અમેરિકાના ઉદ્યોગો માટે જરૂરી કુશળ શ્રમિકો ઇમિગ્રેશનથી મેળવી શકાય

યુએસ ચેમ્બર ઑફ કોમર્સે જૂન ૨૦૨૧માં પ્રગટ કરેલા અમેરિકા વર્ક્સ રિપોર્ટ અનુસાર અમેરિકામાં શ્રમિકોની ભારે અછત ઊભી થઈ છે. શું અમેરિકાના ઉદ્યોગો શ્રમિકોની તંગી ઇમિગ્રેશનથી પૂરી કરી શકે? આવો જાણીએ.

અમેરિકા વર્ક્સ રિપોર્ટ ૨૦ વર્ષના રોજગારી અને નોકરીઓના આંકડાંના આધારે તૈયાર થયો છે. તેમાં ચિંતાજનક તારણ એવું પણ નીકળ્યું છે કે અત્યારે જેટલા માણસોની જરૂર છે, તેનાથી અડધા જ માંડ ઉપસ્થિત છે. યુએસ ચેમ્બર ઑફ કોમર્સને લાગે છે કે શ્રમિકોની અછત વધતી જ રહી છે.

અમેરિકામાં કુશળ શ્રમિકોની તંગી કેમ ઊભી થઈ?

કોરોના સંકટ એક મહત્ત્વનું પરિબળ ખરું, પણ બધો જ વાંક મહામારીનો પણ નથી. બીજા પરિબળોને કારણે પણ માણસોની તંગી ઊભી થઈ છે. ખાસ કરીને ઑટોમેશન, રોબોટિક્સ અને મેકાટ્રોનિક્સના નવા ક્ષેત્રમાં કુશળ કર્મચારીઓ મળતા નથી. ભવિષ્યના આધુનિકીકરણ માટે આવા કુશળ માનવધનની જરૂર છે, ત્યારે જ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં તેની તંગી નડી રહી છે.

ઉત્પાદકો કુશળ શ્રમિકોને વિશેષ લાભો આપવા પણ તૈયાર છે, છતાં માણસો મળતા નથી.

આ તંગી ઇમિગ્રેશનથી કેવી રીતે દૂર કરી શકાય?

ઐતિહાસિક રીતે અમેરિકાના વિકાસ માટે ઇમિગ્રેશન અગત્યનું રહ્યું છે. ઇમિગ્રેશનથી જુદા જુદા ઉદ્યોગ ક્ષેત્રોને કુશળ માનવધન પ્રાપ્ત થતું રહ્યું છે. એ જ રીતે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર પણ ઇમિગ્રેશન મારફત સ્કિલ્ડ શ્રમિક અને ઊચ્ચ કક્ષાના પ્રોફેશનલ્સની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે.

હાલની ઇમિગ્રેશન સિસ્ટમમાં કેટલીક મર્યાદાઓ છે, જેથી બધા જ ક્ષેત્રની જરૂરિયાત પૂરી થઈ શકતી નથી. આમ છતાં કેટલાક વિકલ્પો ઉપલબ્ધ છે.

L-1 વીઝાઃ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા મેન્યુફેક્ચરર્સ વિદેશી એકમમાંથી કર્મચારીઓને અમેરિકા કંપનીમાં જ બદલી મારફત ટ્રાન્સફર કરી શકે છે. તેના કારણે કંપનીને જાણનારા માણસો મળી શકે છે.

અમેરિકાના જુદા જુદા દેશો સાથે ટ્રેડ એગ્રીમેન્ટસ છે, જેમાં તે દેશોના નાગરિકોને વર્ક વીઝાના વિકલ્પો હોય છે. તેમાં સૌથી જાણીતો છે યુએસ-મેક્સિકો-કેનેડા એગ્રીમેન્ટ (USMCA), જેના આધારે કેનેડા અને મેક્સિકોના નાગરિકોને અમેરિકાનો વર્ક વીઝા મળી શકે છે. તેમાં એન્જિનિયર્સ, ટેક્નિશિયન્સ અને કમ્પ્યુટર એનલિસ્ટનો સમાવેશ થાય છે. આ માટે બેચલર ડિગ્રી જરૂરી છે. જોકે ટેક્નોલોજીમાં કામદારને એન્જિનિયરિંગનું થિયોરેટિક નોલેજ હોય તો પણ વીઝા મળી શકે છે. આ વિકલ્પનો લાભ લઈને અમેરિકન કંપનીઓ માણસોને લાવી શકે છે.

વધુ ઉચ્ચ કક્ષાની, સ્પેશ્યાલિટી ઑક્યુપેશનની જગ્યા માટે H-1B વીઝાનો વિકલ્પ છે. જોકે તેમાં લોટરી આધારિત પસંદગી હોય છે અને મહત્તમ વાર્ષિક મર્યાદા હોય છે.

કામચલાઉ, સિઝનલ જરૂરિયાત માટે માણસોની ભરતી માટે કંપનીઓ H-2B વર્ક વીઝાનો વિકલ્પ પણ ચકાસી શકે છે.

હાલમાં અમેરિકામાં ટેક્નિકલ સ્કીલ મેળવવાના બદલે ચાર વર્ષની બેચલર ડિગ્રી લેવાનો ટ્રેન્ડ છે. તેના કારણે સ્કીલ્ડ શ્રમિકો મળતા નથી. તેની સામે જર્મની, સ્પેન અને ફિનલેન્ડ જેવા દેશોમાં વ્યવસાયી તાલીમ પર ભાર મૂકવામાં આવે છે. આવા દેશોમાંથી શ્રમિકોનો લાભ લઈ શકાય છે.

ઇમિગ્રેશન માટેના આ પ્રકારના વિકલ્પોની માહિતીની વધુ જાણકારી ઇચ્છતા હો અથવા તો તમને, તમારા પરિવારને તે કેવી રીતે તે અસર કરે છે તે જાણવા માગતા હો તો અમારા NPZ Law Groupના ઇમિગ્રેશન અને નેશનાલિટીના જાણકાર લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો -info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com

Gujarat Times: https://gujarattimesusa.com/addressing-united-states-skills-shortage-manufacturers-can-leverage-immigration-to-fill-labor-gaps/