કેનેડાની ઓનલાઇન સ્ટડી વિદેશમાં રહીને કરી શકાશે

કોરોનાને કારણે પ્રવાસ મુશ્કેલ બન્યો છે ત્યારે કેનેડામાં ભણવા માગતા વિદ્યાર્થીઓ માટે અ નિશ્ચિતતા ઊભી થઈ છે. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશીપ કેનેડા વિભાગે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમીટ માટે ત્રણ નવા પગલાં લીધાં છે. ઓનલાઇન પ્રોગ્રામ માટેના વિદ્યાર્થીઓના લાયકાતના ધોરણોમાં ફેરફારો કરાયા છે.

વિદેશ રહીને જ કેનેડાના ઓનલાઇન પ્રોગ્રામમાં જોડાવા માગતા વિદ્યાર્થીઓની સરળતા માટે આમ કરાયું છે. નીચે પ્રમાણેની છૂટછાટ તે માટે અપાઈ છે.

(૧) ભવિષ્યમાં પોસ્ટ ગ્રેજ્યુએસ વર્ક પરમીટ મળે તેના સમયગાળામાંથી બાકાત કર્યા વિના વિદ્યાર્થીઓને વિદેશમાંથી જ ૨૦ એપ્રિલ ૨૦૨૧ સુધી ઓનલાઇન ભણવાની છૂટ; શરત એટલી રહેશે કે આગળ જતા ઓછામાં ઓછો ૫૦્રુ સ્ટડી કેનેડામાં પૂરો કરવામાં આવે.

(૨) મેથી સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન શરૂ થયેલા કોર્સ હોય અને જેનો સમયગાળો ૮થી ૧૨ મહિનાનો હોય, તેઓ સંપર્ણ પ્રોગ્રામ વિદેશમાંથી ઓનલાઇન પૂર્ણ કરી શકશે અને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમીટ માટે તેઓ લાયક ગણાશે.

(૩) મેથી સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન શરૂ થનારા કોર્સમાં પ્રવેશ મેળવીને ૩૦ એપ્રિલ, ૨૦૨૧ સુધી ઓનલાઇન અભ્યાસ કરે અને એકથી વધુ સ્ડટીમાં ગ્રેજ્યુએટ થાય તો તેઓ આ સમયગાળાને પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમીટ માટે ભવિષ્યમાં અરજી કરે ત્યારે ગણાવી શકશે; શરત એટલી કે ઓછામાં ઓછો ૫૦્રુ અભ્યાસ કેનેડામાં રહીને પૂરો થઈ શકે.

આ છૂટછાટનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ ૨૦૨૦ના વર્ષના રંસ્પ્રગ, સમર અને ફૉલ અથવા જાન્યુઆરી ૨૦૨૧માં શરૂ થનારા સેમેસ્ટરના પ્રોગ્રામ માટે સ્ટડી પરમીટની અરજી કરી દીધેલી હોવી જોઈએ. સ્ટડી પરમીટ માટેની મંજૂરી પણ મળવી જરૂરી છે. કોરોનોની સ્થિતિ પ્રમાણે ભવિષ્યમાં જરૂર પડશે તે પ્રકારના ફેરફારો આવી શકે છે.

નાચમન ફૂલવાણી ઝિમોવકેક (NPZ) લૉ ગ્રુપના અમેરિકા અને કેનેડા ખાતેના ઇમિગ્રેશન અને નેશનાલિટી લૉયર્સ ક્લાયન્ટ્સને રોજગારી તથા ફેમિલી ઇમિગ્રેશનની બાબતમાં માર્ગદર્શન અને મદદરૂપ થઈ શકે છે. આ બાબતમાં વધુ જાણકારી માટે ઇમેઇલ કરો -info@visaserve.cm અથવા અમારી ઓફિસનો સંપર્ક કરવા કોલ કરો 201-670-0006 (x 100)

Source: https://gujarattimesusa.com/canada-online-study/ (Gujarat Times)