અગાઉ દાખલ કરાયેલી Form I-140 પિટિશન્સમાંથી કેટલાકમાં બીજા તબક્કાનું પ્રિમિયમ પ્રોસેસિંગ

અગાઉ દાખલ કરાયેલી અને Form I-140 પિટિશન પેન્ડિંગ હોય તેમાંથી કેટલાક અરજદારોના કિસ્સામાં બીજા તબક્કાનું પ્રિમિયમ પ્રોસેસિંગ શરૂ થયું છે. EB-1 અને EB-2 વીઝામાં ઇમિગ્રેશન પિટિશન ફોર એલિયન વર્ક્સ માટે આ પ્રિમિયમ પ્રોસેસિંગ લાગુ પડી શકે છે.

પ્રથમ તબક્કાની જેમ જ આ બીજા તબક્કામાં પણ માત્ર અમુક અગાઉ દાખલ કરાયેલી Form I-140 પિટિશન્સને જ લાગુ પડશે. મલ્ટિનેશનલ એક્ઝિક્યુટિવ અને મેનેજર માટેની E13 તથા ઉચ્ચ ડિગ્રી ધરાવતા અથવા આગવી આવડત ધરાવતા પ્રોફેશનલ્સ માટેના E21 માટે નેશનલ ઇન્ટરેસ્ટ વેઇવર (NIW) લેવા માગતા હોય તેવા અરજદારોને ઝડપી પ્રોસેસિંગ માટેની આ સુવિધાનો લાભ મળી શકે છે.  

આ રીતે પ્રિમિયમ પ્રોસેસિંગ માટે અરજી કરવા માગતા હોય તેમણે Form I-907 ભરવું જરૂરી છે. પહેલી ઑગસ્ટ, 2022થી USCIS ફોર્મ Form I-907 સ્વીકારવાનું શરૂ કરશે. નીચેના અરજદારો માટેના ફોર્મ સ્વીકારાશે:

  • E13 મલ્ટિનેશનલ એક્ઝિક્યુટિવ અને મેનેજર માટે, જેમની અરજી 1 જુલાઈ, 2021 કે તેની પહેલા મળી હોય; તથા
  • E21 NIW અરજદારો માટે, જેમની અરજી 1 ઑગસ્ટ, 2021 કે તેની પહેલા મળી હોય.

ઉપર જણાવેલી તારીખો પછી દાખલ કરવામાં આવેલી Form I-140 હેઠળની અરજીઓને પ્રિમિયમ પ્રોસેસિંગ માટે સ્વીકારવામાં આવશે નહીં. લાયક અરજદાર પ્રિમિયમ પ્રોસેસિંગ માટે અરજી કરે તે પછી USCIS 45 દિવસોમાં આ માટેનો નિર્ણય લઈ લેતી હોય છે. હાલમાં સમયમાં નવા જાહેર થયેલા Forms I-140 સાથેની અરજીઓને પ્રિમિયમ પ્રોસેસિંગ માટે સ્વીકારવામાં આવશે નહીં.

24 મે, 2022ના રોજ USCIS તરફથી નવું Form I-907 (05/31/22 તારીખ સાથેનું) જાહેર થયું છે. તેથી 1 જુલાઈ પછીથી USCIS હવે જૂનું 09/30/20 તારીખ સાથેનું Form I-907 સ્વીકારતી નથી.

અમેરિકામાં લીગલ ઇમિગ્રેશન સિસ્ટમને ઝડપથી સક્રિય કરવા અને અરજીઓનો ભરાવો થયો છે તેના નિકાલ માટે USCIS તરફથી વધુ કેટલીક સેવાઓ માટે પ્રિમિયમ પ્રોસેસિંગ લાગુ કરાયું છે. તબક્કાવાર પ્રિમિયમ પ્રોસેસિંગ આગળ વધારવામાં આવી રહ્યું છે. જોકે પ્રિમિયમ પ્રોસેસિંગને કારણે રાબેતા મુજબની અરજીઓના નિકાલની સમયમર્યાદામાં વધારો ના થાય તેની કાળજી પણ USCISએ લેવાની હોય છે.

 

અમેરિકા અથવા કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લૉઝ તમને તથા તમારા પરિવાર અને મિત્રોને કેવી રીતે અસર કરી શકે છે તે વિશે જાણવા માટે અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.