શું મારી માસ્ટર્સ ડિગ્રી H-1B MASTERS CAP માટે માન્ય ગણાય?

ઘણાએ F-1 વીઝા મેળવેલા હોય તેઓ OPT ચેન્જ કરીને ઇમિગ્રેશન સ્ટેટસમાં ફેરફાર માટે અને સ્પેશ્યાલિટી વર્કર (H-1B વર્કર) તરીકે દરજ્જો મેળવવા માગતા હોય છે. દર વર્ષે કેટલા લોકોને ણ્-૧ગ્ આપવું તેની કેપ-મર્યાદા સંસદે નક્કી કરેલી છે, જે ૫૮,૨૦૦ જેટલી છે. તે સિવાય ૨૦,૦૦૦ ણ્-૧ગ્ વીઝા અપાય છે, જે અમેરિકાની કોલેજ કે યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવનારને મળી શકે છે.

૩૦ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ ગૃહ વિભાગે ફાઇનલ રૂલ જાહેર કર્યા હતા, જેના આધારે ઊંચી ડિગ્રીધારકોને એક્ઝમ્પશન મળી શકે. તેના કારણે માસ્ટર્સ અથવા તેનાથી ઊંચી ડિગ્રી હોય તેવી વ્યક્તિની ભરતી કરવા માટેની વધારે શક્યતા કંપનીઓ માટે લોટરીમાં ઊભી થશે.

USCIS જણાવ્યું હતું કે વીઝા મેળવવા રજિસ્ટ્રેશન થયા પછી તેમાંથી એવી રીતે અરજીઓ પસંદ કરવામાં આવશે, જેથી નિર્ધારિત સંખ્યામાં અરજીઓ થઈ જાય. તેમાં પસંદગીનો માપદંડ એવી રીતે રખાશે કે જેનાથી માસ્ટર્સ કે તેનાથી ઊચ્ચ ડિગ્રીઓ હોય તેવી વ્યક્તિ માટે પસંદગીની તક વધી જાય.

જોકે અરજદાર, F-1 સ્ટુડન્ટ્સ અને H-1B ભરતી કરવા માગતી કંપનીએ ધ્યાનમાં લેવું જોઈએ કે અમેરિકાની દરેક કોલેજ કે યુનિવર્સિટીમાંથી મળતી માસ્ટર્સ ડિગ્રી H-1B masters cap હેઠળના વધારાના ૨૦,૦૦૦ વીઝા માટે લાયક ઠરતી નથી. કેટલાક ક્રાઇટેરિયા પૂર્ણ થતા હોય ત્યારે જ આવી ડિગ્રી ધ્યાને લેવાશે. હાયર એજ્યુકેશન અૅક્ટ ૧૯૬૫ની કલમ 101(a) હેઠળ વ્યાખ્યામાં આવતી અમેરિકાની હાયર એજ્યુકેશન ઇનિ્સ્ટટ્યૂટની માસ્ટર્સ ડિગ્રી જ માન્ય ગણાશે.

માત્ર નામના આધારે નહીં, પણ જુદી જુદી બાબતોના આધારે ડિગ્રી યોગ્ય છે કે કેમ તે નક્કી કરાય છે. દાખલા તરીકે ડોક્ટર ઑફ કાઇરોપ્રેક્ટિક માટેની ડિગ્રી એન્ટ્રી લેવલની ડિગ્રી છે અને તે લેતા પૂર્વે બેચલર ડિગ્રીની જરૂર પડતી નથી. તેની સામે એટર્નીઝને અપાતી J.D ડિગ્રી અને તબીબોને અપાતી ડોક્ટર ઑફ મેડિસિનની ડિગ્રી મેળવતા પહેલાં બેચલરની ડિગ્રી મેળવવી જરૂરી છે. તેથી ભલે આ બંને ડિગ્રીઓ Ph.D સમકક્ષના ગણાય, પરંતુ J.D અને M.D બંને માસ્ટર્સ ડિગ્રી ગણાશે.

