ભારતમાં કોરોના ચેપમાં વધારા પછી અમેરિકન કોન્સ્યૂલેટે લગાવ્યા વધારાના પ્રતિબંધો

ભારતમાં કોરોના ચેપનો રાફડો ફાટ્યો છે તે પછી ભારતમાં નવી દિલ્હી ખાતેની અમેરિકાની એમ્બેસી તથા ચેન્નાઇ, હૈદરાબાદ અને કોલકાતા ખાતેની કોન્સ્યૂલેટમાં ૧૫ મે સુધી રૂબરૂ મુલાકાત અને વીઝા અને VAC માટેની બધી અપોઈન્ટમેન્ટ રદ કરી દેવામાં આવી છે. અમેરિકાના નાગરિકો માટેની ઇમરજન્સી સર્વિસ ચાલુ રહેશે. ઇમરજન્સી વીઝા માટેની અપોઇન્ટમેન્ટ્સ પાળવા માટે એમ્બેસી શક્ય એટલા તમામ પ્રયાસો કરશે.

જોકે નિયમિત કામકાજ માટેના નક્કી કરેલી અપોઇન્ટમેન્ટ્સને રદ કરવામાં આવશે એમ જણાવાયું છે. મુંબઈમાં રહેલી કોન્સ્યૂલેટ ઓફિસમાં પણ હાલમાં અમેરિકાના નાગરિકોને જરૂરી સેવાઓ જ પૂરી પાડવામાં આવી રહી છે. તે સિવાય ઇમરજન્સી નોન-ઇમિગ્રન્ટ અને ઇમિગ્રન્ટ વીઝાનું કામકાજ પણ સંભાળવામાં આવશે. તે સિવાયની નિયમિત કામગીરી બંધ રહેશે.

મુંબઈ કોન્સ્યૂલેટમાં ડ્રોપ બોક્સ અપોઇન્ટમેન્ટ્સ અપાતી રહેશે. હાલમાં કામના ભારણને કારણે રદ થયેલી અપોઇન્ટમેન્ટ્સને રિશિડ્યૂઅલ શક્ય નહીં બને તેમ અખબારી યાદીમાં જણાવાયું હતું. ભવિષ્યમાં ક્યારે કેવી રીતે કામગીરી શરૂ કરી શકાશે તે વિશે હાલ નિશ્ચિત કશું કહી શકાય તેમ નથી.

નવી એપોઇન્ટમેન્ટ્સ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ થાય પછી નોંધાવી શકાશે. આ માટે વેબસાઇટ જોતા રહેશો – https://ustraveldocs.com/in. આ સિવાય નવા ફેરફારો માટે આ લિન્ક જોતા રહેશો – https://travel.state.gov/content/travel/en/traveladvisories/ea/covid-19-information.html..

ઇમિગ્રેશન તથા વીઝા સર્વિસ સહિતની બાબતો માટે તમારા મનમાં કોઈ પણ સવાલો હોય અને તમને, તમારા પરિવાર અને મિત્રોને તે કેવી રીતે લાગુ પડી શકે છે તેની જાણકારી ઇચ્છતા હો તો the NPZ Law Group – VISASERVE– U.S. લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (x104).. વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com.