અગાઉ દાખલ થયેલી EB – ૧ અને EB – ૨ માટેના Form I – ૧૪૦ની અરજીઓમાં પ્રિમિયમ પ્રોસેસિંગ

USCIS તરફથી I – ૧૪૦ પિટિશન્સમાં કેટલાક અરજદારો માટે પ્રિમિયમ પ્રોસેસિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. EB – ૧ અને EB – ૨ ક્લાસિફિકેશન હેઠળ ઇમિગ્રેશન પિટિશન ફોર એલિયન વર્કર્સ માટેની અરજી કરેલી હોય અને પેન્ડિગ હોય તેમાં કેટલાક અરજદારોને આ લાભ મળી શકે છે. E૧૩ મલ્ટિનેશનલ એક્ઝિક્યુટિવ અને મેનેજર અથવા E૨૧ ક્લાસિફિકેશ હેઠળ એડવાન્સ ડિગ્રી સાથેના પ્રોફેશનલ્સ અથવા નેશનલ ઇન્ટરેસ્ટ વેઇવરમાં અનોખી વિશેષતા ધરાવનારા લોકો માટે આ તક પ્રાપ્ત થઈ શકે છે. અરજદારો પ્રિમિયમ પ્રોસેસિંગ કરાવવા માગતા હોય તો તેમણે Form I – ૯૦૭ ફાઇલ કરવાનું રહેશે. તબક્કાવાર આ પ્રિમિયમ પ્રોસેસિંગ થઈ શકે છે. ‘ ૧ જૂન , ૨૦૨૨ ના રોજથી E૧૩ માટેના અરજદારો પાસેથી Form I – ૯૦૭ સ્વીકારવાનું

USCIS શરૂ કર્યું છે, જેમની અરજી પહેલી જાન્યુઆરી, ૨૦૨૧ કે તેની પહેલાં મળેલી હોય. અરજદારો જુલાઈ, E૨૧ NIW માટેની પ્રિમિયમ પ્રોસેસિંગ માટેનું Form I – ૯૦૭ USCIS સ્વીકારવાનું ચાલુ કરશે. આ લોકોની અરજી ૧ માર્ચ, ૨૦૨૧ પહેલાં કરેલી હોવી જોઈએ. USCIS તરફથી આ બે તારીખો જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે જ અરજીઓ આવશે તેને ધ્યાનમાં લેશે . આ અગાઉ ફાઈલ કરેલી રિક્વેસ્ટને ધ્યાને લેવાશે નહિ . ૨૩ મે, ૨૦૨૨ ના રોજ USCIS તરફથી Form I – ૯૦૭નું નવું વર્ઝન જાહેર કરવામાં આવ્યું છે, જેની તારીખ ૦૫-૩૧-૨૨ છે. જૂન મહિના માટે USCIS ૦૯-૩૦-૨૦ અને ૦૫-૩૧-૨૨ બંને તારીખ સાથેના Form I – ૯૦૭ સ્વીકારશે. પરંતુ ૧ જુલાઈ પછી USCIS ૦૯-૩૦-૨૦ તારીખ સાથેના જૂના Form I – ૯૦૭ સ્વીકારશે નહિ. ઇમિગ્રેશન અને નેશનાલિટી લોઝ અંગે આ પ્રકારની માહિતી માટે કે માર્ગદર્શન માટે તમે અમારા NPZ લો ગ્રુપના લોયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો ૨૦૧-૬૭૦-૦૦૦૬ ( ૧૦૪ ) . વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.

The content on this website is provided for general informational purposes only and does not constitute legal advice. Viewing this website or contacting our office does not create an attorney-client relationship.