|
Friday, January 8, 2021
અમેરિકાના હોમલેન્ડ ડિપાર્ટમેન્ટે ૬ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ જાહેરાત કરી હતી કે ઊચ્ચ ડિગ્રી ધરાવનારા સહિતની H-1B વીઝાની અરજી માટે પ્રથમ ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને તે માટે ૧૦ ફી નક્કી કરી હતી. યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) પ્રારંભિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ૧ માર્ચથી ૨૦ માર્ચ, ૨૦૨૧ દરમિયાન ખોલવામાં આવશે.
ઇચ્છુક અરજદાર કે તેમના પ્રતિનિધિએ દરેક અરજદાર માટે તેના નામે અલગથી H-1B cap પિટિશન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
પૂરતા પ્રમાણમાં રજિસ્ટ્રેશન થશે તો USCIS મોડામાં મોડું ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધીમાં તેમાંથી રેન્ડમ સિલેક્શન કરીને જરૂરી પ્રમાણમાં અરજીઓ અલગ તારવશે. રજિસ્ટ્રેશન કરનારામાંથી આ રીતે અરજદારોના નામ પસંદ કરાયા હશે, તેઓ જ કેપ-સબ્જેક્ટ વીઝા માટે પિટિશન કરી શકશે.
વેલીડ રજિસ્ટ્રેશન વિના કેપ-સબ્જેક્ટ પિટિશન ધ્યાને લેવાશે નહિ. એકથી વધુ વ્યક્તિઓ માટે એક સાથે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પિટિશનર્સ કરી શકશે, પરંતુ એક જ વ્યક્તિના નામે ડુપ્લીકેટ રજિસ્ટ્રેશન કરાવાયું હશે તો તે રદી કરી દેવાશે.
H-1B વીઝા મેળવવા માગતા કર્મચારી, કંપનીઓ, પ્રોફેશનલ્સને રજિસ્ટ્રેશનના નિયમો કેવી રીતે અસર કરશે? H-1B કેપ સિઝન માટે અરજી કરતા પહેલાં કર્મચારીઓ તથા નોકરીદાતા કંપનીઓ માટે કેટલાક વ્યવહારુ સૂચન અમે આ લેખમાં જણાવી રહ્યા છીએ.
મર્યાદિત સંખ્યાઃ H-1B વીઝા ૬૫,૦૦૦ નહિ, પરંતુ ૫૮,૨૦૦ આપવામાં આવનારા છે.
હાલમાં વાર્ષિક મહત્તમ મર્યાદામાં ૬૫,૦૦૦ H-1B વીઝા અપાય છે. જોકે બધા જ H-1B વીઝા પર આટલી મર્યાદા નથી. દર વર્ષે ૬,૮૦૦ જેટલા વીઝા ચીલી અને સિંગાપોરના નાગરિકો માટે H-1B પ્રોગ્રામ હેઠળ અલગ રખાય છે, તેથી માત્ર ૫૮,૨૦૦ H-1B વીઝા ઉપલબ્ધ થતા હોય છે.
અમેરિકન કોલેજ કે યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કે તેનાથી ઊંચી ડિગ્રી મેળવનારા લોકો માટે વધારાના ૨૦,૦૦૦ H-1B વીઝા અનામત રાખવામાં આવે છે.
અન્ય લેખમાં વિગતવાર ચર્ચા કરીશું અમેરિકામાંથી મેળવેલી કઈ કઈ માસ્ટર્સ ડિગ્રીH-1B માસ્ટર્સ કેપ માટે લાયક ઠરે છે.
મર્યાદિત સંખ્યામાં H-1B વીઝા અપાતા હોવાથી કંપનીએ કયા કર્મચારી માટેH-1B સ્પોન્સરશીપ આપવી પડશે તે આગોતરું નક્કી કરી લેવું જોઈએ, જેથી તેની પિટિશન તૈયાર કરવા માટેનો પૂરતો સમય મળી રહેશે. આ સમય મળી રહે તેમાં લેબર કન્ડિશન એપ્લિકેશન (LCA) તથા Form ETA 9035 ભરીને તેનું સર્ટિફિકેટ મેળવી લેવાનું રહે છે.
H-1B પિટિશન ક્યાં સુધી સ્વીકારાશે?
