US IMMIGRATION THREATENED! – Presidential Proclamation Restricting Travel from South Africa (and Other Nations) due to the Omicron Variant.

અમેરિકાના નાગરિક સાથે સગાઈ અથવા લગ્ન કરીને તમે અમેરિકાના કાયમી નિવાસી બનવા માગતા હો ત્યારે તમારી કાયમી નિવાસી સ્ટેટસ સામેની શરતોને દૂર કરવા માટે ફોર્મ ભરીને અરજી કરવાની હોય છે. સગાઈ કરીને લગ્ન કરવાના ઈરાદા સાથે અથવા લગ્ન કરીને તમે શરતોને આધિન કાયમી નિવાસી સ્ટેટસ મેળવો છો તે માત્ર બે વર્ષ માટે જ હોય છે અને તે સ્ટેટસને રિન્યૂ કરી શકાતું નથી.

આ પ્રકારની તમારું કાયમી નિવાસી સ્ટેટસ જતું ના રહે તે માટે તમારે Form I-751 ભરવાનું હોય છે અને તમારા સ્ટેટસ માટે જે શરતો હોય છે તેને દૂર કરવા માટેની અરજ કરવાની હોય છે. જો તમારા લગ્નની બાબતમાં કોઈ સંદિગ્ધતા હોય તેવા સંજોગોમાં Form I-751 બાબતમાં ઘણી વાર કૉમ્પ્લિકેશન્સ ઊભા થતા હોય છે.
અહીં જાણવા કોશિશ કરીએ કે આ ફોર્મ ક્યારે અને કેવી રીતે ભરવું જોઈએ.

તમને લગ્નના આધારે શરતી કાયમી નિવાસી સ્ટેટ્સ મળ્યું છે તે કાયમી ખરું, પણ શરતી છે. જો તમે Form I-751 ના ભરો અથવા તમે જેના માટે લાયક હો તે અન્ય સ્ટેટસ માટે અરજી ના કરો તો અમેરિકામાં તમારી કાયદેસરતા ખતમ થઈ જાય છે.

Form I-751 માટેની પિટિશન કરવા માટે તમને બે વર્ષનો સમય મળે છે. બે વર્ષ પૂર્ણ થાય તેની પહેલાં આ અરજી ના કરી દેવામાં આવે તો તમારું શરતી કાયમી નિવાસી સ્ટેટસ ખતમ થઈ જાય છે અને વ્યક્તિ ગેરકાયદે વસાહતી ગણાશે. તેવા સંજોગોમાં તમને પરત પણ મોકલી શકાય છે. તેથી તમારે અમેરિકામાં સત્તાવાર રીતે વસાહતી તરીકે રહેવા અરજી કરી દેવી જરૂરી છે.

Form I-751 ભરવા માટેની લાયકાત શું છે હવે જોઈએ.

તમારા શરતી કાયમી નિવાસી સ્ટેટસમાંથી શરતો દૂર કરવા માટે Form I-751 ફાઈલ કરી શકો અને શરતો હટાવી શકો તે માટે નીચે મુજબની લાયકાત જોઈએ:

• તમે હજી પણ જે તે વ્યક્તિ સાથે પરણેલા હોવા જોઈએ અને તે સંજોગોમાં નાગરિક દ્વારા અને તેની સાથે લગ્ન કરનાર વ્યક્તિએ સંયુક્ત રીતે અરજી કરવાની હોય છે;
• તમે વાજબી રીતે લગ્ન કર્યા હતા, પણ આ દરમિયાન જીવનસાથીનું મૃત્યુ થયું હોય;
• તમે શુભ ઈરાદા સાથે લગ્ન કર્યા હતા, આ દરમિયાન તમે છુટ્ટાછેડા લઈ લીધા હોય;
• તમારા લગ્ન હજી ટકેલા હોય, પણ તમારી સાથે પારિવારિક હિંસા કે માનસિક ત્રાસની ઘટનાઓ બની હોય; અથવા
• તમે એવા સંતાન હો જેમને માતાપિતાના લગ્નને કારણે શરતી કાયમી નિવાસી તરીકેનો દરજ્જો મળેલો હોય અને હવે તમે માતાપિતાની અરજીમાં સાથે સામેલ થઈ શકો તેમ ના હો.

ક્યારે Form I-751 ફાઈલ કરવું જોઈએ.

તમારું શરતી નિવાસી સ્ટેટસ પૂરું થવાનું હોય તેના 90 દિવસ પહેલાં જોઈન્ટ Form I-751 ભરી દેવું જોઈએ. USCIS તરફથી પણ તમન સમયાંતરે I-751 ભરવા માટે જણાવશે. જો તમે કોઈ અનિવાર્ય કારણોસર બતાવી શકો તો તે સંજોગોમાં મોટી અરજી કરવા માટેની મંજૂરી મળી શકે છે. તમારા જીવનસાથીનું અવસાન થયું હોય, તમારા છુટ્ટાછેડા થઈ ગયા હોય કે તમારા સંસારમાં ખટરાગ ઊભો થયો હોય તે સંજોગોમાં તમે જોઈન્ટ અરજીમાંથી મુક્તિ માટે અરજી કરી શકો છો.

તમે આ સ્ટેટસ સાથે અમેરિકા હો અને Form I-751 ભરવાનો સમય નીકટ આવ્યો હોય તો તમે NPZ લૉ ગ્રુપના ઇમિગ્રેશન અને નેશનાલિટી લૉના જાણકાર લૉયરનું માર્ગદર્શન મેળવી શકો છો. આ માટે ઈમેલ કરો info@visaserve.com અથવા કોલ કરો 201-670-0006 (x107). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.

Gujarat Time: https://gujarattimesusa.com/what-are-the-conditions-what-are-the-eligibility-requirements-to-file-form-i-751/