બીજી શરત છે – હાયર એજ્યુકેશન અૅક્ટ ૧૯૬૫ની કલમ 101(a)હેઠળ હાયર એજ્યુકેશન ઇનિ્સ્ટટ્યૂટની વ્યાખ્યામાં આવતી હોય તેની ડિગ્રી હોવી જોઈએ. તે માટે પાંચ શરતો અગત્યની છે, જેમાં બે મુખ્ય છે – (૧) તે સરકારી અથવા નોનપ્રોફિટ ઇનિ્સ્ટટ્યૂટ હોવી જોઈએ, (૨) રાષ્ટ્રીય એક્રેડિટિંગ એજન્સી કે એસોસિએશન દ્વારા માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ. આ સિવાયની ત્રણ બાબતોમાંઃ (૧) ગ્રેજ્યુએશન અથવા તેને સમકક્ષ સર્ટિફિકેટ આપતી સંસ્થાના વિદ્યાર્થીઓને રેગ્યુલર સ્ટુડન્ટ્સ તરીકે પ્રવેશ આપતી હોવી જોઈએ; (૨) જે તે રાજ્યમાં સેકન્ડરી એજ્યુકેશનથી ઊચ્ચ શિક્ષણ આપવા માટેની સત્તાવાર મંજૂરી તેની પાસે હોવી જોઈએ; અને (૩) તેનો અભ્યાસક્રમ બેચલરની ડિગ્રી આપનારો હોવો જોઈએ અથવા તેને સમકક્ષ ગણાય તેવો ઓછામાં ઓછો બે વર્ષનો અભ્યાસક્રમ હોવો જોઈએ.

સરખામણી માટે બે ડિગ્રીઓ જુઓ – એક વિદ્યાર્થીએ માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)ની ડિગ્રી DeVry University keller School of Management પાસેથી મેળવેલી છે. બીજા પાસે Thunderbird School of Global managementની ડિગ્રી છે. Devryએ નફાના હેતુથી ચાલતી ખાનગી યુનિવર્સિટી છે, તેથી તેની માસ્ટર્સની ડિગ્રી Masters H-1B માટે ધ્યાને લેવાશે નહીં. નોનપ્રોફિટ શૈક્ષણિક સંસ્થા છે તેથી તેની ડિગ્રી માન્ય ગણાશે. હા, Keller School of managementનો વિદ્યાર્થી રેગ્યુલર H-1B cap માટે માન્ય ગણાશે ખરો.

આ રીતે જે ફોરેન સ્ટુડન્ટ્સ માસ્ટર્સ ડિગ્રી આધારે વીઝા લેવા માગતા હોય તેમણે આ બંને બાબતો ખાસ ચકાસવી જોઈએઃ (૧) ઇનિ્સ્ટટ્યૂટ સરકારી છે કે ખાનગી; અને (૨) તે નફા માટે ચાલે છે કે નોનપ્રોફિટ ઇનિ્સ્ટટ્યૂટ છે. સરકારી ઇનિ્સ્ટટ્યૂટની ડિગ્રી માન્ય ગણાતી હોય છે, પરંતુ ખાનગી યુનિવર્સિટી કે કોલેજની ડિગ્રી લેતા પહેલાં ચેક કરી લેવું કે તે ફોર-પ્રોફિટ છે કે નોન-પ્રોફિટ છે. યુનિવર્સિટી ખાનગી હોય, પણ નોન-પ્રોફિટ હોય તો તેની ડિગ્રીને ધ્યાને લેવાય છે.

વીઝા માટે અરજી કરવી હોય કે masters cap H-1B નોનઇમિગ્રન્ટ વીઝા માટે આ પ્રકારની વધુ કોઈ માહિતી જોઈએ હોય તો NPZ Law Groupના અમારા લોયર્સ અને એટર્નીઝનો સંપર્ક કરો. તે માટે ઇમેઇલ કરોinfo@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (x104).

Source: https://gujarattimesusa.com/does-my-masters-degree-qualify-for-the-h-1b-masters-cap/ (Gujarat Times)