પહેલી માર્ચ ૨૦૨૧થી H-1B માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થશે. પૂરતી સંખ્યામાં રજિસ્ટ્રેશન થશે તો USCIS તેમાંથી રેન્ડમ રીતે જરૂરી સંખ્યા પસંદ કરી લેશે. પસંદ થયેલા રજિસ્ટ્રેશનની જાહેરાત મોડામાં મોડી ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધીમાં કરાશે.
એક જ કર્મચારી માટે એકથી વધુ H-1B રજિસ્ટ્રેશન કરાવવાનું ટાળો
એક નાણાકીય વર્ષ માટે એક કર્મચારીનું એકથી વધુ રજિસ્ટ્રેશન કરાવવું ના જોઈએ. એક જ કર્મચારી માટે જુદી જુદી જોબનું રજિસ્ટ્રેશન પણ કરાવી શકાશે નહિ. જોકે સબસિડિયરી, પેરેન્ટ કે એફિલિયેટ કંપની એ જ કર્મચારી માટે જુદી જોબનું અલગથી રજિસ્ટ્રેશન કરાવી શકશે, પરંતુ તે માટે બિઝનેસની વિશેષ જરૂરિયાત છે તે દર્શાવવાનું રહેશે.
સૂચિત જોબ અને તે માટેના H-1B કર્મચારી બંને વીઝા માટેની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
જે હોદ્દા કે જગ્યા માટે અરજી થઈ હોય તેના માટે નિયમ પ્રમાણે વીઝા મળવો જોઈએ અને સંભવિત કર્મચારી તે માટે લાયક હોવો જોઈએ. જેમ કે સૂચિત નોકરી કે જગ્યા ‘સ્પેશ્યાલિટી ઓક્યુપેશન’ની વ્યાખ્યામાં આવવી જોઈએ. ‘સ્પેશ્યાલિટી ઓક્યુપેશન’ ગણાવી શકાય તે જોબ માટે આ બાબતો જરૂરી છેઃ (૧) થિયરી તથા પ્રેક્ટિસમાં વિશેષ જ્ઞાનની જરૂર પડે તેવી જગ્યા; અને (૨) આવા વ્યવસાય માટે કે ચોક્કસ સ્પેશ્યાલિટી માટે જરૂરી બેચરલની કે તેનાથી ઊંચી ડિગ્રીની જરૂરત હોવી જોઈએ.
H-1B નિયમો હેઠળ સ્પેશ્યાલિટી ઓક્યુપેશન ગણાવવા માટે બીજા પણ કેટલાક ધોરણો જોઈએઃ (૧) બેચલર કે તેનાથી ઊંચી ડિગ્રી અથવા તો સૂચિત જોબ માટેની લઘુતમ લાયકાત પ્રમાણેની ડિગ્રી હોવી જોઈએ; (૨) સમાન ઉદ્યોગ અને કક્ષાની કંપનીઓ માટે એકસમાન કક્ષાની ડિગ્રીની જરૂરિયાત રહેશે; (૩) જગ્યા માટે જરૂરી લાયકાત સાથેની ડિગ્રી કે સમાન ડિગ્રી હોવી જોઈએ; (૪) આ જોબ એવી હોવી જોઈએ કે તેને બજાવવા માટે બેચલર કે તેનાથી ઊંચી ડિગ્રીની જરૂર પડતી હોય.
આ રીતે ‘સ્પેશ્યાલિટી ઓક્યુપેશન’ તરીકે જોબ હોય તેના માટેઃ (૧) વિશેષ પ્રકારના જ્ઞાનની પ્રેક્ટિસમાં અને થિયરીમાં જરૂર પડતી હોવી જોઈએ; (૨) તે જગ્યા માટે બેચલર કે તેનાથી ઊંચી ડિગ્રીની જરૂર હોવી જોઈએ; અને (૩) ઉપરની ચારમાંથી કમ સે કમ એક શરતનું પાલન થવું જરૂરી છે.
