ટાણે લગ્ન થયાને બે વર્ષ કરતાં ઓછો સમય વીત્યો હોય તો તમને IR૧ ગ્રીન કાર્ડ પણ મળી શકે છે. આને કન્ડિશનલ ગ્રીન કાર્ડ પણ કહેવામાં આવે છે. આ કાર્ડની મુદત માત્ર બે વર્ષની હોય છે. બે વર્ષ પછી શરતો દૂર કરવા અને ૧૦ વર્ષનું ગ્રીન કાર્ડ મેળવવા માટે ફરીથી અરજી કરવી પડે છે.

મેરેજ ગ્રીન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી?

અમેરિકાના નાગરિક સાથે લગ્ન કરનાની વ્યક્તિને નજીકના સગા તરીકેનો દરજ્જો મળે છે.

મેરેજ ગ્રીન કાર્ડ મેળવવા માટે નીચે મુજબની કાર્યવાહી કરવી પડેઃ

૧. સગા માટે I-૧૩૦ પિટિશન ફાઇલ કરવી

અમેરિકન નાગરિકના વિદેશમાં રહેતા જીવનસાથી સાથે લગ્નસંબંધોને કન્ફર્મ કરવા માટે Form I-૧૩૦ ફાઇલ કરવાનું હોય છે. તેના દ્વારા લગ્નસંબંધો કાયદેસરના, વાજબી અને ગ્રીન કાર્ડ મેળવવા માટે જ કરવામાં આવેલા ખોટા લગ્ન નથી તે દર્શાવવા માટે હોય છે.

૨. પ્રાયોરિટી ડેટની રાહ જોવી

ગ્રીન કાર્ડની સંખ્યા મર્યાદિત હોય છે તેથી જીવનસાથીએ રાહ જોવી પડતી હોય છે. ઘણી વાર બે વર્ષ સુધીનું વેઇટિંગ લિસ્ટ પણ હોય છે. અરજદાર તેની પ્રાયોરિટી ડેટ અને વીઝા બૂલેટિન ચેક કરીને પોતાનું સ્ટેટસ જાણી શકે છે.

૩. કોન્સ્યુલર પ્રક્રિયા અથવા એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ

અરજીની પ્રોસિજરમાં કેટલાક વિકલ્પ હોય છેઃ

વિદેશમાં રહેલા ઇમિગ્રન્ટ્સ કોન્સ્યુલર પ્રોસેસ અપવાની શકે છે. તે માટે નેશનલ વીઝા સેન્ટરની મુલાકાત લઈને દસ્તાવેજો સુપરત કરવાના હોય છે અને બાદમાં સ્થાનિક કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ હોય છે.

અમેરિકામાં જ રહેતા હોય તેવા ઇમિગ્રન્ટ્સ અમેરિકા છોડીને વતનમાં જઈને કોન્સ્યુલર પ્રોસેસિંગ કરી શકે છે અથવા અહીં રહીને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કરાવી શકે છે.

ઇમિગ્રન્ટ તરીકે તમે કોન્સ્યુલર પ્રોસેસ પસંદ કરશો તો તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ, મેડિકલ એક્ઝામિનેશન અને ઇન્ટરવ્યૂમાંથી પસાર થવું પડશે. તેની સામે જો તમે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે લાયક હશો તો તમારે Form I-૧૩૦ના એપ્રૂવલની રાહ જોવી પડશે. એપ્રૂવલ પછી તમે નોટીસની નકલ તથા Form I-૪૮૫ અને જરૂરી દસ્તાવેજો મોકલી શકો છો. તમે સાથોસાથ Form I-૧૩૦ પણ ફાઇલ કરીને સમગ્ર કાર્યવાહી એક સાથે કરવાનું પણ પસંદ કરી શકો છો.

છેલ્લે મેરેજ ગ્રીન કાર્ડ માટે એ સાબિત કરવું પણ જરૂરી છે કે વ્યક્તિ પોતાના જીવનસાથીનો આર્થિક રીતે નિભાવ કરી શકે તેમ છે.

ઇમિગ્રેશન તથા નેશનાલિટીના કાયદાઓ અંગે તમારા મનમાં કોઈ પણ સવાલો હોય અને તમને, તમારા પરિવાર અને મિત્રોને તે કેવી રીતે લાગુ પડી શકે છે તેની જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group-VISASERVE લોયર્સનો સંપર્ક કરી શકો છો.

માહિતી માટે ઇમેઇલ કરો -info@visaserve.com અથવા ફોન કરો ૨૦૧-૬૭૦-૦૦૦૬ (હX૧૦૪). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com

Gujarat Times: https://gujarattimesusa.com/how-to-get-a-u-s-marriage-green-card/