શું મારી માસ્ટર્સની ડિગ્રી H-1B માસ્ટર્સ કેપ માટે માન્ય ગણાય ખરી?

F-1 વીઝા મળ્યા હોય તેમાંથી ઘણા OPT ચેન્જ કરીને ઇમિગ્રેશન સ્ટેટસમાં ફેરફાર કરી અને સ્પેશ્યાલિટી વર્કર (H-1B વર્કર) તરીકેનો દરજ્જો મેળવવા માગતા હોય છે. દર વર્ષે કેટલા H-1B વીઝા ઇશ્યૂ થાય તેની કેપ સંસદે નક્કી કરેલી છે. કુલ 58,200 વીઝા અપાતા હોય છે. આ ઉપરાંત અમેરિકાની કૉલેજ કે યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવનારને 20,000 H-1B વીઝા અપાય છે.

30 જાન્યુઆરી, 2019ના રોજ ગૃહ મંત્રાલયે ફાઇનલ રૂલ જાહેર કરીને ઊંચ્ચ ડિગ્રીધારકોને કઈ રીતે એક્ઝમ્પશન મળી શકે તે જણાવ્યું હતું. આ નિયમો અનુસાર માસ્ટર્સ અથવા તેનાથી ઊંચી ડિગ્રી હોય તેવા વર્કરની ભરતી કરવા માગતી કંપનીઓ માટે લોટરીમાં વીઝા મળવાની વધારે શક્યતા ઊભી થતી હોય છે.

USCISના જણાવ્યા અનુસાર વીઝા મેળવવા રજિસ્ટ્રેશન થયા પછી તેમાંથી એવી રીતે અરજીઓ પસંદ કરવામાં આવશે, જેથી નિર્ધારિત સંખ્યામાં અરજીઓની સંખ્યા થઈ જાય. આ પસંદગીનો માપદંડ એવી રીતે રખાશે કે જેનાથી માસ્ટર્સ કે તેનાથી ઊચ્ચ ડિગ્રીઓ હોય તેવી વ્યક્તિ માટે પસંદગીની તક વધી જાય.

જોકે અરજદાર, F-1 સ્ટુડન્ટ્સ અને H-1Bની ભરતી કરવા માગતી કંપનીઓએ નોંધવું જોઈએ કે અમેરિકાની દરેક કૉલેજ કે યુનિવર્સિટીમાંથી મળતી માસ્ટર્સ ડિગ્રી H-1B “માસ્ટર્સ કેપ” હેઠળના વધારાના 20,000 વીઝા માટે લાયક ઠરતી નથી. કેટલાક ક્રાઇટેરિયાના આધારે જ આવી ડિગ્રી ધ્યાનમાં લેવામાં આવે છે. હાયર એજ્યુકેશન ઍક્ટ 1965ની કલમ 101(a) પ્રમાણેની વ્યાખ્યામાં આવતી અમેરિકાની હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની માસ્ટર્સ ડિગ્રી જ માન્ય ગણાશે.

ડિગ્રીનું નામ શું છે માત્ર તે આધારે નહીં, પણ જુદી જુદી બાબતોના આધારે ડિગ્રી યોગ્ય છે કે કેમ તે નક્કી કરાય છે. દાખલા તરીકે ડૉક્ટર ઑફ કાઇરોપ્રેક્ટિક નામની ડિગ્રી એન્ટ્રી લેવલ ડિગ્રી છે. આ ડિગ્રી પૂર્વે બેચલર ડિગ્રીની જરૂર પડતી નથી. સામેની બાજુએ એટર્નીઝને અપાતી J.D. ડિગ્રી અને ફિઝિશિયન્સને અપાતી ડૉક્ટર ઑફ મેડિસિનની ડિગ્રી મેળવતા પહેલાં બેચલરની ડિગ્રી મેળવવી જરૂરી છે. તેથી ભલે આ બંને ડિગ્રીઓ Ph.D. સમકક્ષ ના ગણાય, પરંતુ J.D. અને M.D. બંને માસ્ટર્સ ડિગ્રી ગણાશે.