સૂચિત H-1B માટે કર્મચારીની લાયકાત આવી જોઈએઃ (૧) વ્યવસાય કરવા માટે (જરૂરી હોય ત્યાં) રાજ્યનું પૂર્ણ લાયસન્સ; (૨) જગ્યા માટે જરૂરી ડિગ્રી હોવી જોઈએ; અથવા (૩) ડિગ્રીથી જે વિશેષ લાયકાત પ્રાપ્ત થયેલી ગણાય, તેવી જ લાયકાત ઉત્તરોત્તર જવાબદારી સાથે કરેલા કામના અનુભવથી મેળવેલી હોવી જોઈએ. જોકે સ્પેશ્યલાઇઝ્ડ અનુભવ હોય અને ડિગ્રી ના હોય તેના આધારે વીઝા મેળવવા મુશ્કેલ બનશે, કેમ કે સ્પેશ્યલાઇઝ્ડ ફિલ્ડમાં ડિગ્રી બતાવવી જરૂરી બને છે.
H-1B નોકરીદાતા કંપનીના પ્રકાર અને કદ પ્રમાણે ફાઇલિંગ ફી ભરવાની રહેશે.
કંપનીએ રજિસ્ટ્રેશન કરાવતી વખતે ૧૦ ડોલરની ફી ભરવાની રહેશે. ણ્-૧ગ્ માટેની લિગલ ફી, ઉપરાંત એમ્પ્લોયરે USCIS ફાઇલિંગ ફી પણ ભરવાની રહેશે. કંપનીનો પ્રકાર અને કદ કેવા છે તેના આધારે ફાઇલિંગ નક્કી થતી હોય છે. બધી જ કંપનીઓ ૪૬૦ ડોલરની બેઝ ફાઇલિંગ ફી ભરવાની રહે છે. અમુક સંજોગોમાં છૂટ ના મળે છે તે ના હોય ત્યારે અમેરિકન કમ્પિટિટિવનેસ એન્ડ વર્કફોર્સ અૅક્ટ (ACWIA ફી) હેઠળ વધારાની ૭૫૦ અથવા ૧૫૦૦ ડોલરની ફી ભરવાની રહેશે.
સ્પોન્સરિંગ કંપની ૨૫ કે તેથી ઓછા ફુલટાઇમ કર્મચારીઓ ધરાવતી હોય તો ૭૫૦ ડોલરની ફી ભરવાની હોય છે. તે સિવાય બધી કંપનીઓએ ૧૫૦૦ ડોલરની ફી ભરવાની રહેશે. ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓ, નોન-પ્રોફિટ અને તેને સંલગ્ન સંસ્થાઓ, ઉચ્ચતર સંસ્થા સાથે સંલગ્ન સંસ્થા, નોન-પ્રોફિટ અને રિસર્ચ સંસ્થાઓ અથવા સરકારી સંશોધન સંસ્થાઓ વગેરેને ACWIA ફી ભરવામાંથી મુક્તિ મળે છે.
H-1B વીઝા રિફોર્મ એક્ટ ૨૦૦૪ હેઠળ ફ્રોડ પ્રિવેન્શન અને ડિટેન્શન ફી તરીકે વધારાની ૫૦૦ ડોલરની ફી પણ કંપનીઓએ ભરવાની રહેશે.
૧૮ ડિસેમ્બર ૨૦૧૫માં પસાર કરાયેલું નાણાકીય વર્ષ ૨૦૨૦ના ઓમ્નીબસ એપ્રોપ્રિએશન બીલ અનુસાર ૫૦થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓ પાસેથી વધારાની ફી લેવામાં આવશે. કંપનીના અમેરિકા ખાતેના કુલ કર્મચારીઓમાંથી ૫૦ ટકા કરતાં વધારે સંખ્યા H-1B , L-1A, અથવાL-1B નોન-ઇમિગ્રન્ટ વીઝા પર હશે તે કંપનીએ પણ વધારાની ફી આપવાની રહેશે. અગાઉ એક્સ્પાઇર્ડ થયેલી ણ્-૧ગ્ પિટિશન્સ માટેની ફી ૪,૦૦૦ ડોલરથી વધી જશે. વધારાની ફી ઇનિશિયલ અને એક્સટેન્શન પિટિશન માટે ભરવી જરૂરી છે. આ ઉપરાંત ઝડપી કાર્યવાહી માટે પ્રિમિયમ પ્રોસેસિંગ ૧,૨૨૫ ડોલર હતી, પણ છેલ્લા બે વર્ષથી પ્રિમિયમ પ્રોસેસિંગ સર્વિસ બંધ છે.
