ગત ૨૭ મેના રોજ વિદેશ પ્રધાને કેટલાક દેશોમાંથી પ્રવાસીઓ માટે રાષ્ટ્રીય હિતમાં નેશનલ ઇન્ટરેસ્ટ એક્સેપ્શન્સ માટેની જાહેરાત કરી છે. કોવીડ-૧૯ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અન્ય નેશનલ ઇન્ટરેસ્ટ ડિટમિનેશન્સ સાથે આ જાહેરનામા હેઠળ પણ છૂટ મળશે, જેમાં ભારત, ચીન, ઇરાન, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા, યુકે અને આયર્લેન્ડનો સમાવેશ થાય છે.
- જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વાઇટલ સપોર્ટ આપી શકનારા;
- અમેરિકા માટે મહત્ત્વની આર્થિક ગતિવિધિઓ માટે વાઇટલ સપોર્ટ આપનારા;
- પત્રકારો;
- વિદ્યાર્થીઓ અને કેટલાક શિક્ષણશાસ્ત્રીઓ એક્સચેન્જ વિઝીટર્સ પ્રોગ્રામ હેઠળ;
- ઇમિગ્રન્ટ્સ; અને
- ફિયાન્સે
આ કેટેગરીના લોકોને નેશનલ ઇન્ટરેસ્ટ એક્સેપ્શન (NIE)નો લાભ મળી શકે છે. આ માટે લાયક થનારા અમેરિકાનો પ્રવાસ કરી શકશે, સાથે જ PPs 9984,9982,10143 અને 10199 પણ અમલમાં રહેશે.
ઉપરની કેટેગરીના લોકો પાસે વેલીડ વીઝા હોય અથવા વેલીડ ESTA ઑથોરાઇઝેશન હોય તેઓ નજીકની અમેરિકન એમ્બેસીનો સંપર્ક કરી શકે છે. જો NIE માટે તેમને મંજૂરી મળી જાય તો તેઓ વેલીડ વીઝા અથવા ESTA ઑથોરાઇઝેશન સાથે અમેરિકાનો પ્રવાસ કરી શકશે. દરેક NIE ૩૦ દિવસ માટે માન્ય હશે અને અમેરિકાની એક ટ્રીપ માટે જ હશે.
વેલીડ F-1 અથવા M-1 વીઝા ધરાવતા વિદ્યાર્થીઓએ અલગથી NIE લેવાની જરૂર નથી. તેઓ તેમનું એકેડેમિક વર્ષ શરૂ થાય તેના ૩૦ પહેલાથી વહેલા નહીં તે રીતે અમેરિકા આવી શકે છે. ભારત, બ્રાઝીલ, ચીન, ઇરાન અથવા દક્ષિણ આફ્રિકામાં રહેલા વિદ્યાર્થીઓ ૧ ઑગસ્ટ કે તે પછી શરૂ થનારા પ્રોગ્રામ માટે જ NIE લાયકાત ધરાવનારા ગણાશે. નવા F-1 અથવા M-1 વીઝા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓએ સ્ટેટસ જાણવા માટે એમ્બેસીનો સંપર્ક કરી શકે છે. અન્ય રીતે F-1 અથવા M-1 વીઝા માટે લાયક ગણાશે તે અરજદાર આપોઆપ NIE આધારે પ્રવાસ કરવા લાયક ગણાશે.
આ જાહેરાત માટેની લિન્કઃ link: https://travel.state.gov/content/travel/en/News/visas-news/national-interest-exceptions-for-certain-travelers-from-china-Iran-india-brazil-south-africa-schengen-area-united-kingdom-and-ireland.html
ઇમિગ્રેશન તથા વીઝા પ્રોસેસિંગ માટે તમારા મનમાં કોઈ પણ સવાલો હોય અને તમને, તમારા પરિવાર અને મિત્રોને તે કેવી રીતે લાગુ પડી શકે છે તેની જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group VISASERVE લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 202-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visserve.com