ડિપાર્ટમેન્ટ ઑફ લૅબરના નિયમોનો ભંગ ના થાય તે માટે શું કરવું જોઈએ

H-1B વીઝા પ્રોગ્રામ હેઠળ નોકરીદાતા ચોક્કસ કામગીરી માટે નોન-ઇમિગ્રન્ટ્સને નોકરીએ રાખી શકે છે, પરંતુ તેના માટે ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (INA) અનુસાર H-1B વર્કરને સ્થાનિક પગારધોરણ કરતાં વધારે વેતન આપવું પડે. અમેરિકાના કામદારોની રોજગારી અને વેતન જાળવવા આ નિયમ છે. H-1B વીઝા પર વિદેશથી વર્કરને નોકરી આપતાં પહેલાં ડિપાર્ટમેન્ટ ઑફ લૅબર (DOL) પાસેથી મંજૂરી લેવી જરૂરી છે. કાયદામાં વિશેષ કામગીરીની વ્યાખ્યા આપતા જણાવાયું છે કે ખૂબ ઊંચા જ્ઞાનની જરૂર પડે તથા બેચલર કે તેનાથી ઊંચી ડિગ્રીની જરૂર પડે તે. કંપનીએ H-1B વર્કરને જોબ પર રાખતા પહેલાં DOLને લેબર કન્ડિશન એપ્લિકેશન (LCA) કરીને તેના માટેની મંજૂરી મેળવવી જરૂરી છે.

LCA અંગેના નિયમોના પાલન માટે અને કર્મચારી માટે LCA તૈયાર કરવામાં કંપનીએ ખૂબ કાળજી રાખવી જોઈએ. જાણ્યે કે અજાણ્યે LCA માટે કોઈ ખોટી વિગતો આપવામાં આવે કે ખોટી સપોર્ટિંગ દસ્તાવેજો રજૂ કરવામાં આવે કે તેવું કરવા માટે અન્યને કોઈ પ્રકારે સહાય કરવામાં આવે કે સલાહ આપવામાં આવે તેને ફેડરલ ગુનો ગણવામાં આવે છે. આવા ગુના બદલ પાંચ વર્ષ સુધી કેદ અને દંડ અથવા બંને થઈ શકે છે. LCA તૈયાર કરવામાં ગેરરીતિ અથવા ખોટી માહિતી અપાય તો તે બદલ ETA 9035 આધારે સજા પણ થઈ શકે છે.

LCA દાખલ કર્યા વિશેની નોટિસ ક્યાં પ્રદર્શિત કરવી જોઈએ?

LCA માટે જરૂરી છે કે વર્કર જોબ પર રાખવાના છે તે વિશેની નોટિસ આપવામાં આવે. LCA દાખલ કરવામાં આવી છે તેની નોટિસ જાહેર રીતે દર્શાવવી જરૂરી છે. જે કામગીરી માટે કલેક્ટિવ બાર્ગેનિંગ પ્રતિનિધિ ઉપલબ્ધ હોય ત્યારે તેને જરૂરી બધી વિગતો અને દસ્તાવેજો સાથે LCAની નકલ આપવી જરૂરી છે.

બાર્ગેનિંગ પ્રતિનિધિ ના હોય ત્યારે અન્ય બે રીતે નોટિસ આપવી જરૂરી બને છે. H-1B કર્મચારીની ભરતી કામના જે સ્થળે થવાની હોય તે સ્થળે નજરે ચડે તેવી બે જગ્યાઓ પર LCA ફાઇલ કર્યાની નોટિસ ચીટકાવવી જરૂરી છે. બીજી રીત ઇલેક્ટ્રોનિક પદ્ધતિએ નોટિસ આપવાની છે. કંપનીમાં કામ કરતાં કર્મચારીઓને તથા કંપની જે સ્થળે કામ કરતી હોય તે જગ્યાના માલિક કે તે જગ્યાએ કામગીરી કરી રહેલા માલિકના કર્મચારીઓને પણ નોટિસ મળે તે રીતે ઇલેક્ટ્રોનિકલી તેને જાહેર કરવી જોઈએ. અન્ય કોઈ ઓફિસે H-1B નોન-ઇમિગ્રન્ટની નિમણૂક થવાની હોય ત્યાં પણ નોટિસ લગાવવી જરૂરી છે. LCA દાખલ કરવાની હોય તેના 30 દિવસ પહેલાં નોટિસ લગાડવી જોઈએ અને નોટિસ 10 દિવસ સુધી લગાડેલી રહેવી જોઈએ.