સેલેરી અને બેન્ચિંગ કોસ્ટની ગણતરી કરવી.
કંપનીએ અમેરિકાના શ્રમ વિભાગ પાસેથી લેબર કન્ડિશન એપ્લિકેશન (LCA) હાંસલ કરવી જરૂરી છે. LCA H-1B નોન-ઇમિગ્રન્ટ વર્કરને કેટલો પગાર અપાશે તે જણાવવાનું હોય છે. તેવી જ લાયકાત અને અનુભવ ધરાવતા અન્ય કર્મચારી કરતાં તેને વધારે પગાર અપાશે તેમ દર્શાવવું પડે. અથવા જે તે જોબ માટે પ્રચલિત પગારધોરણ હોય તેના કરતાં વધારે પગાર આપવામાં આવશે તેવું જણાવવું પડે.
આ રીતે અમેરિકન કર્મચારીને અપાતા પગારથી ઓછા પગારે બહારથી કર્મચારી લાવી શકાય નહિ. H-1B પ્રોગ્રામમાં સ્થાનિક કર્મચારીના રક્ષણ માટે સંસદે આ જોગવાઈ કરી છે. આ ઉપરાંત કેટલાક કિસ્સામાં એમ્પોયર્સે પિટિશન માટેનો ખર્ચ પણ આપવાનો હોય છે.H-1B નોન-ઇમિગ્રન્ટ કર્મચારીને કેટલો પગાર અપાશે તેના આધારે વીઝા પ્રોસેસનો ખર્ચ આપવો કે નહિ તે નક્કી થતું હોય છે.
જેના માટે અરજી થઈ હોય તે કર્મચારી ‘કામ કરવા માટે હાજર થઈ જાય’ ત્યારે અથવા (અમેરિકાની બહારનો કર્મચારી અમેરિકા આવે તે પછીના) મોડામાં મોડા ૩૦ દિવસમાં LCA જણાવાયેલો પગાર તેને ચૂકવવાનું કંપની માટે જરૂરી છે. સૂચિત કર્મચારી અમેરિકામાં જ હાજર હોય તો તેના ચેન્જ ઓફ સ્ટેટસને USCIS માન્ય કરે તેના ૬૦ દિવસમાં પગાર ચૂકવવો શરૂ થવો જોઈએ.
આ રીતે કર્મચારી નોકરીમાં હાજર થાય કે ના થાય, અમેરિકામાં હાજર હોય તેવા H-1B કર્મચારીને તેમની અરજી મંજૂર થાય તે તારીખના ૬૦ દિવસ પછી ટેક્નિકલી પગાર ચાલુ કરી દેવો જરૂરી છે.
કંપનીની સૂચનાથી જ કોઈ કર્મચારી કામગીરી ના કરી રહ્યો હોય ત્યારે (કોઈ કારણસર કર્મચારીને બેસાડી રખાય તેને એટલે કે બેન્ચિંગ વખતે) પણ કંપનીએ ણ્-૧ગ્ કર્મચારીને પગાર આપવાનું ચાલુ રાખવું પડે છે. H-1B કર્મચારી તાલીમ લઈ રહ્યો હોય (કંપની તાલીમ આપે કે વ્યવસ્થા અનુસાર અન્ય દ્વારા તાલીમ અપાય) ત્યારે પણ પગાર ચાલુ રાખવાનો હોય છે.
કંપનીઓ માટે સલાહભર્યું છે કે H-1B કર્મચારી ટર્મિનેટ ના કરાયો હોય ત્યાં સુધી તેને LCA દર્શાવ્યા પ્રમાણેનો પગાર ચૂકવાતો રહેવો જરૂરી છે, અન્યથા દંડ થઈ શકે છે. કર્મચારીને ટર્મિનેટ કરવામાં આવે ત્યારે USCIS તેની H-1B પિટિશન પરત લેવાની જાણ પણ કરવાની રહે છે. કર્મચારી હાજર થાય તે પહેલાં જ ટર્મિેનેટ કરવાનો હોય તો કંપનીએ તેની H-1B પિટિશન પાછી ખેંચવી જરૂરી છે. ટર્મિનેટ કરવામાં આવે ત્યારે તે વિદેશ નાગરિકને તેના વતન પરત જવા જરૂરી ખર્ચ આપવો પડે છે.