બીજી શરત અનુસાર – હાયર એજ્યુકેશન ઍક્ટ 1965ની કલમ 101(a) હેઠળની વ્યાખ્યામાં હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આવતી હોય તેની ડિગ્રી હોવી જોઈએ. તે માટે પાંચ શરતો અગત્યની છે, જેમાં બે શરતો મુખ્ય છે – (1) સંસ્થા સરકારી અથવા નોનપ્રોફિટ ઇન્સ્ટિટ્યૂટ હોવી જોઈએ, (2) નેશનલ એક્રેડિટિંગ એજન્સી કે એસોસિએશન દ્વારા માન્યતા પ્રાપ્ત કરી હોવી જોઈએ. અન્ય ત્રણ શરતોમાં: (1) ગ્રેજ્યુએશન અથવા તેને સમાન સર્ટિફિકેટ આપતી ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓને રેગ્યુલર સ્ટુડન્ટ્સ તરીકે પ્રવેશ આપતી હોવી જોઈએ; (2) જે તે રાજ્યમાં સેકન્ડરી એજ્યુકેશનથી ઊચ્ચ શિક્ષણ આપવા માટેની સત્તાવાર મંજૂરી સંસ્થા પાસે હોવી જોઈએ; અને (3) અભ્યાસક્રમ બેચલર ડિગ્રી આપી શકે તેવો હોવો જોઈએ અથવા તેને સમકક્ષ ગણાય તેવો ઓછામાં ઓછો બે વર્ષનો અભ્યાસક્રમ હોવો જોઈએ.

ઉદાહરણ માટે બે ડિગ્રીઓ જોઈએ – એક વિદ્યાર્થીએ DeVry Universityની Keller School of Management પાસેથી માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)ની ડિગ્રી મેળવેલી છે. બીજા સ્ટુડન્ટ પાસે Thunderbird School of Global Managementની ડિગ્રી છે. DeVry એ નફાના હેતુથી ચાલતી ખાનગી યુનિવર્સિટી છે, તેથી તેની માસ્ટર્સની ડિગ્રી Master’s H-1B cap માટે ધ્યાને લેવાશે નહીં. બીજા સ્ટુડન્ટની ડિગ્રી માન્ય ગણાશે, કેમ કે Thunderbird નોનપ્રોફિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે. હા, Keller School of Managementનો વિદ્યાર્થી રેગ્યુલર H-1B cap માટે માન્ય ગણાશે ખરો.

માસ્ટર્સ ડિગ્રી આધારે વીઝા લેવા માગતા હોય તેમણે આ બંને બાબતો ખાસ ચકાસી લેવી જોઈએ: (1) ઇન્સ્ટિટ્યૂટ સરકારી છે કે ખાનગી; અને (2) તે પ્રોફિટ માટે ચાલે છે કે નોનપ્રોફિટ ઇન્સ્ટિટ્યૂટ છે. સરકારી ઇન્સ્ટિટ્યૂટની ડિગ્રી માન્ય ગણાતી હોય છે. ખાનગી યુનિવર્સિટી કે કૉલેજની ડિગ્રી લેતા પહેલાં એ ચેક કરવું કે તે ફોર-પ્રોફિટ છે કે નોન-પ્રોફિટ છે. ખાનગી યુનિવર્સિટી હોય, પણ નોન-પ્રોફિટ હોય તો તેની ડિગ્રીને ધ્યાને લેવાય છે. ખાનગી યુનિ.ના સ્ટુડન્ટ રેગ્યુલર H1-B માટે જોકે અરજી કરી શકે છે.

H1-B વીઝા માટે તથા તેમાં Master’s Cap H-1B નોનઇમિગ્રન્ટ વીઝા માટે આ પ્રકારની વધુ માહિતી માટે અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સ અને એટર્નીઝનો સંપર્ક કરો. તે માટે ઇમેઇલ કરો info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ વિગતો માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com.

 

Gujarat Times Link: https://gujarattimesusa.com/does-my-masters-degree-qualify-for-the-h-1b-master

The content on this website is provided for general informational purposes only and does not constitute legal advice. Viewing this website or contacting our office does not create an attorney-client relationship.