વિદેશી નાગરિક અમેરિકાના પ્રવાસે આવવા માગે ત્યારે અમેરિકાનો વીઝા લેવો જરૂરી છે. વીઝા મળે તેની નોંધ જે તે દેશ તરફથી નાગરિકને અપાયેલા પાસપોર્ટમાં નોંધવામાં આવે છે. કામકાજ માટે કે અભ્યાસ સહિતના કારણોસર અમેરિકા આવવા માટે વીઝા અપવાદ નથી, પણ અનિવાર્ય છે. પણ કેટલાક લોકો વીઝા વિના જ અમેરિકાની મુલાકાત લઈ શકે છે, જેની ચર્ચા આગળ કરીશું.
કેટલાક ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સને વીઝા વિના પણ અમેરિકાની મુલાકાત લેવાની તક મળે છે. જોકે તે માટેની કેટલીક લાયકાત જોઈએ. વીઝા વેઇવર પ્રોગ્રામ (VWP)માં જોડાયેલા દેશોના નાગરિકો આ રીતે પ્રવાસ કરી શકે છે. વીઝા વિના આ દેશના નાગરિકો પર્યટન અથવા બિઝનેસ માટે વધુમાં વધુ ૯૦ દિવસ અમેરિકામાં રહી શકે છે.
આ દેશોના નાગરિકે પણ વીઝા વિના અમેરિકા આવતા પહેલાં નીચે પ્રમાણેની શરતો પૂર્ણ કરવી પડેઃ
મુલાકાતી વીઝા વેઇવર પ્રોગ્રામ દેશનો નાગરિકો હોવો જોઈએ; અને
તેની પાસે વેલીડ ESTA હોવું જોઈએ.
ESTA એટલે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ફોર ટ્રાવેલ ઓથોરાઇઝેશન, જે અમેરિકાની મુલાકાતે આવતા પહેલાં મેળવી લેવું જરૂરી છે. ESTA વેબ-બેઝ સિસ્ટમ છે, જે અમેરિકાનો કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) સંભાળે છે. ESTA આધારે વ્યક્તિ વીઝા ફ્રી પ્રવાસ કરી શકે છે કે કેમ તે નક્કી થાય છે.
આવી વ્યક્તિ પાસે યોગ્ય પાસપોર્ટ હોવો પણ જરૂરી છે. અમેરિકાથી પરત જવાની મુદતથી ઓછામાં ઓછા છ મહિના સુધીનો વેલીડ પાસપોર્ટ હોવો જોઈએ અને તે ઇ-પાસપોર્ટ એટલે કે ચીપ સાથેનો હોવો જોઈએ.
હાલમાં ૩૯ દેશો VWP સાથે જોડાયેલા છે. ESTA એપ્લિકેશન સાથે ફી ભરવાની હોય છે અને તેની પ્રોસેસ થયા પછી તમને ESTA એપ્લિકેશન નંબર મળે છે. આ નંબરના આધારે સ્ટેટસ અથવા એપ્રૂવલ જાણી શકાય છે.
આ માટે ઘણી વાર વિદેશ મંત્રાલય અથવા અમેરિકન એમ્બેસીમાંથી પણ વીઝા મેળવવા જરૂરી હોય છે. પ્રવાસના તમારા કારણના આધારે તમને કયો વીઝા મળી શકે તે નક્કી થતું હોય છે. સૌથી વધુ વીઝા કાયમી વસાહત, પર્યટન અને બિઝનેસ માટે મગાતા હોય છે. વિદ્યાર્થી અને જીવનસાથી માટેના વીઝાની પણ અરજીઓ સૌથી વધારે થતી હોય છે.
ઇમિગ્રેશનને લગતી આવી કોઈ પણ માહિતી કે માર્ગદર્શન તમે તમારા માટે કે મિત્રો અને પરિવાર માટે મેળવવા માગતા હો તો NPZ Law Group લોયર્સ સહાયરૂપ થઈ શકે છે. NPZ Law Group VISASERVE અમેરિકા તથા કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સના માર્ગદર્શન માટે ઇમેઇલ કરો info@visaserve.com અથવા ફોન કરો – 201-670-0006 (x104) અમારી વેબસાઇટwww.visaserve.comની પણ મુલાકાત લઈ શકો છો.
Link here: https://gujarattimesusa.com/do-i-need-visa-to-visit-usa/ (Gujarat Times)