નિયમપાલનઃ LCA નોટિસ જાહેરમાં પ્રદર્શિત કરવી, પબ્લિક એક્સેસ ફાઇલ્સ જાળવવી.
LCA નોટિસ જાહેર રીતે પ્રદર્શિત કરવી જરૂરી છે. કંપનીમાં યુનિયન હોય ત્યાં LCA ફાઇલ કરતાં પહેલાં યુનિયનને નોટિસ આપવી પડે છે. LCA જ પ્રદર્શિત કરી શકાય અથવા તેની જેટલી સાઇઝનો ડોક્યુમેન્ટ અથવા વાંચી શકાય તેટલી સાઇઝનું પોસ્ટર લગાવવું જરૂરી છે. તેમાં આ પ્રમાણે વિગતો વાંચી શકાતી હોવી જોઈએઃ (૧) H-1B વીઝા માટે કરાયેલી અરજી; (૨) કેટલા H-1B વીઝા માટે અરજી થઈ છે; (૩) કઈ જગ્યા માટે અરજી; (૪) ઓફર કરાયેલો પગાર; (૫) નોકરીનો સમયગાળો; (૬) H-1B કર્મચારીનું કામનું સ્થળ સ્થળ; અને (૭) જાહેર જનતાની ચકાસણી LCA ઉપલબ્ધ છે તે દર્શાવવું.
આ વિશે ક્યાં ફરિયાદ કરવાની રહેશે તે પણ દર્શાવવાનું રહેશે. નોકરીના સ્થળે બે જગ્યાએ દેખાઈ આવે તે રીતે નોટિસ લગાવવી જરૂરી છે. શ્રમ વિભાગને LCA માટે અરજી કરવાની હોય તેના ૩૦ દિવસ અગાઉ નોટિસ લગાવવી જરૂરી છે અને તે ૧૦ દિવસ માટે લગાડેલી રાખવાની હોય છે.
પગાર, કામના કલાકો અને OSHA નોટિસો જ્યાં લગાવવામાં આવતી હોય તે બોર્ડ પર નોટિસ લગાવી શકાય છે. જે જોબ માટે H-1B વીઝા લેવાના હોય છે, તેવી જ જોબ કરનારા કર્મચારીઓને ઇલેક્ટ્રોનિક રીતે પણ આ નોટિસ આપવાની રહેશે. સામાન્ય રીતે આવા કર્મચારીઓ સાથે કંપની વેબસાઇટની હોમ પેજ, ઇલેક્ટ્રોનિક બૂલેટિન બોર્ડ કે ઇ-મેઇલથી સંવાદ કરતી હોય તે જ પદ્ધતિથી આ નોટિસ આપવાની રહેશે. ઇમેઇલ દ્વારા નોટિસ એક જ વાર મોકલવાની રહે છે, પણ બીજા ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ થાય (દાખલા તરીકે હોમપેજનો) ત્યારે તે ત્યાં ૧૦ દિવસ માટે ’પોસ્ટ કરેલી’ રહેવી જોઈએ. અન્ય જે જગ્યાઓ માટે અરજી કરવામાં ના આવી હોય તેવી કંપનીની જગ્યાએ પણ નોટિસ મૂકવી જરૂરી છે.
આ ઉપરાંત કંપનીએ પબ્લિક એક્સેસ ફાઇલ (PAF) તરીકે ઓળખાતા સંબંધિત દસ્તાવેજો જાળવી રાખવા જરૂરી છે. PAF સંબંધિત અને રસ ધરાવતા તથા અસરકર્તા લોકોને જોવા માટે ઉપલબ્ધ હોવી જોઈએ. કંપની મુખ્ય ઓફિસ કે જગ્યાએ તથા કામની જગ્યાએ ભ્ખ્જ્ ઉપલબ્ધ રહેવી જોઈએ. સંબંધિત પક્ષો એટલે એવી વ્યક્તિઓ જેમણે શ્રમ વિભાગને કંપનીના નિર્ણય વિશે પોતાની ચિંતા કે રસ વિશે જાણ કરી હોય.
