સુધારા સાથેના નવા Form I-956F અને Form I-956G જાહેર થયા

નવા EB-5 રિફોર્મ એન્ડ ઇન્ટેગ્રિટી ઍક્ટ, 2022નો અમલ શરૂ થયો છે તેને ધ્યાનમાં રાખીને USCIS તરફથી બે નવા ફોર્મ્સ જોહારે કરવામાં આવ્યા છે. આ નવા કાયદા દ્વારા ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ 203(b)(5)માં સુધારો કરવામાં આવ્યો છે.

કમર્શિયલ એન્ટરપ્રાઇઝમાં મૂડીરોકાણને મંજૂરી આપવા માટેનું નવું Form I-956F રજૂ થયું છે, જ્યારે Form I-956G રિજનલ સેન્ટર એન્યુલ સ્ટેટમેન્ટ માટેનું છે. આના પછી USCIS નવા ફોર્મ્સ રજૂ કરશે તેમાં સ્ટેન્ડઅલોન ઇન્વેસ્ટર માટેની ઇમિગ્રન્ટ પિટિશન માટેના Form I-526નો સમાવેશ થાય છે. તે સિવાય Form I-526E પણ નવું આવશે, જે રિજનલ સેન્ટર ઇન્વેસ્ટર માટેનું ઇમિગ્રન્ટ પિટિશન માટેનું છે.

આ ફોર્મ્સ વૅબસાઇટ પર ઉપલબ્ધ થઈ જાય તે પછી USCIS તરફથી તેની જાણ કરવામાં આવશે.

માન્ય થયેલા રિજનલ સેન્ટર દ્વારા Form I-956F ભરવાનું હોય છે. આ ફોર્મ નવા કમર્શિયલ એન્ટરપ્રાઇઝમાં રોકાણ કરવાનું હોય તે દરેક ઓફર માટે પિટિશન કરવા માટે ભરવાનું હોય છે. નવા પ્રોગ્રામ પ્રમાણે ક્યાં કેટલું રોકાણ થયું તેની જાણકારી એકઠી કરવા માટે કાયદાકીય નિયમોનું પાલન થાય તે માટે Form I-956G હેઠળ વિગતો આપવાની હોય છે.

આ જુદા ફોર્મ્સ ભરવા માટે કેટલી ફી ભરવાની રહેશે તેની વિગતો નીચે મુજબ છેઃ

Form I-956F ભરવા માટેની ફી $17,795

Form I-956G ભરવા માટેની ફી $3,035

EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ વિશે વધારે જાણકારી માટે તમે USCISની વૅબસાઇટ પર આ લિન્ક પરથી માહિતી મેળવી શકો છો: https://www.uscis.gov/newsroom/alerts/uscis-releases-new-forms-for-immigrant-investor-program

આ પ્રકારની માહિતી જાણવા તથા તમને, તમારા પરિવાર અને મિત્રોને ઇમિગ્રેશન અને નેશનાલિટી લૉઝ કેવી રીતે અસર કરી શકે છે તે માટે સવાલો હોય તો તમે અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.