ડિફર્ડ એક્શન ફૉર ચાઇલ્ડહૂ઼ડ અરાવલ્સ માટેના ફાઈનલ રૂલ જાહેર થાય

ગૃહ મંત્રાલયે ડિફર્ડ એક્શન ફૉર ચાઇલ્ડહૂ઼ડ અરાવલ્સ (DACA) માટેના ફાઈનલ રૂલ જાહેર કર્યા છે. જાહેર જનતા તે જાણી શકે તે માટે તેને ફેડરલ રજિસ્ટરની વૅબસાઇટ પર મૂકવામાં આવ્યા છે. આ બાબતમાં હાલમાં જે નીતિઓ કાર્યરત છે તેને જોગવાઈઓના સ્વરૂપમાં લેવામાં આવી છે અને કાયદાને વધારે નક્કર કરવા માટે થોડા ઘણા સુધારા કરવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયે 28 સપ્ટેમ્બર, 2021ના રોજ DACAના નિયમોનું ઘડતર કરવા માટેની નોટીસ જાહેર કરી હતી. નાગરિકો તરફથી આ અંગે પ્રતિભાવો મળ્યા ત્યારબાદ તેની સમીક્ષા કરવામાં આવી હતી. તેના આધારે નક્કી થયેલા ફાઇનલ રૂલ હવે જાહેર કરાયા છે. આ રૂલ અનુસારઃ

– DACAના થ્રેશોલ્ડ ક્રાઇટેરિયાને જાળવી રાખવામાં આવશે;
– DACA માટે અરજી કરવામાં આવી હોય તેમણે એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન માટેનું Form I-765 ભરવાનો નિયમ હતો તે જાળવી રખાયો છે તથા ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ અરાઇવલ્સને લાગુ પાડવા માટે અરજી કરવાની હોય છે તેના Form I-821D સાથે Form I-765WS ભરવાનું ચાલુ રખાયું છે;
– Clarifies procedures for termination of DACA અથવા તેની સાથે જોડાયેલી એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશનને ટર્મિનેટ કરવા માટેની પ્રક્રિયાને વધારે સ્પષ્ટ કરાઈ છે; તથા
– સાથે જ લાંબા સમયથી ચાલી આવતી નીતિ પર ફરી ભાર મૂકવામાં આવ્યો છે કે DACA જેમને મળ્યું હોય તેના કારણે તેઓ કાયદેસરનું ઇમિગ્રેશન સ્ટેટસ પ્રાપ્ત કરતા નથી. અન્ય લોકો જેમની સામે કાર્યવાહી મુલતવી રખાઈ હોય તેમની જેમ જે આવી વ્યક્તિઓની માત્ર “કાયદેસરની હાજરી” ગણવામાં આવે છે. આવી કાયદેસરની હાજરીને ધ્યાનમાં લઈને 8 C.F.R. 1.3 માં દર્શાવ્યા પ્રમાણે સોશ્યલ સિક્યુરિટી રિટાઇરમેન્ટ બેનિફિટ્સની લાયકાત નક્કી કરવામાં આવતી હોય છે.

આ નવા ફાઇનલ રૂલ 31 ઑક્ટોબર, 2022થી અમલમાં આવશે. જોકે 16 જુલાઈ, 2021માં ટેક્સાસના સધર્ન ડિસ્ટ્રિક્ટની કોર્ટે ઇન્જક્શને આપેલું છે તેની હેઠળ હાલમાં ફાઇનલ રૂલ હેઠળ ગૃહ મંત્રાલય DACA અરજીઓ કે તેની સાથે જોડાયેલા એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશનની અરજીને માન્ય કરી શકતું નથી. કોર્ટના તે આદેશ સામે અપીલ થઈ પછી તેમાં પાર્શિયલ સ્ટે આવ્યો છે અને તે અનુસાર DACA રિન્યૂઅલ માટેની રિક્વેસ્ટને ગૃહ મંત્રાલય માન્ય કરી શકે છે.

આ વિશે વધુ માહિતી માટે તથા અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લૉઝ વિશે માર્ગદર્શન માટે તમે અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.