H-4, L-2 અને E નોન-ઇમિગ્રન્ટ્સ માટે બાયોમેટ્રિક્સ હાલ પૂરતું મોકૂફ

નોન-ઇમિગ્રન્ટ્સ સ્ટેટસને લંબાવવા કે ફેરફાર કરવા માટે Form I-539 ફાઇલ કરનારા કેટલાક અરજદારો માટે બાયોમેટ્રિક્સની જરૂરિયાત થોડો સમય માટે ૧૭ મે, ૨૦૨૧થી મોકૂફ રાખવામાં આવી છે. H-4, L-2 અને E સ્ટેટસ માટે ફિંગરપ્રિન્ટ્સ અને તસવીર લીધા સિવાય હાલ કામ ચલાવવામાં આવશે એમ USCIS તરફથી જણાવાયું છે.

USCIS જણાવ્યા અનુસાર ૧૭ મે, ૨૦૨૩ સુધી મોકૂફ રહેશે.

એ યાદ રાખવું જરૂરી છે કે USCIS એક્પિડાઇટ માટેની રિક્વેસ્ટ નકારી કાઢી હોય તેના વિશે ઓમ્બૂડ્ઝમેન કશું કરી શકતા નથી. ઓમ્બૂડ્ઝમેન એવું જણાવવા ઇચ્છે છે કે Form I-765 ફાઇલ કરવાનો ઑપ્શન, એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન માટેની એપ્લિકેશન ઑનલાઇન ફાઇલ કરવાની તક માત્ર એવા F-1નો-ઇમિગ્રન્ટ્સને મળે છે, જે નીચેની કેટેગરીમાં આવતા હોયઃ

(c)(૩)(A) OPT પહેલાં પૂર્ણ થયેલી;

(c)(૩)(B) OPT પૂર્ણ થયા બાદ; અને

(c)(૩)(c) સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM) સ્ટુડન્ટ્સને ૨૪ મહિનાનું એક્સટેન્શન

ઉપરની કેટેગરી સિવાયના અરજદારોની ૧૫ એપ્રિલે કે તે પછીની અરજી નકારી કઢાશે અને ફી રિફન્ડ કરાશે નહીં એમ USCISએ જણાવ્યું છે.

ઑપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ (OPT) માટે Form I-765 ફાઇલ કરનારા અરજદારો

Form I-765 રિસિટ નોટિસમાં વિલંબથી મુશ્કેલીમાં આવ્યા હોય તેવા વિદેશી વિદ્યાર્થીઓ (F-1 નોન-ઇમિગ્રન્ટ્સ) માટે USCISએ કેટલીક છૂટછાટ આપી છે. ૧ ઑક્ટોબર, ૨૦૨૦થી ૧ મે, ૨૦૨૧ સુધીમાં અરજી મળી હશે તેને આ લાભ મળશે. આ બાબતમાં USCISએ યોગ્ય કાર્યવાહી કરી છે એવું ઓમ્બુડ્ઝમેને નોંધ્યું છે.

f-1 સ્ટુડન્ટ્સ માટે વધુ વિગતો માટે તથા Form I-765 ફાઇલ કરવા માટેની વધુ વિગતો માટે જુઓ USCIS વેબસાઇટ જુઓ.

એપોઇન્ટમેન્ટ માટે એપ્લિકેશન સપોર્ટ સેન્ટર (ASC)

તમારી ASC એપોન્ટમેન્ટ નક્કી થઈ ગઈ હોય અને પછી રદ થઈ હોય અને ૪૫ દિવસમાં ફરી ના અપાઈ હોય તો તમે ઓમ્બુડ્ઝમેનની મદદ માગી શકો છો.

તમારી એપોઇન્ટમેન્ટ નજીકના સેન્ટરને બદલે દૂર નક્કી થઈ હોય ત્યાં જવા તમે સક્ષમ ના હો, અને તમે સ્થળ બદલવા અરજી કરી હોય તો (રિક્વેસ્ટને ૪૫ દિવસ થઈ ગયા હોય) તો ઓમ્બુડ્ઝમેનની મદદ માગી શકો છો.

એપ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડોક્યૂમેન્ટ્સ (EAD)ના પ્રોસેસિંગમાં વિલંબ

તમારી Form I-539ની એપ્લિકેશન (સાથેના Form I-765ની નહીં) નિર્ધારિત સમયથી વધારે પેન્ડિંગ પડી હોય તો તમે ઓમ્બુડ્ઝમેનની મદદ માગી શકો છો.

તમારું Form I-765 જો Form I-539 પર આધારિત હોય (સાથે ફાઇલ ના કરાયું હોય તો પણ), પ્રથમ તમારે Form I-539ની ઇન્ક્વાયરી ડેટ ચેક કરવી જોઈએ. તમારું Form I-765 તમારા I-539 પહેલાં પ્રોસેસ નહીં થાય. આ બાબતમાં મુશ્કેલી છે તે વિશે ઓમ્બૂડ્ઝમેને USCIS ધ્યાન દોર્યું છે.

જો તમારું Form I-821D (સાથેનું Form I-765 નહીં) નિર્ધારિત સમયથી વધારે પેન્ડિંગ હોય તો ઓમ્બુડ્ઝમેનની મદદ માગી શકો છો.

અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોઝની આવી માહિતી જાણવા, સમજવા માટે તમે NPZ લો ગ્રૂપ VISASERVE અમારા ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સનો સંપર્ક સાધી શકો છો. આ માટે ઇમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો – 201-670-0006 (x104). વધુ વિગતો માટે જુઓ અમારી વેબસાઇટ – www.visaserve.com

Gujarat Times: https://gujarattimesusa.com/dhs-update-temporary-suspension-of-biometrics-for-h-4-l-2-and-e-nonimmigrants/