ગૃહ અને શ્રમ મંત્રાલયના ઇમિગ્રેશન તથા વેજ રૂલ્સને ફેડરલ કોર્ટે અટકાવ્યા

અમેરિકાના ગૃહ મંત્રાલય અને શ્રમ મંત્રાલયે ઇમિગ્રેશનને લગતા કેટલાક નિયમો લાગુ કર્યા હતા તેને ફેડરલ કોર્ટે અટકાવી દીધા છે.H-1B સ્પેશિયાલિટી ઑક્યુપેશન વીઝાની લાયકાતને મર્યાદિત કરનારા બે વચગાળાના નિયમોને ૧ ડિસેમ્બરે ફેડરલ કોર્ટે અટકાવી દીધા છે.

ગૃહ મંત્રાલયે ઇન્ટરિમ ફાઇનલ રૂલ (IFR) જાહેર કર્યો હતો તે ૭ ડિસેમ્બરથી અમલમાં આવવાનો હતો. H-1B નોન ઇમિગ્રન્ટ વીઝા ક્લાસિફિકેશન પ્રોગ્રામને કડક કરવા માટે આ નિયમ જાહેર કરાયો હતો. સ્પેશિયાલિટી ઑક્યુપેશનની વ્યાખ્યા બદલી નાખવામાં આવી હતી, અમુક પ્રકારના લાભાર્થીઓ માટે H-1B પિટિશનની મુદતમાં ઘટાડો કરી દેવાયો હતો. આ ઉપરાંત કંપની અને કર્મચારી વચ્ચેના સંબંધને સાબિત કરવા માટે વધારે પુરાવાઓ માગવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર નવા કડક નિયમોને કારણે ૩૦ ટકા જેટલા ઓછા H-1B વીઝા અપાયા હોત.

અમેરિકાના કેટલાક કેટેગરીના કામકાજમાં વેજ પ્રોજેક્ટેશન અને કામચલાઉ તથા કાયમી રોજગારી માટેના નિયમોને કડક કરવા માટે શ્રમ વિભાગે નિયમો જાહેર કર્યા હતા. તેનો અમલ ૮ ડિસેમ્બરથી થવાનો હતો. આ નિયમો હેઠળ H-1B, H-B1, અને E-3 વીઝા માટે વેતનનો ધોરણોમાં ફેરફારો કરાયા હતા.

આ નિયમો સામે ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્યોએ કેલિફોર્નિયા નોર્ધન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરી હતી. અરજીને માન્ય રાખીને અદાલતે બંને ઇન્ટરિમ રૂલ્સ અટકાવ્યા છે. અદાલતે જણાવ્યું કે આ નિયમો (૧) પરંપરા પ્રમાણે નોટીસ આપીને તથા ટીપ્પણી માટે સમય આપીને નિયમો જાહેર કરવાના હોય છે, તેમ કર્યા વિના આ નિયમો જાહેર કરાયા હતા અને (૨) તેના માટે કોઈ વાજબી કારણ નહોતું. અદાલતના ચુકાદા પછી હવે આ બંને વિભાગોના નિયમો લાગુ પડી શકશે નહિ તે સ્પષ્ટ થઈ ગયું છે.

ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ ચુકાદાના કારણે તમારી અરજીને શું અસર થશે તે જાણવા માટે તમે અમારા નિષ્ણાતોનો સંપર્ક કરી શકો છો. આ નિયમો ઉપરાંત ઇમિગ્રેશનને લગતી અન્ય કોઈ પણ પ્રકારની માહિતી કે માર્ગદર્શન માટે તમે NPZ લો ગ્રુપના એટર્નીઝની સલાહ લઈ શકો છો. માર્ગદર્શન માટે ઇમેઇલ કરો info@visaserve.com અથવા ફોન કરો – 201-670-0006 (x109). અમારી વેબસાઇટwww.visaserve.comની પણ મુલાકાત લઈ શકો છો.

(Source: https://gujarattimesusa.com/federal-court-halts-dhs-and-dol-immigration-and-wage-rules/ – Gujarat Times)