અમેરિકામાં પ્રવેશ અને Form I-94માં સુધારો

અમેરિકામાં પ્રવેશ કરનારની કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)ના એજન્ટ દ્વારા તપાસ થાય છે. તપાસ બાદ બે બાબતો તે કરે છે:

1. તમારા પાસપોર્ટ પર એડમિશન ડેટનો સ્ટેમ્પ મારે છે, અને કયા વર્ગમાં (B-2 પર્યટક, ESTA હોય તો WT અથવા H-1B વગેરે) પ્રવેશ મળ્યો છે તેનો સ્ટેમ્પ મારે છે..

2. CBPના ડૅટાબેઝમાં તમને પ્રવેશ આપ્યાની નોંધ કરે છે.

હંમેશા તમારા પાસપોર્ટને ચેક કરી લેવો કે તેમાં કઈ તારીખે એડમિશન પૂરું થાય છે એટલે કે તમારા સ્ટેટસની તારીખ ક્યારે પૂરી થાય છે. કોઈ ભૂલ હોય તો તે વખતે જ સુધારી લેવાની ઉત્તમ તક હોય છે.

પાસપોર્ટની મુદત

જુદા જુદા વીઝા માટે પાસપોર્ટની મુદત કેટલી છે તે જુદી જુદી હોય છે, પણ એક નિયમ સર્વસામાન્ય છે કે તમારા પાસપોર્ટની મુદત પૂરી થવાની હોય તેનાથી વધુ સમય સુધીની પ્રવેશની મંજૂરી અપાતી નથી. પાસપોર્ટની મુદત પણ ચૂકે કરી લો, કેમ કે તમારી ધારણા કરતાં સ્ટેટસના અંતની તારીખ વહેલી પણ થઈ ગઈ હોય.

સ્ટેટ્સ પૂર્ણ થયાની મુદત કેવી રીતે ચકાસવી

સામાન્ય રીતે CBP I-94 ફોર્મ પર પ્રવાસીના પાસપોર્ટ પર સ્ટેમ્પ મારે છે, પણ હવે એવું થતું નથી. હવે પોતાના એડમિશન રેકર્ડને ઓનલાઇન જોઈએ શકાય છે – https://i94.cbp.dhs.gov/. તેમાં તમારો I-94 એડમિશન નંબર, વીઝાનો પ્રકાર, સ્ટેટસની મુદત વગેરે લખેલી હોય છે.

સ્ટેટસમાં વધારો કે સુધારો

અમેરિકામાં પોતાના રોકાણમાં વધારો કરી શકાય છે અને સ્ટેટસ બદલી શકાય છે, પણ તેના માટે USCISને અરજી કરવાની હોય છે. આ માટે USCIS નવું I-94 ફોર્મ આપે છે, જે CBPના ફોર્મની જગ્યા લે છે. આ નવા ફોર્મના આધારે હવે મુદત નક્કી થતી હોય છે. જોકે આ નવા સ્ટેટસની માહિતી CBPની I-94 માટેની વેબસાઇટ પર અપડેટ કરાતી નથી. તેથી તમારે USCIS અપ્રૂવલની નોટિસ મળી હોય તેને ખાસ સાચવી રાખવી.

એડમિશન રેકર્ડમાં ભૂલ હોય તો શું કરવું?

ભૂલ જેટલી વહેલી ધ્યાને ચડે તેટલી તેને સુધારવાની તક વધારે હોય છે. યોગ્ય કચેરીનો સંપર્ક સાધીને શા માટે ભૂલ થઈ તે દર્શાવવું પડે. જોકે તે એટલું સહેલું નથી. આ બાબતમાં કોઈ અસ્પષ્ટતા હોય તો તમારા ઇમિગ્રેશન એટર્નીનો સંપર્ક કરવો જોઈએ. એટર્ની સરકારની ભૂલ સુધારવામાં મદદ કરી શકે છે.

બોર્ડર ઇન્સ્પેક્ટરે ભૂલ કરી હોય ત્યારે સ્થાનિક CBP ડિફર્ડ ઇન્સ્પેક્શન સાઇટની મુલાકાત લેવી પડતી હોય છે. આવી સાઇટની યાદી અહીં મળશે https://www.cbp.gov (પેજમાં નીચે “Ports” લિન્ક આપેલી છે ત્યાં).

એડમિશન પિરિયડ પૂરો થઈ જાય પછી ભૂલ તરફ ધ્યાન જાય તો શું કરવું એ સવાલ ચિંતા કરાવનારો હોય છે. પણ ચિંતા ના કરશો, તમારા ઇમિગ્રેશન એટર્નીનો સંપર્ક કરો. એટર્ની જણાવશે કે આ ભૂલ સુધારી શકાય તેમ છે કે કેમ કે પછી તમારે અમેરિકાથી બહાર જઈને ફરીથી વીઝા માટે અરજી કરવી પડશે. I-94ની મુદત પૂર્ણ થઈ ગઈ ત્યાં સુધી ભૂલ પર તમારું ધ્યાન કેમ ના ગયું એ તમારે દર્શાવવું જરૂરી છે. એટર્ની તેમાંથી કેવી રીતે રસ્તો કાઢવો તે વિચારતા હોય છે. ઘણી વાર અમેરિકામાં રહીને પણ ભૂલ સુધાર થઈ શકતી હોય છે.

આ પ્રકારની કોઈ સમસ્યા તમારા સ્ટેટસ કે મુદતની બાબતમાં ઊભી થઈ હોય તો તમે અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. ફોન કરો 201- 670- 0006 (x104) અથવા ઇમેઇલ કરો info@visaserve.com.

Gujarat Times: https://gujarattimesusa.com/admission-to-the-united-states-and-correcting-form-i-94/