અમેરિકાની સિટીઝનશપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS)એ ગ્રીન કાર્ડની તથા એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ્સ (EAD)ની નવી ડિઝાઈન જાહેર કરી છે. કાર્ડ્સની સલામતીને ધ્યાનમાં રાખીને નવી ડિઝાઈન તૈયાર થઈ છે.
નવા ગ્રીન કાર્ડ અને EADમાં સ્ટેટ ઑફ ધ આર્ટ ટેક્નોલૉજી છે, જેથી નેશનલ સિક્યુરિટીની સાથે સુવિધામાં પણ વધારો થાય. નવા આર્ટવર્કને અનુરૂપ ટેક્ટાઇલ પ્રિન્ટિંગ અપનાવાયું છે, ઈન્કમાં સુધારો થયો છે અને આગળ પાછલ હોલોગ્રાફિક ઇમેજ વધારે સિક્યોર બની છે. જૂના કાર્ડથી જુદી રીતે ડેટા ફિલ્ડ્સ દર્શાવાયા છે.
USCISના ડિરેક્ટર ઉર એમ જેડૉએ કહ્યું કે “દસ્તાવેજોની નકલ, છેડછાડ અને ફ્રોડ અટકાવવાના અમારા પ્રયાસો નવી ડિઝાઈનથી વ્યક્ત થાય છે. ચાલાક લોકોની નવી નવી રીતોની સામે અમારા સ્ટાફની નવીન ચતુરાઈથી અમારા ડૉક્યુમેન્ટ્સ વધારે સિક્યોર બને છે.”
નવી ડિઝાઇનનો અર્થ એ નથી કે જૂના કાર્ડ બંધ થાય છે. જૂના કાર્ડ્સ તેની મુદત સુધી માન્ય રહેશે. ગ્રીન કાર્ડ કે EAD ઓટોમેટિક એક્સ્ટેન્શન હોય ત્યારે અથવા Form I-797 અનુસારકે નોટિસ ઑફ એક્શન વગેરે કિસ્સામાં નવા કાર્ડ આવશે.
એટલું જ નહીં આગામી મહિનાઓ દરમિયાન અપાનારા કેટલાક કાર્ડ્સમાં પણ જૂની ડિઝાઈન હશે, કેમ કે હાલમાં જે સ્ટોક ઉપલબ્ધ છે તેનો પણ ઉપયોગ કરવાનો છે. Form I-9, એમ્પ્લોયમેન્ટ એલિજિબિલીટી વેરિફિકેશન; E-Verify; અને સિસ્ટમેટિક એલિયન વેરિફિકેશન ફોર એન્ટાઇટલમેન્ટ્સમાં જૂના અને નવા બંને કાર્ડ ચાલશે.
જૂના કાર્ડ ખોવાઇ જાય કે ચોરાઇ જાય ત્યારે નવી ડિઝાઇન સાથેના કાર્ડની અરજી માટે USCIS પ્રોત્સાહિત કરશે. હાલમાં ઉપલબ્ધ કાર્ડ USCISએ મે 2017માં રજૂ કર્યા હતા. કાર્ડ્ઝમાં નકલ ના થાય અને ઘાલમેલ ના થાય તે માટે દર 3 કે પ વર્ષે કાર્ડની ડિઝાઇન બદલવામાં આવતી હોય છે. સિક્યોર આઇડેન્ટિફિકેશન પ્લેટફોર્મ (SIP) પ્રૉજેક્ટના ભાગરૂપે નવા કાર્ડ તૈયાર થતા હોય છે. માર્કેટ રિસર્ચના આધારે 2019થી SIP પ્રૉજેક્ટ શરૂ થયો છે. આધુનિક પદ્ધતિઓ જાણવા ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતો સાથે ચર્ચા થતી હોય છે. વધારે વિગતો માટેની લિન્ક: https://www.uscis.gov/newsroom/news-releases/uscis-redesigns-green-card-and-employment-authorization-document
અમેરિકા અથવા કેનેડાના સિટીઝનશીપ અને ઇમિગ્રેશન લૉઝ વિશે આ પ્રકારની માહિતી અને વધારાનું જરૂરી માર્ગદર્શન મેળવવા ઇચ્છતા હો તો અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com
Source: Gujarat Times