વર્કરની ભરતી બાદ થર્ડ પાર્ટીની અન્ય જગ્યાએ કામ કરવા મોકલવાનો હોય તો તેવી સેકન્ડરી સાઇટ્સ પર પણ નોટિસ લગાવવી જરૂરી છે. થર્ડ પાર્ટીની જગ્યાએ નોટિસ લાગી શકે તેમ ના હોય કે તે સ્થળના માલિક મનાઈ કરે તેવા સંજોગોમાં પણ નોકરીદાતા કંપનીની જ જવાબદારી બને છે. આ ઉપરાંત નોટિસ ક્યારે અને કેવી રીતે લગાવાઈ, કઈ જગ્યાએ લગાવાઈ હતી તેની નકલો અને તે અંગેની નોંધ તથા લગાવ્યાની તારીખો વગેરે વિગતો સાચવી રાખવી જરૂરી છે.

H-1B વર્કર્સ અંગે કંપનીઓની અન્ય જવાબદારીઓ અને વિલફુલ વાયોલેટર્સ

H-1B કર્મચારી પર આધારિત કંપની કઈ તેની વ્યાખ્યા જોઈએ તો જે કામગીરી માટે ભરતી કરવાની હોય તે પ્રકારના 25 કે ઓછા કર્મચારીઓ હોય, તેમાંથી ઓછામાં ઓછા 8 H-1B વર્કર્સ હોય; અથવા 26થી 50 એ જ કક્ષાના કર્મચારીઓ હોય અને તેમાં ઓછામાં ઓછા 13 H-1B વર્કર્સ હોય; અથવા તો 51 કે તેથી વધુ સમાન કક્ષાના વર્કર્સ હોય અને તેમાં ઓછામાં ઓછા 15 ટકા કે વધુ H-1B કર્મચારીઓ હોય. આવી કંપનીને H-1B ડિપેન્ડન્ટ એમ્પ્લોયર ગણવામાં આવે છે.

આ દરજ્જો છે કે નહીં તે નક્કી કરવાનું મુશ્કેલ લાગતું હોય ત્યાં ‘સ્નેપ-શોટ ટેસ્ટ’ કરી શકાય છે. કુલ કેટલા કર્મચારીઓ (H-1B સહિત) કામ કરે છે અને તેમાં કુલ H-1B કર્મચારીઓ કેટલા તેની સરખામણી કરી શકાય. આવી સરખામણીથી લાગે કે નાની કંપની H-1B ડિપેન્ડન્ટ એમ્પ્લોયર સાબિત થઈ શકે છે, ત્યારે સ્ટેટસ નક્કી કરવા સંપૂર્ણપણે ગણતરી કરી લેવી જોઈએ. મોટી કંપનીમાં 15 ટકાથી વધુ કર્મચારીઓ H-1B વર્કર્સ હોય ત્યારે સંપૂર્ણપણે ડિપેન્ડન્સી સ્ટેટસ ગણી લેવું જોઈએ.

સ્ટેટસ સાબિત થતું હોય છતાં અરજી ના થઈ હોય ત્યારે વિલફુલ ડિફોલ્ટર ગણી શકાય. LCA ફાઇલ કરવામાં આવે તેના પાંચ વર્ષ અગાઉની (અને 20 ઑક્ટોબર 1998 પછીની) કોઈ પણ વિગતો ખોટી રીતે રજૂ કરવામાં આવી હોય તો પણ વિલફુલ વાયોલેટર ગણી લેવામાં આવશે. H-1B ડિપેન્ડન્ટ હોય તે અથવા વિલફુલ વાયોલેટર કંપનીએ સ્પષ્ટપણે જણાવવું પડે કે H-1B વીઝા ફાઇલ કરતી વખતે અમેરિકાના કોઈ નાગરિકને નોકરીમાંથી દૂર કર્યો નથી. કોઈની નોકરી જતી રહી નથી તે અંગે વિશેષ તપાસ કરાવવાની રહેશે. સાથે જ કંપનીએ ખાતરી આપવી પડશે કે અમેરિકન વર્કર્સને નોકરી રાખવા માટે કંપનીએ પ્રયાસો કર્યા હતા. જે જોબ માટે H-1B વર્કર વીઝા માગવામાં આવ્યા હોય તે જોબ એ જ કક્ષાની કે વધારે સારી લાયકાત ધરાવનારા અમે

The content on this website is provided for general informational purposes only and does not constitute legal advice. Viewing this website or contacting our office does not create an attorney-client relationship.