PFA ફાઇલ કરવામાં આવે તેના એક જ દિવસ પછી આ બધા દસ્તાવેજો સાથે PFA ઉપલબ્ધ હોવી જોઈએ. આ દસ્તાવેજોમાં સમાવેશ થતી બાબતોઃ સંપૂર્ણરીતે ભરાયેલી PFA નકલ; પગારધોરણ દર્શાવતા દસ્તાવેજો; એક્ચુઅલ વેજ નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાયેલી સિસ્ટમની સ્પષ્ટ સમજૂતિ; વર્તમાન પગારધોરણ દર્શાવતા દસ્તાવેજોની નકલ; યુનિયન/કર્મચારીઓને અપાયેલી નોટિસની નકલ; સૂચિત જોબ કરી રહેલા અમેરિકન કર્મચારીઓને અપાતા પગારભથ્થાંની વિગતો, અને તેમાં તફાવત હોય તો, તફાવત કઈ રીતે નક્કી કરવામાં આવ્યો છે તે (પ્રોપ્રાઇટરી વિગતો સિવાયની) વિગતોનું નિવેદન.
સંભવિત H-1B કર્મચારી કંપનીના ‘કન્ટ્રોલ’માં હોવાનું દર્શાવવું.
કંપનીએ એવું પ્રસ્થાપિત કરવું જરૂરી છે કે જે કર્મચારી માટે અરજી થઈ તેની સાથે કંપની-કર્મચારી તરીકેનો સંબંધ બંધાયેલો છે અને H-1B વીઝાની મુદત સુધી તે સંબંધ સ્થપાયેલો રહેશે. H-1B પર આવેલો કર્મચારી કંપનીના પે-રોલ પર કર્મચારી રહે અથવા તેને પગાર ચૂકવી દેવામાં આવે તેટલું પૂરતું ગણાતું નથી. કર્મચારીને જોબ માટે અમેરિકા તેડાવવામાં આવે ત્યારે પગાર સિવાયની બાબતોની પણ કાળજી લેવી જરૂરી હોય છે. કંપની-કર્મચારી તરીકે સંબંધ છે ખરો અને કર્મચારી પર કંપનીનો પૂરતા પ્રમાણમાં કન્ટ્રોલ છે કે કેમ તેની તપાસ USCIS દ્વારા થતી હોય છે.
તેથી H-1B હેઠળ જોબ આપનારી કંપનીએ એ દર્શાવવું જરૂરી છે કે H-1B નોન-ઇમિગ્રન્ટ કર્મચારી ક્યારે, ક્યાં અને કેવી રીતે સ્પેશ્યાલિટી ઓક્યુપેશન જોબ અને પ્રોફેશનલ કામગીરી બજાવશે. તે માટે જરૂરી ‘નિયંત્રણ અધિકાર’ પોતાની પાસે છે તેવું વિવિધ રીતે કંપની દર્શાવી શકે છે.
H-1B નોન-ઇમિગ્રન્ટ વર્ક વીઝાની પ્રોસેસ માટે જરૂરી વધારે કોઈ પણ પ્રકારની વિગતો માટે Nachman Phulwani Zimovack (NPZ) લો ગ્રુપના લોયર્સનો તમે સંપર્ક કરી શકો છો. વધુ માહિતી અમારી વેબસાઇટ www.visaserve.com પર મળશે.info@visaserve.com પર ઇમેઇલ કરી શકો છો અથવા આ નંબર પર કોલ કરી શકો છો – 201.670.0006(x104)
National in scope, the business immigration law firm of NPZ Law Group represents clients from throughout the United States and around world. Regionally, our attorneys remain committed to serving the immigration needs of businesses in the Tri-state area and the Hudson Valley, including residents of Ridgewood, Newark, and Jersey City, Burlington County, Bergen County, Camden County, Cumberland County, Essex County, Hudson County, Mercer County, Middlesex County, Monmouth County, Morris County, Passaic County, Salem County, Union County, northern New Jersey, southern New Jersey, central New Jersey, NJ; New York City, Rockland County, Orange County, Westchester County, Kings County, Sullivan County, Ulster County, New York, NY; Chicago, Illinois, IL; and Toronto and Montreal, Canada. Our nationwide practice focused on quality legal representation and personal service.
Notwithstanding any statements contained in this website, results may vary depending on your particular facts and legal circumstances.
No aspect of the advertisement has been approved by the New Jersey Supreme Court.
|
|
|
|