જુદી જુદી જોગવાઈઓ સામે મામલો અદાલત સુધી પહોંચે ત્યારે તેના ચુકાદાથી ફેરફારો થતા હોય છે અને એ જ રીતે EB-5 રિફોર્મ અને ઈન્ટેગ્રિટી ઍક્ટમાં પણ કેટલાક ફેરફારો થયા છે તે જાણી લેવા જોઈએ.
– રિજનલ સેન્ટર પ્રોગ્રામ બંધ થઈ ગયો હતો તેને RIA તરફથી ફરી માન્યતા આપવામાં આવી અને તેને હવે સપ્ટેમ્બર 2027 સુધી ચલાવવામાં આવશે.
– મૂડીરોકાણ માટે હવે લઘુતમ મૂડી નક્કી થઈ છે $10,50,000 ડૉલર. ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયા એટલે કે રોજગારીની જરૂર હોય તેવા વિસ્તારમાં મૂડીરોકાણ કરવા માટે ઓછામાં ઓછી રકમ હવે $800,000 ડૉલર કરવામાં આવી છે.
– સામાન્ય રીતે પ્રોસેસિંગમાં સરેરાશ પાંચ વર્ષનો સમય લાગી જતો હોય છે. જો પ્રાયોરિટી ડેટ કરન્ટ હોય તો પછી RIA તરફથી AOS પણ સાથે જ ફાઈલ કરવાની મંજૂરી મળે છે.
– EB-5 પ્રોગ્રામ હેઠળ બધી બાબતો પારદર્શી રહે તેના પર ભાર મૂકવામાં આવે છે. પ્રમોશનલ એક્ટિવિટી શરૂ કરતા પહેલાં પ્રમોટરે USCIS સાથે રજિસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી છે.
– પ્રમોટરે દરેક પ્રકારની ફી, તેમના હાલના કામકાજ કયા છે, એજન્ટ, ફાઇન્ડર અને બ્રોકર વગેરેને કેટલું વળતર આપવામાં આવ્યું તે જણાવવું જરૂરી છે.
– USCIS તરફથી વિનંતી કરવામાં આવે ત્યારે કેટલું વેતન આપવામાં આવશે તેના લેખિત એગ્રીમેન્ટ પણ રજૂ કરવા જરૂરી છે.
– આવી બાબતોમાં હાલમાં કેટલાક કેસોમાં ચુકાદા આવ્યા છે તે નીચે મુજબ છે:
o રિજનલ સેન્ટર્સ ચાલુ રહેશે. ફોર્મ I-956 ભરવું જરૂરી છે, પરંતુ નવા મૂડીરોકાણકારને સ્પોન્સર કરવા માટે તેના તરફેણમાં જ નિર્ણય આવે તેવું જરૂરી નથી.
o RIA તરફથી 900 રિજનલ સેન્ટર્સ રદ કરી દેવાયા હતા, પણ સમાધાનના ભાગરૂપે આ સેન્ટરો I-956 ફાઈલ કરે તો શરૂ રહી શકે છે. 29 ડિસેમ્બર, 2022 સુધીમાં રિજનલ સેન્ટરોએ I-956 ભરી દેવા જરૂરી છે.
o નવા રોકાણકારે ફોર્મ I-956F ભરવું જરૂરી છે.
અરજીના નિકાલ માટે એવરગ્રીન પ્રોસ્પેક્ટસની મેથડ અમલમાં લાવવાની રહેશે. તથા ફોર્મ (I-829) ઇલેક્ટ્રોનિક રીતે ભરવાના રહેશે
અમેરિકાના સિટીઝનશીપ અને ઇમિગ્રેશન લૉઝ તમને, તમારા પરિવાર અને મિત્રોને કઈ રીતે અસર કરી શકે છે તે જાણવા અથવા આ પ્રકારની અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન વિશેની વધારાની માહિતી મેળવવા માગતા હો તો અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.